આ લોકોએ હોસ્પિટલને પણ ન છોડી / સુરતની સ્મીમેર હોસ્પિટલ બની દારૂનો અખાડો, કર્મચારીઓ માણી રહ્યા છે બિન્દાસ દારૂની મહેફિલ : જોઈલો વિડિઓ

ટોપ ન્યૂઝ સુરત

સુરત શહેરમાં સ્મીમેર હોસ્પિટલ(Schmeier Hospital)ના ઓર્થોપેડિક વોર્ડ(Orthopedic ward)માં કેટલાક વોર્ડબોય કર્મચારીઓ બિન્દાસ દારૂની મહેફિલ માણી રહ્યા હોય તેનો વિડીયો શનિવારના રોજ સોશિયલ મીડિયા(Social media)માં ફરતો થયો હતો. આ વાયરલ થઇ રહેલા વિડીયોમાં મસ્કતી હોસ્પિટલમાંથી સ્મીમેર હોસ્પિટલમાં મુકાયેલા કમલેશ અને ગોવિંદ નામના બે વોર્ડબોય દારૂની મહેફિલ(Alcohol concoction) માણતા હોવાની જાણકારી સામે આવી છે. મળતી માહિતી અનુસાર, જેમાંથી એક વોર્ડ બોય ઓર્થોપેડિક વિભાગમાં તેમજ એક વોર્ડબોય આંખ વિભાગમાં ફરજ બજાવતો હોવાની જાણકારી સામે આવી છે.

આ બન્ને વોર્ડ બોય દારૂનો ગ્લાસ ભરીને વોર્ડમાં જ દારૂની મહેફિલ માણતા હોય તેવું વાયરલ વિડીયોમાં જોવા મળે છે. તેમજ કોઈક દિનેશ નામના કર્મચારીએ આ વિડીયો ઉતારયો હોવાનું પણ મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે. સ્મીમેર હોસ્પિટલના ઈનચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. ઈલ્યાશ શેખે જણાવતા કહ્યું હતું કે, આ બાબતે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. તપાસ માટે ૩ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે અને કમિટીને તપાસ સોંપી દેવામાં આવી છે.

આ પ્રકારે હોસ્પિટલમાં દારૂની મહેફિલ માણી રહ્યા હોવાથી હોસ્પિટલ અને હોસ્પીટલના ઈનચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટ પર પણ અનેક સવાલો ઉદભવી રહ્યા છે કે હોસ્પિટલમાં દારુ આવ્યો ક્યાંથી? હોસ્પીટલમાં દારૂ લઇ જવાની પરમીશન આપી કોણે? શું હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારની તપાસ હાથ ધરવામાં નથી આવતી? વાયરલ થઇ રહેલા વિડીયોને જોતા આ તમામ પ્રકારના સવાલો ઉભા થઇ રહ્યા છે. ત્યારે હવે આ કર્મચારીઓ પર આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે તે તો જોવું જ રહ્યું

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આ વાયરલ થઇ રહેલા વિડીયોમાં મસ્કતી હોસ્પિટલમાંથી સ્મીમેર હોસ્પિટલમાં મુકાયેલા કમલેશ અને ગોવિંદ નામના બે વોર્ડબોય દારૂની મહેફિલ(Alcohol concoction) માણતા હોવાની જાણકારી સામે આવી છે. આ વિડીયો ઉતારયો હોવાનું પણ મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે. સ્મીમેર હોસ્પિટલના ઈનચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. ઈલ્યાશ શેખે જણાવતા કહ્યું હતું કે, આ બાબતે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.