માં મોગલ ની ક્રુપા મેળવવા ઉપવાસ નહીં પણ આ કામ જરૂર કરો, જુઓ માં મોગલની હંમેશા રહેશે તમારી પર ક્રુપા

ધર્મ

ગુજરાતની આ પાવન અને પવિત્ર ધરતી ઉપર દેવી અને દેવતાઓ વાસ કરે છે લોકો પણ પોતાની આસ્થા અને શ્રદ્ધા પ્રમાણે અલગ અલગ રૂપમાં ભગવાન ની પૂજા કરે છે. માં મોગલના પરચાઓ તો અપરંપાર છે. માં મોગલ અઢારે વરણની તારણહાર છે. માતાજી મોગલના ચમત્કાર વિશે તો આપ સૌ જાણકાર જ હશો.

ભગુડમાં સ્થિત માં મોગલના ધામ માં ક્યારે પણ નથી થતી ચોરી એ એક મોટો ચમત્કાર જ છે. માં મોગલના પરચાઓ તો જગવિખ્યાત છે. તેના દર્શન માત્ર થી દુઃખો દૂર થઈ જાય છે. દૂર દૂર થી ભક્તો માતા મોગલના મંદિરમાં આવીને માનતાઓ રાખતા હોય છે. માં મોગલ પર તેમના ભક્તો નો વિશ્વાસ એક દમ અતૂટ છે. તેથી જ માં મોગલ તેમના દરેક દુઃખો અને સંકટને દૂર કરે છે.

દેશ અને વિદેશમાં વસતા લોકો પણ મા મોગલ ની ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખે છે અને પોતાની માનતાઓ પૂરી થતાની સાથે જ મા મોગલ ના ધન્યવાદ પણ અનુભવે છે અને આશીર્વાદ પણ લે છે. કહેવાય છે કે માં મોગલ ઉપર આસ્થા અને શ્રદ્ધા રાખવામાં આવે તો માં પોતાના દરેક ભક્તોની ઇચ્છા અને મનોકામનાઓ મા મોગલ જરૂર પૂરી કરે છે એ તો અઢારે વરણની માતા કહેવાય છે.

કચ્છમાં આવેલ કબરાઉ માં આવેલું માં મોગલ ધામ મંદિરથી તો પરિચિત છીએ છે જ્યાં બિરાજમાન એવા મણીધર બાપુ પણ હાજરાહજૂર છે. માં મોગલના આશીર્વાદ લઈને ધન્યતા અનુભવે છે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે હાલ આ મંદિરની અંદર 108 યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર માં મોગલ ની પૂજા કરવામાં આવી રહી છે.

અહીંયા માં મોગલ ના સાનિધ્ય ની અંદર મનિધર બાપુ લોકોના પંથ પદર્શક બન્યા છે જેમણે અત્યારે આ પ્રસંગને સંબોધીને મા મોગલ ને ખુશ કરવાનો ઉપાય જણાવ્યો છે.

કબરાઉ ધામ બિરાજમાન એવા મણીધર બાપુએ કહ્યું હતું. કે માં મોગલ ને કોઈપણ પ્રકારની દાન અથવા તો ભેટ ની જરૂર નથી માં મોગલ તો માત્ર ભાવના ભૂખ્યા છે ત્યારે જણાવ્યું હતું કે મા મોગલ ને રાજી કરવા માટે ગરીબ લોકો ને કપડાં કે ભોજન જમાડવાથી મા મોગલ પ્રસન્ન થશે. મંગળવારના દિવસે ગરીબ બાળકોને જમાડવાથી માતાના આશીર્વાદ મળે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *