દેવ ઉઠી આગિયારસના દિવસે આ સાત કામ જરૂરથી જરૂર કરો, તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે

ધર્મ

દેવ ઉઠી અગિયારસ આ વખતે 4 નવેમ્બર 2022ના રોજ એટલે કે શુક્રવારના દિવસે આવે છે.આ દિવસે તમે અહીં બતાવેલા આ 7 કામ જરૂરથી કરો તમારા દેવામુક્તિ સંતાનપ્રાપ્તિ તેમજ અનેક મનોકામનાઓ પુરી થશે.આ દિવસે તમારે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા કેટલાક કામ કરવાના છે જેથી તમારા અટકેલા કે બગડેલા કોઈપણ મનોકામના પુરી થશે.

આ 7 સહેલા કામ અમે તમને અહીં બતાવીશું.આ દિવસે પૂજા અને વિધાન સિવાય તુલસીના વિવાહ કરવાથી ભગવાન વિષ્ણુનો વિશેષ આશીર્વાદ મળે છે.

દેવઉઠી અગિયારસના દિવસે તુલસીના પાસે રંગોળી પુરી દીવો પ્રગટાવો.પછી ત્યાં તુલસી મંત્ર અને વિષ્ણુભગવાનાના મંત્ર જાપ કરો.જો તમે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ 108 વખત કરો છો તો તમારી મુશ્કેલીઓ દૂર થઈ જશે.

આજના દિવસે ગાયત્રી મંત્રનો જાપ કરવાથી આરોગ્યમાં લાભ થાય છે.જો તમારે પૈસાની જરૂર છે તો દૂધમાં કેસર નાખીને તેનાથી વિષ્ણુ ભગવાનને સ્નાન કરાવો.જેનાથી તમારા ઘરમાં લક્ષ્મી ભગવાનનું આગમન સારી રીતે થશે.

જે લોકોને સંતાન પ્રાપ્તિ કરવી છે તે લોકોને નારાયણની સામે ઘી નો દીવો કરીને સંતાન ગોપાલનો 108 વખત પાઠ કરવો જોઈએ.આમ કરવાથી તમારા સંતાન અંગેના પ્રશ્નનું નિરાકરણ આવી જશે અને ટૂંક સમયમાં તમારા આંગણામાં બાળક રમતું દેખાશે.

એકાદશીના દિવસે પીળા રંગના કપડા પીળા ફળ અને પીળા રંગનું અનાજ વિષ્ણુ ભગવાનને અર્પણ કરો.ત્યારબાદ આ બધી વસ્તુઓ ગરીબ અશક્ત અને જરૂરિયાત વાળા માણસોને દાન કરી દો.આમ કરવાથી ભગવાન વિષ્ણુ તમારા પર કૃપા વરસાવશે.

આજના આ દિવસે પીપળાના વૃક્ષની પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે.પીપળાના વૃક્ષની પાસે દીવો પ્રગટાવો અને જળ અર્પણ કરો.આમ કરવાથી તમને થોડા ક દિવસોમાં દેવામાંથી મુક્તિ મળશે.

આ દિવસે તમારા ઘરે સાત કન્યાઓને બોલાવીને જમાડવી.જમવામાં ખીર અવશ્ય બનાવવી જોઈએ.શક્તિ પ્રમાણે તેમને દાન કરવું આમ કરવાથી તમારી બધી મનોકામનાઓ થોડા સમયમાં પુરી થશે.

અવિવાહિત કન્યાઓએ પોતાના મનપસંદ પતિ માટે તેમજ લગ્ન માટે તુલસીનો શણગાર દાન કરવો જોઈએ.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *