પોતાના જ મિત્રને ઉડાવ્યા / દારૂના નશાનું ખરાબ પરિણામ : ચાલકે બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાવી દેતા બે મિત્રો પર ફરી વળી કાર – જોઈલો વિડીયો

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

નાગપુર(Nagpur)ના સોવનેરમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ(Drink and drive)નો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 4 મિત્રો સોવનેરની એક હોટલમાંથી દારુ પીને બહાર નીકળતા જ એક અકસ્માત(Accident)નો ભોગ બન્યા હતા. નશાની હાલતમાં ધુત થયેલા મિત્રો હોટલથી નિકળતા સમેયે કાર રિવર્સ લેવા જતા મિત્રની ઘોર બેદરકારીના કારણે અન્ય ત્રણ મિત્રોના જીવ પણ જોખમમાં મુકીએ ગયા હતા. સમગ્ર ઘટના અંગેના દ્રશ્યો સીસીટીવી(CCTV video)માં પણ કેદ થઇ જવા પામ્યા છે.

મળતી માહિતી અનુસાર, આંધ્ર પ્રદેશના 4 યુવક કપાસની ખરીદી કરવા માટે આ વિસ્તારમાં આવ્યા હતા. શનિવારના રોજ બપોરે નાગપુર રોડ પર આવેલ લષ્કરશાહ બાબા હોટલમાં જમવા માટે રોકાયા હતા. જ્યાં આ લોકોએ જમવાની સાથે દારુ પણ પીધો હતો. સાંજે ચાર વાગ્યાની આસપાસ જમીને ચારેય યુવક હોટલથી બહાર નિકળ્યા હતા.

જે પૈકી એક યુવક કાર કાઢી રહ્યો હતો જ્યારે ત્રણ મિત્રો પાછળ બાકડા પર બેઠા હતા. આ દરમિયાન કાર રિવર્સ લેતા કાર પરથી કાબુ ગુમાવતા, પાછળ બેસેલા યુવક તરફ વળી ગઈ હતી. આ દમ્રિયન એક યુવકે કુદીને પોતાનો જીવ બચાવ્યો, પરંતુ બીજા બે યુવક કઈ વિચારે તે પહેલા જ કાર તેમના પર ફરી વળી હતી. કાર ચલાવી રહેલા યુવકે કારને કંટ્રોલ કરતા તેને બ્રેક મારી હતી અને ઘાયલ મિત્રોને કારમાં બેસાડી નાગપુર જવાના રસ્તે ફરાર થઇ ગયો હતો.

આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે. પરંતુ હજુ સુધી પોલીસ સ્ટેશનમાં આ ઘટના અંગેની કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી નથી.

જ્યાં આ લોકોએ જમવાની સાથે દારુ પણ પીધો હતો. સાંજે ચાર વાગ્યાની આસપાસ જમીને ચારેય યુવક હોટલથી બહાર નિકળ્યા હતા. જે પૈકી એક યુવક કાર કાઢી રહ્યો હતો જ્યારે ત્રણ મિત્રો પાછળ બાકડા પર બેઠા હતા. આ દરમિયાન કાર રિવર્સ લેતા કાર પરથી કાબુ ગુમાવતા, પાછળ બેસેલા યુવક તરફ વળી ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.