નીતા અંબાણી પીવે છે દુનિયાનું સૌથી મોંઘુ પાણી, એક ઘુટડાની કિંમત જાણીને આંખો પોહળી થઇ જશે, જાણો તે પાણી અને બોટલની ખાસિયત શું છે?

ટોપ ન્યૂઝ

દેશના સૌથી મોટા બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી અને તેમના પરિવારની જીવનશૈલી દરેકને આશ્ચર્યચકિત કરે છે. ઘરથી માંડીને કપડાં, ઘરેણાં અને મોટા બજેટના લગ્ન, દરેક વસ્તુની કિંમત હેડલાઇન્સ અને આશ્ચર્યમાં રહે છે. પરંતુ નીતા અંબાણીના પીવાના પાણીની કિંમતનો અંદાજ તમે ભાગ્યે જ લગાવી શકો.

નીતા અંબાણી વિશ્વનું સૌથી મોંઘું પાણી પીવે છે અને એટલું જ નહીં, તેમની એક ઘુટડાની કિંમત તમને ચોંકાવી શકે છે.

મળતી માહિતી મુજબ અંબાણી પરિવારની વહુ અને બિઝનેસવુમન નીતા અંબાણી દુનિયાનું સૌથી મોંઘુ પાણી પીવે છે. આ 750 ml બોટલની કિંમત લગભગ $60,000 છે. ભારતીય ચલણ અનુસાર, આ 750 MLની પાણીની બોટલની કિંમત 44 લાખ રૂપિયાથી વધુ થઇ.

આ કોઈ સામાન્ય કે ફિલ્ટર કરેલું પાણી નથી, પરંતુ આ એક ખૂબ જ ખાસ અને સ્પેશ્યલ પાણી છે, જેને પાણી લેવું કે અફોર્ડ કરવું એ બહુ ઓછા લોકોના બસની બાબત છે. આ બ્રાન્ડની સૌથી સસ્તી બોટલ 285 ડોલર એટલે કે 21,355 ની છે.

નીતા અંબાણી પોતાની જાતને સ્વસ્થ રાખવા માટે ‘Acqua di Cristallo Tributo a Modigliani’ ની બોટલમાંથી પાણી પીવે છે. આ વિશ્વની સૌથી મોંઘી બોટલોમાંની એક છે.

આ બોટલ સોનાની બનેલી હોય છે. બોટલમાં જે પાણી મળે છે તે ફ્રાન્સ અથવા ફિજીનું છે. કહેવાય છે કે તેના પાણીમાં 5 ગ્રામ સોનાની ભસ્મ પણ મિક્સ કરવામાં આવે છે, જે માનવ શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેથી જ આ બોટલની આટલી કિંમત છે.

તમને જણાવી દઈએ કે 2010માં ‘Acqua di Cristallo Tributo a Modigliani’ નું નામ ‘ગિનીસ બુક’ માં સૌથી મોંઘી પાણીની બોટલ તરીકે નોંધવામાં આવ્યું હતું.

આ બોટલને Fernando Altamirano દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. તે એ જ ડિઝાઇનર છે જેણે વિશ્વની સૌથી મોંઘી બોટલ ‘Cognac Heritage Henri IV’ ડિઝાઇન કર્યું હતું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.