હર્ષને આવ્યા “હર્ષના આંસુ” / સુરતમાં એક ચાલુ કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી થયા ભાવુક, જાણો શું છે કારણ : VIDEO

ટોપ ન્યૂઝ સુરત

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) નો સરળ સ્વભાવ આ હોદ્દે પોહોંચ્યા પછી પણ એવો જ છે અને એવો જ રહેશે. સુરત (Surat) માં એક કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ભાવુક થયા હતા. હર્ષ સંઘવીના આંખમાં આંસુ પણ આવ્યા હતા. હર્ષ સંઘવીએ પોતાના-માતા પિતા અને પત્નીનો જાહેરમાં આભાર પણ માન્યો હતો.

હર્ષ સંઘવીનો પરિવાર પણ રડી પડ્યો
ગઈકાલે સુરતમાં જૈન સમાજ (Jain Samaj) ના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. જૈન સમાજના કાર્યક્રમમાં સ્પીચ આપતા આવ્યા હર્ષના આસું આવી ગયા હતા. સમાજમાં પોતાના સન્માન સાથે પરિવારનું સ્ટેજ પર સન્માન કરાતા હર્ષ સંઘવી ભાવુક થયા હતા. હર્ષ સંઘવીની સાથે તેમનો પરિવાર પણ ભાવુક થયો હતો. હર્ષ સંઘવીના માતા અને પત્ની થયા તેમની સાથે ભાવુક થયા તા. હર્ષની વાતો સાંભળી તેમનો પરિવાર સ્ટેજ પર ખુશીના આસું રડી પડ્યો હતો.

હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, વડીલો માટે હું હંમેશા હર્ષ જ છું અને રહીશ. મારા વડીલ મિત્રોએ ક્યારેય હર્ષભાઈ નહીં કહેવું પડે. હું હર્ષ હતો અને હંમેશા હર્ષ જ રહીશ. પરંતુ રાજ્યની વ્યવસ્થાના હિસાબે ઈન્સ્ટિટ્યુશનની જે ગંભીરતા છે તે જોતા કદાચ એવુ થશે કે, કદાચ પ્રેક્ટિકલી તમારી અને મારી દૂરી 20 30 ફૂટની રહી જાય, પરંતુ દિલમાં આ દૂરી ક્યારેય ઓછી નહિ થઈ હોય. મારા માતાપિતાએ મારા માટે ઘણુ કર્યુ છે. પરંતુ મારા માતાપિતાએ પોતાની ઈચ્છા શક્તિ બાજુમાં રાખીને મારા ભાઈ-બહેનો માટે તેમનો પોતાનો સમય અમને આપ્યો. 26 મા વર્ષે હુ ધારાસભ્ય બન્યો હતો. મારા લગ્નને થોડો સમય જ થયો હતો, અને આ ઉંમરમાં હુ આ સામાજિક જવાબદારીમાં આવી ગયો હતો. આવા સમયે મારી પત્ની મોટી મદદગાર બની છે.’ આ શબ્દો સાંભળીને તેમના પત્ની પ્રાચીબેન પણ જાહેરમાં રડી પડ્યા હતા.

સુરતમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ભાવક થયા હતા, સુરતમાં જૈન સમાજ દ્વારા હર્ષ સંઘવીનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો જેમાં હર્ષ સંઘવીના પરિવારનું પણ સન્માન કરવામાં આવ્યું આ દરમિયાન હર્ષ સંઘવી ભાવ થયા તો સાથે મંચ પર ઉપસ્થિત તેમના માતા અને પત્ની પણ ભાવુખ થયા હતા તેના દ્રશ્ય સામે આવ્યા હતા. જો કે પરિવાર દ્વારા હર્ષ સંઘવીની વાતો સાંભળીને ખુશીના આંસુ આવ્યા હોવાનું જણાવાયું હતું.

સ્પીચ આપતા આવ્યા હર્ષના આંસુ
ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ગઈ કાલે સુરતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેમણે સુરતમાં જુદા જુદા 5 કાર્યક્રમો મા આપી હાજરી આપી હતી. જેમાં એક કાર્યક્ર્મ ડીસા શ્રીમાળી જૈન મિત્ર મંડળ દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવીનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં હર્ષ સંઘવીની સાથે તેમના પરિવારનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે સમાજના કાર્યક્રમ દરમ્યાન સ્પીચ આપતા હર્ષ સંઘવી ભાવુક થયા હતા.

પોતાના અને પરિવારનું સન્માન
હર્ષ સંઘવી ભાવક થતા તેમની આંખોમાંથી આંસુ આવવા લાગ્યા હતા જે બાદ તેની માતા અને પત્ની પણ સ્ટેજ પર ભાવુક થયા હતા. સમાજમાં પોતાના સન્માન સાથે પરિવારવનું સ્ટેજ પર સન્માન કરાતા હર્ષ સંઘવી ભાવુક થયા હતા. પોતાની સાથે સમગ્ર સમાજના આગેવાનો વચ્ચે પોતાના પરિવારેનું સન્માન કરતા હર્ષ સંઘવી ભાવુક બન્યાહતા. અને તેમની આંખોમાં ખુશીના અંશુ આવી ગયા હતા. હર્ષ સંઘવીની સાથે તેમનું પરિવાર પણ ભાવુક થયું હતું. હર્ષ સંઘવીના માતા અને પત્ની તેમની સાથે ભાવુક થયા હતા.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.