જીભના દાઝી જવા પર કરો આ ઘરેલું ઉપાય, બળતરામાંથી મળશે તુરંત રાહત, વાંચો અને જાણો.

લાઇફસ્ટાઇલ

ઘણી વખત ગરમ ખાઈ લેવાથી અથવા તો ખુબ જ તીખું ખાઈ લેવાને કારણે અચાનક જ જીભ બળી જાય છે. આવા સમયે આપણે વિચારી નથી શકતા કે જીભમાં થતી બળતરા કઈ રીતે મટાડી શકાય. જોકે બળતરા શાંત કરવા માટે અમુક લોકો ખાંડ ખાઈ લેતા હોય છે પરંતુ શું તમે જાણો છો કે જીભ બળતી હોય ત્યારે રાહત મેળવવા માટે ફક્ત ખાંડ જ નહિ પરંતુ બીજી ઘણી વસ્તુઓનો ઉપયોગ કરી શકાય છે. ચાલો જાણીએ તેના વિશે

આઈસ્ક્રીમ ખાઈ શકાય છે

વધારે તીખું અથવા ગરમ ખાવાને લીધે જીભ બળી જવા પર આઈસ્ક્રીમનું સેવન કરી શકાય છે. તેના માટે તમારે આઈસ્ક્રીમ થોડું થોડું ખાવું જોઈએ. આઈસ્ક્રીમને મોઢામાં રાખીને તરતજ ન ખાવું તેના બદલે તેને જીભ પર જ ઓગળવા દેવું. તેનાથી બળતરામાં આરામ મળશે.

બરફની મદદ લો

જીભની બળતરા શાંત કરવા માટે તમે બરફની મદદ લઇ શકો છો. તેના માટે બરફના ટુકડાને થોડા થોડા સમયે મોઢામાં રાખી લેવા. તેનાથી બળતરામાં રાહત મળે છે.

દહીં ખાઈ શકાય છે

જીભમાં થતી બળતરાને શાંત કરવા માટે એક વાટકીમાં થોડું ઠંડુ દહીં લઇને તેને થોડું થોડું ખાવું. તેનાથી જીભની બળતરામાં રાહત મળશે.

ઠંડુ જ્યુસ અથવા પાણી

જીભમાં થતી બળતરાથી રાહત મેળવવા માટે ઠંડા જ્યુસ, શરબત અથવા પાણીનો ઉપયોગ કરી શકો છો. તેના માટે એક અડધા ગ્લાસ ઠંડુ જ્યુસ અથવા પાણી લઇ તેને એક ઘૂંટ પીધા પછી થોડા સમય સુધી તેને મોઢામાં ભરી રાખો. જયારે તેનું તાપમાન નોર્મલ થઈ જાય તો પછી તેને પી જાઓ અને બીજી ઘૂંટ ભરો. આવું કરવાથી બળતરામાં આરામ મળશે.

મધ લગાવી શકો

જીભ બળી જવા પર બળતરા ઓછી કરવા તમે મધનો ઉપયોગ કરી શકો છો. તેના માટે એક ચમચીમાં મધ લઇ તેને જીભ પર લગાવવું, થોડા સમય પછી તે ઓછુ થવા લાગે તો ફરી લગાવવું. આવું કરવાથી જીભની બળતરા ઓછી થવા લાગશે અને આરામ મળશે.

ફુદીનાની મદદ લેવી

જીભ જયારે બળી જાય તો ઠંડક અને રાહત આપવા માટે તમે ફૂદીનાની ટુથપેસ્ટ પણ લગાવી શકો છો. તેને લગાવ્યા પછી તેની ઠંડક ઓછી થવા લાગે તો તેને ફરીથી લગાવો. પછી જયારે જીભથી તેને હટાવા ઈચ્છતા હોય ત્યારે કોગળા કરી લેવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *