ધ્યાન રાખજો : જન્માષ્ટમીના દિવસે ભૂલ થી પણ ના કરો આ ભૂલ, નહીંતર તમારા અને તમારા પરિવારના હાલ થઈ જશે બેહાલ

ધર્મ

હિન્દુ ધર્મમાં પવિત્ર જન્માષ્ટમી નો તહેવાર ખૂબ જ ધૂમ ધામ થી મનાવવામાં આવે છે. આખા ભારત દેશ માં લોકો પોત પોતાના ઘરમાં કૃષ્ણ જન્માષ્ટમી નો પવિત્ર તહેવાર ધૂમ ધામથી ઉજવે છે. રાત્રે 12 વાગે ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મ થયા પછી લોકો તેમની આરતી કરે છે અને ભગવાન કૃષ્ણને વિવિધ પ્રકારના ભોગ અર્પણ કરે છે.

જન્માષ્ટમી ના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ ના મંદિરને લોકો સુંદર સજાવી દે છે અને બાળ કૃષ્ણ ની પૂજા અર્ચના કરે છે. ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષની આઠમ પર ભગવાન વિષ્ણુના આઠમા અવતાર શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે આ વખગે 18 અને 19 બંને તારીખે અષ્ટતિથી આવે છે તેથી 18 અને 19 બંને તારીખે કૃષ્ણ જન્માષ્ટમી મનાવવામાં આવશે. જન્માષ્ટમી ના પાવન પર્વે ભૂલથી પણ ના કરતા આ કામ નહિતર મોટી મુશ્કેલીઓ નો સામનો કરવો પડશે.

હિન્દૂ ધર્મ શસ્ત્રો મુજબ તમે જન્માષ્ટમી ના દિવસે વ્રત કર્યો હોય કે ના કર્યો હોય પણ તમારે ભૂલ થી પણ આ દિવસે ચોખા ખાવા જોઈએ નહીં. કેમ કે શસ્ત્રોમાં આ દિવસે ચોખવા ખવાની મનાઈ કરવામાં આવી છે.

તમારે જન્માષ્ટમી ના દિવસે તુલસીના પત્તા તોડવા જોઈએ નહીં કેમ કે એવી માન્યતા છે કે તુલસી ના દલ વગર ભગવાન શ્રીકૃષ્ણ ભોજન ગ્રહણ કરતા નથી. તેથી આ દિવસે તુલસીના પત્તા તોડવા જોઈએ નહીં.

જન્માષ્ટમીના દિવસે ગાય અથવા તેના વાછરડાને ભૂલથી પણ હેરાન પરેશાન કરવા જોઇએ નહીં. શ્રી કૃષ્ણ નું એક નામ ગોપાલ પણ છે તેનો અર્થ ગાયો નું પાલન કરવાવાળો થાય છે. ગાયો ભગવાન શ્રીકૃષ્ણ ને ખૂબ જ પ્રિય હોય છે.

કૃષ્ણ જન્મદિવસ પર ભોજનમાં લસણ, ડુંગરી ખાવી જોઈએ નહીં અને માસ કે દારૂ નું સેવન કરવું જોઇએ નહિ. આ બધી વસ્તુઓની તમાસિક માનવામાં આવે છે તેથી આ વસ્તુઓથી દુર રહેવું જોઈએ.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.