શું ગુજરાતમાં આવશે વહેલી ચૂંટણી? જુઓ પેહલી બેઠક બાદ જ C.R પાટીલે કર્યું આ મોટું એલાન : VIDEO

ગુજરાત ટોપ ન્યૂઝ

ગુજરાત વિધાનસભા ચૂંટણી અગાઉ ભાજપે શરૂ કરી તૈયારી છે. જેની વચ્ચે CR પાટીલે નિવેદન આપ્યું કે, વિઘાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં જ થશે

ગુજરાત વિધાનસભા ચૂંટણી અગાઉ ભાજપે કમર કસી
ગુજરાત વિધાનસભા ચૂંટણી અગાઉ ભાજપે શરૂ તૈયારી કરી છે. જેની વચ્ચે ગાંધીનગર ખાતે સી.આર.પાટીલની પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં જણાવ્યું હતું કે, ચૂંટણી ગમે ત્યારે થાય પણ ભાજપના કાર્યકર્તાઓ તૈયાર છે.આ સાથે તેમણે વધુમાં કહ્યું કે,ચૂંટણી ડિસેમ્બરમાં જ યોજાશે

રાજ્યના 579 મંડળની મળી ઐતિહાસિક બેઠક
ઉલ્લેખનીય છે કે, ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા પ્રથમ વખત મંડળોની લાઈવ વર્ચ્યુઅલી બેઠક યોજાઇ હતી.જેમાં40 હજારથી વધુ કાર્યકર્તાઓ સાંસદો અને mla હાજર રહ્યાં હતાં.કોન્ફરન્સને સંબોધતાં સીઆર પાટીલે જણાવ્યું હતું કે, આ બેઠકમાં કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

તેમજ પોતાને સોંપેલી જવાબદારી ઉત્સાહથી નિભાવશે.આ સાથે તેમણે નમો એપમા ડોનેશન કરે તે આયોજન કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, પાંચ રાજ્યોમાં ઇલેશન વ્યસ્ત હોવા છતાં PM સંબોધન કરવાના છે

ચૂંટણી ગમે ત્યારે થાય પણ ભાજપના કાર્યકર્તાઓ તૈયાર છે
સીઆર પાટીલે જણાવ્યું કે, ચૂંટણી ગમે ત્યારે થાય પણ ભાજપના કાર્યકર્તાઓ તૈયાર છે. આ સાથે પેજ, બુથ, મંડળના કાર્યકર્તાઓ સહિત તમામ ના સૂચનો ધ્યાને લેવામાં આવ્યાં છે. આ બધા સૂચનો અંગે સંગઠનમાં ચર્ચા કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, નમો એપમાં 5.25 લાખથી વધુ રજિસ્ટ્રેશન થયા છે. જ્યારે પેજ કમિટીના 60 લાખ સભ્યો નોંધાયા છે. અત્યાર સુધી 32 લાખ લોકોની ડેટા એન્ટ્રી પૂર્ણ થઇ

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://www.facebook.com/watch/?v=249139120724312 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published.