હવે ગુજરાતીઓને વાઘા બોર્ડર નહિ જવું પડે, જુઓ અમિત શાહે ગુજરાતમાં નડાબેટમાં સિમદર્શનનું કર્યું ઉદ્દઘાટન : જુઓ તસ્વીરોમાં વાઘ બોર્ડર જેવો નજારો ગુજરાતમાં

ટોપ ન્યૂઝ ગુજરાત

રાજ્યના સરહદી જિલ્લા બનાસકાંઠાના નડાબેટમાં સીમાદર્શન પ્રોજેક્ટનો પ્રારંભ ગૃહમંત્રી અમિત શાહે કરાવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સીમાદર્શન પ્રોજેક્ટનું ઉદ્ધાટન કરાવ્યુ છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને BSFના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માતા નડેશ્વરીના દર્શન પણ કર્યા હતા. સીમા દર્શન પ્રોજેક્ટ શરૂ કરવાનો હેતુ દેશની સરહદો સુરક્ષિત રાખતા વીર જવાનોની રહેણી-કરણી, ફરજો અને દેશપ્રેમને નજીકથી લોકો જઈ શકે તેનો છે.

રાષ્ટ્રની રક્ષા કાજે પોતાના પ્રાણોની આહૂતિ આપનાર વીર સૈનિકોની સ્મૃતિમાં ‘અજય પ્રહરી’ સ્મારકનું નિર્માણ કરાયું છે તેમજ 40 ફૂટની ઊંચાઈ પર ત્રિરંગો લહેરાવવામાં આવ્યો છે. આ ઉપરાંત, પ્રવાસીઓ ભારત-પાકિસ્તાન બોર્ડરનો નજારો જોવાનો રોમાંચક અનુભવ પણ કરી શકે તે માટે બીએસએફ દ્વારા બીટિંગ રિટ્રીટ સમારોહનો પણ આરંભ કરાયો છે.

જવાનોના શૌર્યથી ભરપૂર દ્રશ્યોને જોઇને પ્રવાસીઓના દિલમાં જવાનો પ્રત્યે અનોખા ગર્વ અને શ્રદ્ધાની લાગણી પેદા થશે. આજે અમિત શાહે 40 ફૂટ ઉંચેથી ત્રિરંગો લહેરાવીને સીમા દર્શન પ્રોજેક્ટને ખુલ્લો મૂકોય હતો. તેમણે નડેશ્વર માતાજીના આર્શીવાદ પણ લીધા હતા.

પ્રવાસીઓને નડાબેટમાં ભારતીય સેના અને બીએસએફના હથિયારો જેવા કે, જમીનથી જમીન પર અને જમીનથી હવામાં વાર કરનારી મિસાઇલ્સ, ટી-55 ટેંક, આર્ટિલરી ગન, ટોરપીડો, વિંગ ડ્રોપ ટેંક તથા મિગ-27 એરક્રાફ્ટને જોઇ શકે તેવી વ્યવસ્થાનો પણ પ્રારંભ કરાયો છે.

નડાબેટ સીમાદર્શન પ્રોજેક્ટ દેશમાં બીએસએફનો પ્રથમ અત્યાધુનિક પ્રોજેક્ટ છે, જે બીએસએફના ઉદભવ, વિકાસ અને યુદ્ધોમાં તેની ભૂમિકા તેમજ સિદ્ધિઓ સહિત દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા વીરોની ગૌરવગાથાઓનું સચિત્ર દર્શન કરાવશે.

આ પ્રોજેક્ટ અંતર્ગત 125 કરોડના ખર્ચે પ્રવાસીઓ માટે અનેક સુવિધાઓ અને વિશેષ આકર્ષણો વિકસિત કરાયા છે. જેમાં ટી-જંક્શન અને ઝીરો પોઈન્ટ આકર્ષણનું કેન્દ્ર છે. આ સાથે વિશ્રામ સ્થળ, પાર્કિંગ, 500 લોકોની ક્ષમતાવાળુ ઓડિટોરિયમ, ચેન્જિંગ રૂમ, સોવેનિયર શોપ, 22 દુકાનો અને રેસ્ટોરન્ટ્સ, ‘સરહદગાથા’ પ્રદર્શન કેન્દ્ર, મ્યૂઝિયમ, ડેકોરેટિવ લાઇટિંગ, સોલાર ટ્રી તેમજ સોલાર રૂફટોપની સહિતની સુવિધાઓ ઉભી કરાઈ છે. વાઘા બોર્ડરની જેમ બીટિંગ રિટ્રીટ સેરેમની પણ નાડાબેટમાં યોજાશે. તો સેનાના શસ્ત્રોને પણ લોકો નિહાળી શકશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.