વિદ્યાર્થીઓ માટે ખુશખબર / દિવાળીના વેકેશનને લઈને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ લીધો આ મોટો નિર્ણય

ગુજરાત ટોપ ન્યૂઝ

કોરોના(Corona) મહામારી બાદ 7 જૂનથી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઇ ગયો છે અને હવે દિવાળી(Diwali-2021)ના તહેવારો ખુબ જ નજીક આવી રહ્યા છે. જેને લઈને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે શાળા-કોલેજો(School-colleges)માં ફરી વેકેશનની રજા(Vacation leave) પડવાની તમામ તૈયારીઓ થઈ રહી છે. ત્યારે ચાલુ વર્ષે રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી(Education Minister Jitu vaghani)એ વિધાર્થીઓના વેકેશનની રજાઓને લઈને મોટો નિર્ણય(Big decision) લીધો છે.

જાણો શું કહ્યું રાજ્યના શિક્ષણમંત્રીએ?
શિક્ષણમંત્રી જીતું વાઘાણી પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને લખતા કહ્યું છે કે, ઉચ્ચ શિક્ષણના વિવિધ મંડળો દ્વારા થયેલ રજૂઆત અનુસાર છેલ્લા 2 વર્ષથી 13 દિવસનું જ દિવાળી વેકેશન હતું. ત્યારે હવે આ દિવસોમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને તે રજાઓમાં 8 દિવસનો વધારો કરીને હવે આ વેકેશન 21 દિવસનું કરવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રીએ ટ્વીટર પર લખતા કહ્યું છે કે, દિવાળી એ હિન્દુ ધર્મનો સૌથી મોટો પારિવારીક તહેવાર છે તે હેતુસર વેકેશનના દિવસોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શિક્ષણમંત્રીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને લખ્યું કે, ઉચ્ચ શિક્ષણના વિવિધ મંડળો દ્વારા થયેલ રજૂઆત મુજબ છેલ્લા 2 વર્ષથી 13 દિવસનું દિવાળી વેકેશન હતું, તે દિવસોમાં ફેરફાર કર્યો છે અને 8 દિવસનો વધારો કરીને હવે આ વેકેશન 21 દિવસનું રહેશે. શિક્ષણ મંત્રીએ લખ્યું છે કે દિવાળી એ હિન્દુ ધર્મનો સૌથી મોટો પારિવારીક તહેવાર છે તે હેતુસર વેકેશનના દિવસોમાં ફેરફાર કર્યો છે.

દિવાળી વેકેશનના દિવસોમાં થશે વધારો:
અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે ગુજરાતના શાળાઓમાં પ્રથમ સત્ર દરમિયાન અભ્યાસના 117 દિવસ રહેશે અને જોવા જઈએ તો બીજા સત્રમાં 136 દિવસનું શૈક્ષણિક કામકાજ કરવામાં આવશે. સ્થાનિક રજાઓને બાદ કરતાં વર્ષ દરમિયાન આખા વર્ષ દરમિયાન કુલ 245 દિવસનું શૈક્ષણિક કાર્ય થશે. પ્રથમ સત્ર 30 ઓક્ટોબર સુધી ચાલશે. ત્યાર બાદ 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવેલ છે.

21 દિવસનું અપાયું દિવાળી વેકેશન
ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે ગુજરાતના શાળાઓમાં પ્રથમ સત્રમાં અભ્યાસના 117 દિવસ રહેશે, જ્યારે બીજા સત્રમાં 136 દિવસનું શૈક્ષણિક કામકાજ થશે. સ્થાનિક રજાઓને બાદ કરતાં વર્ષ દરમિયાન કુલ 245 દિવસનું શૈક્ષણિક કાર્ય થશે. પ્રથમ સત્ર 30 ઓક્ટોબર સુધી ચાલશે. ત્યાર બાદ 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ દિવાળી વેકેશન બાબતે મહત્વની જાહેરાત ટ્વિટ દ્વારા કરી છે, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઉચ્ચ શિક્ષણના વિવિધ મંડળો દ્વારા થયેલ રજૂઆત મુજબ છેલ્લા ૨ વર્ષથી ૧૩ દિવસનું દિવાળી વેકેશન હતું, તે દિવસોમાં ફેરફાર કર્યો છે અને 8 દિવસનો વધારો કરીને હવે આ વેકેશન 21 દિવસનું રહેશે. શિક્ષણ મંત્રીએ લખ્યું છે કે દિવાળી એ હિન્દુ ધર્મનો સૌથી મોટો પારિવારીક તહેવાર છે તે હેતુસર વેકેશનના દિવસોમાં ફેરફાર કર્યો છે.

દિવાળી હિન્દૂ ધર્મનો પ્રમુખ તહેવાર છે. આ 4 દિવસનો પર્વ છે, જે ધનતેરસથી ભાઈ બીજ સુધી ચાલે છે. દિવાળી અંધકાર પર પ્રકશના વિજયને દર્શાવતો પર્વ છે. દર વર્ષે કારતક માસની અમાવસ્યાના દિવસે દિવાળી પર માતા લક્ષ્મી અને શ્રીગણેશની પૂજા કરવામાં આવે છે. આ અંગે દિવાળીનો પર્વ 4 નવેમ્બર 2021ના રોજ ઉજવવામાં આવે છે. પુરાણો અનુસાર, દિવાળીના દિવસે જ શ્રી રામ આયોધ્યા પરત ફર્યા હતા. ભગવાન રામના આવવાની ખુશીમાં આયોધ્યાવાસીઓએ દિવા પ્રગટાવી એમનું સ્વાગત કર્યું હતું. સુખ સમૃદ્ધિની કામના માટે દિવાળીથી મોટો કોઈ તહેવાર નથી માટે આ અવસર પર માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. દીપદાન, ધનતેરસ, ગોવર્ધનપૂજા, ભાઈ બીજ જેવા તહેવાર દિવાળી સાથે ઉજવવામાં આવે છે.

પુરાણો અનુસાર, ત્રેતાયુગમાં જયારે ભગવાન શ્રીરામ રાવણનું વધ કરી પાછા આયોધ્યા આવી રહ્યા હતા ત્યાં લોકોએ એમનું સ્વાગત કરી દિપક પ્રગટાવ્યા હતા. સ્વાગતને દર વર્ષે લોકો દિવાળીના તહેવારના રૂપમાં ઉજવે છે. દિવાળીના દિવસે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી બનાવવામાં આવે છે. સાથે જ આખા ઘરમાં દિવા સળગાવવામાં આવે છે. ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની પૂજા પછી પતાસાનો પ્રસાદ વેહેંચી એક બીજાને દિવાળીની શુભકામના આપવામાં આવી છે. માન્યતા અનુસાર એવું કરવાથી માતા લક્ષ્મી ઘરમાં વાસ કરે છે. એનાથી વ્યક્તિના ઘરમાં ધનની કોઈ કમી રહેતી નથી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.