અરે બાપરે / હવે તો દીકરીઓ શાળામાં પણ સુરક્ષિત નથી, જુઓ શાળાના બાથરૂમમાં જ 11 વર્ષની બાળકી સાથે કર્યું કૃત્ય કે જાણીને તમારું કાળજું કંપી ઉઠશે

ઇન્ડિયા

દિવસે ને દિવસે બળાત્કારના કેસોમાં વધારો થઇ રહ્યો છે અને રાજ્યની પોલીસ પણ આ મામલે નાકામ સાબિત થઇ છે. પુણે(Pune)ના શિવાજી નગર(Shivaji Nagar)ની એક શાળામાં 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. ફરિયાદ મળ્યા બાદ પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, શિવાજી નગરની પ્રખ્યાત શાળામાં બાથરૂમમાં 11 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું.

જયારે આરોપીઓ દ્વારા પીડિતાને એવી ધમકી પણ આપવામાં હતી કે આ ઘટના વિશે તે કોઈને કહેશે તો તે યોગ્ય નહિ થાય. જયારે પીડિત યુવતીએ પોતાના ઘરે આ વાત કરી તો પરિવારના હોશ ઉડી ગયા હતા. મળતી માહિતી અનુસાર પરિવારનાં લોકો યુવતીને લઈને પોલીસ પાસે પહોંચ્યા હતા અને આ ઘટનાની જાણ કરી હતી.

પીડિતાની ફરિયાદના આધારે શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને આરોપીની શોધ શરૂ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા પુણેમાં શાળાની અંદર એક બાળકી પર ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો હતો.

આ ઘટના પછી ભારે ખળભળાટ મચી ગયો હતો. બાળકીના પરિવારજનો હજુ આ ઘટનામાંથી બહાર આવ્યા ન હતા કે શાળામાં સગીર સાથે આ ઘટના સામે આવી છે. આ ઘટના સામે આવ્યા બાદ શાળાની અંદર બાળકોની સુરક્ષા પર પણ અનેક ગંભીર પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.