આપઘાતના સમાચાર ફેસબુક પર લાઈવ આવતા રહે છે. જ્યાં લોકો ફેસબુક પર લાઈવ આવે છે અને પોતાની દર્દનાક આપવીતી સંભળાવે છે, અને ત્યારબાદ તેઓ આપઘાત કરી લે છે. આવો જ એક કિસ્સો ફરી એકવાર સામે આવ્યો છે.
એક યુવકે ફેસબુક પર લાઈવ આવીને પોતાનો જીવ આપી દીધો હતો. યુવકે 10 મિનિટના વીડિયોમાં 5 ઝેરી ગોળીઓ ખાધી હતી. આ દરમિયાન તેણે તેની પત્ની અને ગામના કેટલાક અન્ય લોકો પર પણ ઘણા આરોપો લગાવ્યા હતા. પોલીસે આ મામલે FIR નોંધી છે. (મોતનો LIVE વિડિઓ નીચે આપેલો છે )
યુવકે એક-એક કરીને સલ્ફાસની 5 ગોળી ખાઈ લીધી હતી. 10 મિનિટના આ વીડિયોમાં તે વ્યક્તિએ પોતાની પત્ની પર ગંભીર આરોપો લગાવ્યો હતો, સાથે જ ગામના અમુક લોકો પર પણ આરોપો લગાવ્યા હતા. આ બન્નેને કારણે આત્મહત્યા કરી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
તે યુવકનો આરોપ છે કે પત્નીના અન્ય લોકો સાથે આડાસંબંધ હતા. ગામના મુખિયા અને ધાનુ ઠાકુર નામની વ્યક્તિ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે તે વ્યક્તિ આરોપ લગાવતાં-લગાવતાં સલ્ફાસની ગોળીઓ ખાઈ ગઈ છે. વ્યક્તિએ જણાવ્યું હતું કે ગામના લોકો તેને અને તેના પરિવારજનો પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. (વિડિઓ નીચે આપેલો છે )
એને કારણે તે સહન ના કરતાં તેણે આ પગલું ભરી લીધું હતું. વ્યક્તિની ઓળખાણ વારિસલીગંજના ચકચાવ ગામના હરેરામના 35 વર્ષીય પુત્ર બબલુ રામ તરીકે થઈ છે. તે ટ્રકડ્રાઇવર હતો અને તેને ત્રણ બાળક પણ છે. ટ્રકમાં જ તેણે આપઘાત કરી લીધો હતો. પરિવારજનોએ બબલુના અંતિમસંસ્કાર મંગળવારે જ કરી દીધા હતા.
આ અંગે મૃતકની માતાએ જણાવ્યું હતું કે તેમના પુત્રની માનસિક સ્થિતિ સારી નથી. જેના કારણે તેણે આ રીતે પગલું ભર્યું. પંચાયતના વડા મૃત્યુંજય કુમારે કહ્યું કે અમારા ગામના કેટલાક લોકો પર લગાવવામાં આવેલા આરોપો બિલકુલ પાયાવિહોણા છે.
જમુઈના શહેર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રાજીવ તિવારીએ જણાવ્યું કે પરિવાર તરફથી કોઈ અરજી આપવામાં આવી નથી. પોલીસે કેસ નોંધ્યો છે. પ્રાથમિક દ્રષ્ટિએ યુવકે આપઘાત કર્યો છે. આ મામલો બિહારના નવાદા જિલ્લાનો છે. યુવકની ઓળખ વારિસલીગંજના બબલુ રામ તરીકે થઈ છે.
( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/12/28/77-bihar-videoharsh_1672243805/mp4/v360.mp4 )
ગ્રામજનોનું કહેવું છે કે બબલુની માનસિક સ્થિતિ સારી નથી, જેને કારણે તેણે આ પગલું ભર્યું હતું. પંચાયતના મુખિયા મૃત્યુંજય કુમારે કહ્યું હતું કે અમારા ગામના અમુક લોકો પર જે આરોપો લગાવવામાં આવ્યા છે એ બિલ્કુલ જ ખોટા છે. મૃતકની માતાએ પણ કહ્યું હતું કે મારા પુત્રની માનસિક સ્થિતિ ઠીક નથી. મારી વહુ પર જે આરોપો લગાવવામાં આવ્યા છે એ એકદમ ખોટા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો