અમદાવાદી બિઝનેસમેનને મોંઘો પડ્યો વિડીયો કોલ, જુઓ ફોન સામે કપડાં ઉતાર્યાને છોકરી ખંખેરી ગઈ આટલા કરોડ, જાણીને તમને પણ આંચકો લાગશે

અમદાવાદ ટોપ ન્યૂઝ

ગુજરાતમાં સાયબર ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે અમે જે ઘટના વિષે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે એવી જ એક ઘટના છે. આ ઘટના અમદાવાદથી સામે આવી છે. અમદાવાદ શહેરના એક બિઝનેસમેનને વીડિયો કોલ પર વર્ચ્યુઅલ શેક્સની જાળમાં ફસાવીને 2.69 કરોડ રૂપિયા પડાવી લીધા હતા.

આ બિઝનેસમેન અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં રહે છે. બિઝનેસમેનને રાતના સમયે કોઈ યુવતીનો ફોન આવ્યો હતો અને તેણે કહ્યું કે તે મોરબીથી વાત કરી રહી છે. યુવતીએ વાત કરતા-કરતા બિઝનેસમેને પોતાની માયાજાળમાં જાળમાં ફસાવી લીધા હતા. અને વાત કરતા કરતા યુવતીએ વીડિયો કોલ કર્યોં અને કપડાં કાઢી નાખ્યા અને પછી બિઝનેસમેનના પણ કપડાં કઢાવી નાખ્યા.

યુવતીએ વીડિયો કોલ રેકોર્ડ કરી લીધો હતો અને બિઝનેસમેન પાસે 50 હજારની માંગણી કરી હતી. સમાજમાં ઈજ્જત જવાના ડરથી બિઝનેસમેને 50 હજાર રૂપિયા યુવતીના એકાઉન્ટમાં તરતજ ટ્રાન્સફર કરી દીધા. આ વાત 50 હજારમાં અટકી ના હતી.

બિઝનેસમેને 50 હજાર આપ્યા ત્યારબાદ પણ આ ચીટર ગેંગે બિઝનેસમેને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી રહ્યા હતા અને વધુ પૈસાની માંગ કરી રહ્યા હતા. ચીટર ગેંગે બિઝનેસમેને એટલી હદ સુધી ડરાવયો હતો કે બિઝનેસમેને દરેક ફોન કોલ બાદ માંગેલી કિંમત ટ્રાન્સફર કરી દેતા હતાં. પરંતુ આટલું પણ ઓછું ન હતું.

એક દિવસ બિઝનેસમેનના ફોનમાં દિલ્હી સાયબર ક્રાઈમના એક પીઆઈના નામે ફોન આવ્યો હતો. તેને ફોનમાં કહ્યું કે, તમે જે યુવતી સાથે વીડિયો કોલ પર વાત કરી છે તેણે આપઘાત કરી લીધો છે અને તેને સારવાર હેઠળ હોસ્પિટલમાં રાખવામાં આવી છે.

પોલીસ બનેલા ચીટરે આગળ કહ્યું કે, યુવતીએ આપઘાત કરવા પાછળનું કારણ તમને તમને કહ્યા છે. આટલું સાંભળતા તો બિઝનેસમેન ખુબ જ ડરી ગયા હતા. ત્યાર બાદ ચીટિગ કોલમાં વાત કરતા પોલીસે કેસમાંથી બહાર કાઢવાના નામે 80 લાખ રૂપિયા પડાવી લીધા હતા.

આટલું કર્યા બાદ પણ આ ગેંગ અટકી ન હતી. બિઝનેસમેનને ચીટર ગેંગ અલગ-અલગ પોલીસ અધિકારી જેમ કે સીબીઆઈ તથા સાયબર ક્રાઈમ સહિતના અલગ-અલગ વિભાગોના અધિકારીઓની ઓળખ આપીને 2.69 કરોડ પડાવી લીધા હતા.

બિઝનેસમેને જ્યાં સુધી તેનાથી બન્યું ત્યાં સુધી ચીટર ગેંગને રૂપિયા આપ્યા હતા. પછી કંટાળીને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. મળેલી માહિતી અનુસાર આ બિઝનેસમેનની ઉંમર 68 વર્ષ છે. તે એક મોટી કંપનીના માલિક છે અને કરોડોનું ટર્નઓવર ધરાવે છે. પોલીસે આગળની કર્યવાહી શરુ કરી દીધી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *