હેવાનિયતની હદ વટાવી / ડબલ ઉંમરનો યુવક 16 વર્ષની સગીરાને ગેસ્ટહાઉસમાં બોલાવીને પીંખતો રહ્યો, જુઓ આખરે થયું એવું કે ભાંડો ફૂટ્યો

ગુજરાત ટોપ ન્યૂઝ

જસદણમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. 16 વર્ષીય સગીરા સાથે તેનાથી ડબલ ઉંમરના પરણિત શખ્સે 6 માસ સુધી દુષ્કર્મ (rape case) આચર્યુ કર્યું. જુનેદ ઇકબાલ ચૌહાણ નામના મુસ્લિમ શખ્સે સગીરાને ગેસ્ટ હાઉસમાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. આખરે જુનૈદના ત્રાસથી કંટાળી સગીરાએ પરિવારને જાણ કરી હતી. જસદણ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જસદણની ગેબનશાહ સોસાયટીમાં રહેતો જુનેદ ઈકબાલ ચૌહાણે(ઉ.વ.29) શહેરના ટ્યુશન ક્લાસમાં અભ્યાસ અર્થે જતી 16 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. જૂનૈદ ટ્યુશન ક્લાસમાં જતી 16 વર્ષીય સગીરાનો હંમેશા પીછો કરતો હતો. તેના બાદ તેણે સગીરાને ભોળવી હતી. તેનો મોબાઈલ નંબર મેળવીને તેને મળવાના બહાને ગેસ્ટ હાઉસમાં બોલાવી અવારનવાર 6 માસ સુધી દુષ્કર્મ કર્યું હતું.

જુનેદ ઇકબાલ ચૌહાણ નામના શખ્સની પોલીસે ધરપકડ કરી છે. જસદણ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જુનૈદ બે બાળકોનો પિતા છે, તે મજૂરી કામ કરીને પરિવારનુ ગુજરાન ચલાવતો હતો. તેમ છતા તેણે સગીરાને હવસની શિકાર બનાવી હતી. પોલીસે હવસખોર જુનૈદ સામે આઈપીસી કલમ-376(2-એન), 354(ઘ), જાતીય સતામણી ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ-2012 ની કલમ 4-6 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.