જાણો શા માટે શિલ્પાએ કરાવ્યું મુંડન / આખરે મુંડન કરાવવાનું રહસ્ય ખુલ્યું : શિલ્પા શેટ્ટીએ માથાના મુંડન નું રહસ્ય ખોલતા કહ્યું…..

ટોપ ન્યૂઝ બોલિવૂડ

મુંડન કરાવવાનું રહસ્ય ખુલ્યું:પોનોગ્રાફી કેસમાં પતિને જામીન મળે તે માટે શિલ્પા શેટ્ટીએ બાધા માની હતી, અડધું માથું મુંડન કરાવ્યું

  • રાજ કુંદ્રાની 19 જુલાઈના રોજ પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી

શિલ્પા શેટ્ટી થોડાં સમય પહેલાં પોતાની નવી હેરસ્ટાઇલને કારણે ચર્ચામાં હતી. તેણે સો.મીડિયામાં વીડિયો શૅર કરીને અંડરકટ હેરસ્ટાઇલ કરાવી હોવાનું કહ્યું હતું. આ હેરસ્ટાઇલમાં માથાના પાછળના ભાગમાંથી અડધા વાળ કાપી નાખવામાં આવ્યા છે. શિલ્પાએ આ હેરસ્ટાઇલ પતિ માટે કરાવી હતી.

રાજ કુંદ્રા માટે માનતા માની હતી
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, શિલ્પાએ અન્ડરકટ હેરસ્ટાઇલ એટલા માટે કરાવી હતી, કારણ કે તેણે માનતા માની હતી. શિલ્પાએ બાધા લીધી હતી કે જો પતિ રાજ કુંદ્રાને પોર્નોગ્રાફી કેસમાં જામીન મળી જશે તો તે વાળ કપાવશે. રાજને જામીન મળી ગયા અને પછી શિલ્પાએ માનતા પૂરી કરી હતી.

પોર્નોગ્રાફી કેસમાં રાજની ધરપકડ થઈ હતી
મોબાઇલ એપ માટે પોર્ન ફિલ્મ બનાવવા તથા વેચવાના કેસમાં રાજ કુંદ્રાની 19 જુલાઈના રોજ ધરપકડ કરી હતી. બે મહિના જેલમાં રહ્યા બાદ 20 સપ્ટેમ્બરના રોજ જામીન મળ્યા હતા. જામીન મળ્યાના બીજા દિવસે એટલે કે 21 સપ્ટેમ્બરે રાજ ઘરે આવ્યો હતો. જોકે રાજ કુંદ્રા છેલ્લા એક મહિનાથી ક્યાંય જોવા મળ્યો નથી. રાજની ઓફિસમાં હજી પણ તાળું મારેલું છે.

કરવા ચૌથ પર પણ જોવા ના મળ્યો
શિલ્પા શેટ્ટીએ અલીબાગમાં કરવા ચૌથ સેલિબ્રેટ કરી હતી. આ સમયે શિલ્પાની સાથે બંને બાળકો તથા માતા સુનંદા જોવા મળ્યા હતા, પરંતુ રાજ નહોતો. શિલ્પા શેટ્ટી સો.મીડિયાથી લઈ શૂટિંગ અને પબ્લિક ઇવેન્ટ્સમાં સતત જોવા મળે છે. શિલ્પા તથા રાજે 2009માં લગ્ન કર્યા હતા. તેમને દીકરો વિયાન તથા દીકરા સમીષા છે.

તેણે આ હાફ શેવેન અંડરકટ બઝ કટ નામ આપ્યું છે. આ હેરકટ કરાવીને તે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. તેણે વીડિયોમાં બતાવ્યું છે કે કેવી રીતે તે તેના બાકીના વાળથી બન બનાવે છે, પછી હંમેશની જેમ વર્કઆઉટ કરે છે. વાયરલ વીડિયોમાં તે સ્ટેપલર પર વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે.

તેની સ્ટાઈલ ફેન્સને પસંદ આવી રહી છે. તે જ સમયે, ઘણા લોકોને આ પ્રયોગ બિલકુલ પસંદ નથી. સોશિયલ મીડિયા પર ટ્રોલ થતા કેટલાક લોકોએ રાજ પર કમેન્ટ કરી છે. શિલ્પાએ પોતાની હેરસ્ટાઈલ સાથે એવો પ્રયોગ કર્યો છે, જેણે ઘણા ચાહકોના હોશ ઉડાવી દીધા છે. સુપર ડાન્સર બાદ શિલ્પા ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં જજ તરીકે જોવા મળે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.