શું ગુજરાતમાં હલ્લાબોલ થશે? / રાધનપુરમાં એકસાથે મોટી બે ઘટનાના પડઘા પડ્યા, જુઓ હજારોની સંખ્યામાં ચૌધરી-ભરવાડ અને ઠાકોર સમાજ થયા એકત્ર, જુઓ મામલો બગાડતા પોલીસે કર્યું એવું….

ગુજરાત ટોપ ન્યૂઝ

રાધનપુરના શેરગઢ ગામે ચૌધરી સમાજની યુવતી પર થયેલો હુમલો અને ધંધુકા ખાતે ભરવાડ સમાજના યુવાનના હત્યાકાંડના આરોપીઓને સજા કરવાની માંગ મામલે આજે શનિવારે રાધનપુર બંધનું એલાન અપાયું હતું. જેને લઈ રાધનપુરના બજારો સજ્જડ બંધ રહ્યા છે. આજે રાધનપુરમાં શંકર ચૌધરી સહિત મોટા પ્રમાણમાં સમાજ એકઠો થયો છે. બનાસબેંકનાં ચેરમેન અણદાભાઇ પટેલ, ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર પણ જોડાયા છે. આ સાથે ભરવાડ સમાજ અને અલ્પેશ ઠાકોર સહિત ઠાકોર સમાજના લોકો સહિત 15 હજારથી વધુ લોકો એકઠા થયા છે. હજારોની સંખ્યામાં એકઠી થયેલી ભીડ બેકાબુ થતાં પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો છે. આ ન્યાયની માંગની તમામ જવાબદારી શંકર ચૌધરીએ લીધી છે.

શશીકાંત પંડ્યાએ કહ્યું, આ હિન્દુસ્તાન છે, આ પાકિસ્તાન નથી
પાટણમાં દીકરી પર વિધર્મી યુવકના હુમલા મામલે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ મામલે ડીસાના MLA શશિકાંત પંડ્યાએ કહ્યું કે, દીકરીને ન્યાય મળશે. હવે કોઇ સહેજ પણ અટકચાળા કરશે તો નહીં ચલાવી લઇએ. અમે કોઇ ડરપોક કે નપુંસક નથી, એક પંજો પડ્યો તો ભાગી જશો. આ હિન્દુસ્તાન છે, આ પાકિસ્તાન નથી. સુધરી જજો નહીં તો ઉભાને ઉભા ચીરી નાંખીશ.

યુવતી પર હુમલા મામલે પાટણના એસપી અક્ષયરાજ મકવાણાએ કહ્યુ કે, યુવકે યુવતી પર હુમલો કર્યો તે વાત સાચી છે. તેથી આ બાબતે કડક તપાસ અને યુવક પર કાયદેસરની કાર્યવાહી થશે. ઘટનામાં આવ્યો નવો વળાંક એ છે કે, યુવતી અને યુવક લાંબા સમયથી પરિચિત હતા. બંને વચ્ચે ટેલિફોનિક વાત થઇ છે તે નંબરની તપાસ અમે કરી રહ્યાં છે. ઘટનાની તપાસમાં પૈસાની બાબત પણ સામે આવી છે.

ચૌધરી, ઠાકોર સમાજ એકઠો થયો
આજે રાધનપુર વિરોધને પગલે મોટી સંખ્યામાં ચૌધરી સમાજ એકઠો થયો છે. બનાસબેંકનાં ચેરમેન અણદાભાઇ પટેલ, ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર, ભરવાડ સમાજ અને અલ્પેશ ઠાકોર સહિત ઠાકોર સમાજના લોકો સહિત 15 હજારથી વધુ લોકો એકઠા થયા છે.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાયો
આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માંગ સાથે રેલી કાઢીને આવેદનપત્ર આપશે. જોકે, રેલીને હજુ મંજૂરી મળી નથી. આ ઘૃણાસ્પદ ઘટનાને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અતિસંવેદલશીવ ગણાવી છે. ચાર વાગ્યે પ્રેસકોન્ફરન્સ કરીને હર્ષ સંઘવી માહિતી આપશે. જ્યારે રાધનપુર સહિત શેરગઢ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

શું હતો મામલો ?
રાધનપુર તાલુકાના શેરગઢ ગામે વિધર્મી શખ્સે ચૌધરી સમાજની યુવતી પર તેના ઘરમાં ઘૂસીને છરી વડે હુમલો કર્યો હતો. જેના મામલે ચૌધરી સમાજના અગ્રણીઓની ઉપસ્થીતીમાં હિન્દુ સમાજની એક બેઠક ગઈકાલે શુક્રવારે આદર્શ વિદ્યાલય ખાતે યોજાઇ હતી. જેમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે, આવતીકાલે રાધનપુર સજ્જડ બંધ રાખવું અને રાધનપુરની આદર્શ વિદ્યાલયથી સવારે 11 કલાકે મહારેલી યોજી આવેદનપત્ર આપવું.

ભરવાડ સમાજ પણ આ રેલીમાં જોડાયો
આથી આ સાથે જ ધંધુકા ખાતે થયેલા હત્યાકાંડના આરોપીઓને સજા કરવાની માંગ સાથે ભરવાડ સમાજ પણ આ રેલીમાં જોડાયો છે. આમ ચૌધરી સમાજ અને ભરવાડ સમાજની આ મહારેલીમાં સમસ્ત હિન્દુ સમાજ જોડાશે તેવું સાગરભાઈ ચૌધરીએ ગઈકાલે જણાવ્યું હતું. જેના ભાગરૂપે આજે રાધનપુરને સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published.