અરે બાપરે / જુઓ નઈ જેવી બાબતમાં જીગરજાન મિત્રને જ અધમુઓ થઈ જાય ત્યાં સુધી બેરહમીથી માર્યો માર, વિડિઓ જોઈને તમે ચોંકી જશો : જુઓ વિડિઓ

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

બિહારના બક્સરમાં મિત્રએ જ મિત્રને ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. 2000 રૂપિયા માટે એક મિત્રએ બીજા મિત્રને ત્યાં સુધી માર્યો જ્યાં સુધી તે અધમુવો ન થઈ જાય. તેમ છતાં પણ તેનું મન ન ભરાયું, તેથી તેણે પહેલા તેને ઉપાડીને દિવાલ સાથે અથડાવ્યો અને પછી તેની છાતી અને માથા પર પગ વડે મારતો રહ્યો. ( વિડિઓ નીચે આપેલો છે )

હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયાપર વાયરલ થઇ રહ્યો છે. હાલમાં તો પીડિતની ફરિયાદ પર પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. બક્સર જિલ્લાના નવાનગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના વાસુદેવ ઓપીના બાલી ગામમાં એક મહાદલિત યુવકને ખરાબ રીતે માર મારવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, જિલ્લાના નવાનગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના સોનવર્ષામાં એક ખૂબ જ અમાનવીય ઘટનાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ અન્ય વ્યક્તિને નિર્દયતાથી માર મારી રહ્યો છે. ગંભીર હાલતમાં પીડિતને નવાનગર પીએચસીથી સદર હોસ્પિટલ, બક્સરમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ અંગે બક્સરના પોલીસ અધિક્ષક નીરજ કુમાર સિંહે જણાવતા કહ્યું છે કે, પોલીસને પણ સોશિયલ મીડિયા દ્વારા આ ઘટનાની જાણ થઈ છે. આ અંગે એફઆઈઆર નોંધવામાં આવી છે.

ઢોર માર મારવા વાળો અને માર ખાવા વાળો બંને એક જ ગામના છે. આરોપી દરોગા પાસવાનની ધરપકડ માટે શોધખોળ માટે તપાસ હાથ ધરવામાં આવી છે. ધરપકડ બાદ જ સ્પષ્ટ થશે કે આટલી ખરાબ રીતે મારવા પાછળનું કારણ શું છે?

બક્સરના એસપી નીરજ કુમાર સિંહે જણાવ્યું કે, પીડિત ભુવર મુસાહરની સારવાર કરવામાં આવી રહી છે. તેને ગંભીર ઈજાઓ થઈ છે. તેણે ફ્રેક્ચર થયા છે. વધુમાં જણાવતા કહ્યું છે કે, પીડિતને નાવાનગર હેલ્થ સેન્ટરથી બક્સર જિલ્લા હોસ્પિટલ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.