ગુજરાતનું યુવાધન બરબાદીના રસ્તે, ઇન્જેક્શનથી ડ્રગ્સનો ડોઝ લઇ નશો કરી રહ્યો છે યુવક, વિડીયો જોઈને તમારા હોશ ઉડી જશે : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ વડોદરા

વડોદરા શહેરના સમા-નિઝામપુરા રોડ પર આવેલ સોસાયટીમાં એક વ્યક્તિ હાથમાં ઇન્જેક્શન લઇ ડ્રગ્સનો નશો કરતો હોવાનો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પાંચ મહિના અગાઉ એક ડ્રગ્સ એડિક્ટનું મોત થતાં હંગામો મચ્યો હતો તે જગ્યાનો જ આ વિડીયો હોવાથી ડ્રગ્સ એડિક્ટ આ વિસ્તારમાં કેટલા સક્રિય છે તે જોઈ શકાય છે. (વિડિઓ નીચે આપેલો છે) 

મહત્વનું છે કે, વડોદરાના સમા-નિઝામપુરા વિસ્તારમાં આવેલ એક સોસાયટીના કમ્પાઉન્ડમાં જ એક યુવક હાથ પર ઇન્જેક્શન દ્વારા ડ્રગ્સનો ડોઝ લઇ નશો કરી રહ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ એ જ જગ્યા છે જ્યાં પાંચ મહિના પહેલા ડ્રગ્સનો ઓવરડોઝ લેવાને કારણે વિવેક કરણ નામના યુવકનું મોત થયું હતું.

તેમજ તેના મોત પછી પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે તેને ડ્રગ્સ સપ્લાય કરતા શખ્સે વિવેકનો એક વિડીયો પણ બનાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. જે વિડીયોમાં વિવેક કરણ નામનો યુવક પોતે પોતાની જાતે જ ડ્રગ્સનો ઓવરડોઝ લઇ રહ્યો હોવાનું કહી રહ્યો હતો. (વિડિઓ નીચે આપેલો છે)

અત્રે ઉલ્લેખનીય છે કે, ફરી એકવાર એક યુવક ડ્રગ્સનો નશો કરી રહ્યાનો વિડીયો સામે આવતા પોલીસની કામગીરી પર પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. કારણે કે સોસાયટીમાં સરેઆમ ડ્રગ્સનો નશો થઇ રહ્યો છે.

બીજી બાજુ વડોદરા શહેર અને જિલ્લામાંથી ATS દ્વારા કરોડો રૂપિયાનું ડ્રગ્સ અને ડ્રગ્સ બનાવતી ફેક્ટરીઓ ઝડપી પાડવામાં આવી રહી છે. આ પ્રકારે ખુલ્લેઆમ ચાલી રહેલા ડ્રગ્સના કારોબારે ગુજરાતના યુવાધનને ઉંધા રવાડે ચડાવ્યા છે. (વિડિઓ નીચે આપેલો છે)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Trishul News (@trishulnews)

જો વાત કરવામાં આવે તો ગુજરાતનું યુવાધન ઈન્જેકશન દ્વારા જ આ ડ્રગ્સનો ડોઝ લઇ નશો કરી રહ્યા છે. ત્યારે વડોદરાનો આવો જ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જે બરબાદીનું કારણ કહી શકાય.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *