આવા આરોપીનું શું કરવું? / જુઓ જામનગરમાં એ ડીવીજનમાં પૂછપરછ દરમિયાન બુટલેગરે મચાવી ધમાલ, પોતાની જાત સાથે કર્યું એવું કે PI સહીત આખો સ્ટાફ ધંધે લાગી ગયો

ટોપ ન્યૂઝ જામનગર

પોલીસ અધિકારીને હાથની આંગળીમાં ફેકચર, ચાર વીકનો પાટો આવ્યો

જામનગર સીટી એ ડીવીજન પોલીસ દફતરના પીઆઈ એમ જે જલુ પર પોલીસ દફતરમાં જ એક બુટલેગરે પૂછપરછ વખતે ઉગ્રતા દાખવી હુમલો કરી દેતા સનસનાટી મચી જવા પામી હતી. આરોપી સામે ગત વર્ષે નોંધાયેલ દારૂ સબંધિત ત્રણ કેસને લઈને કોર્ટમાં સરન્ડર કરતા પોલીસે તેની વિધિવત અટકાયત કરી પોલીસ દફતર લઇ આવી પૂછપરછ શરુ કરતા આરોપીએ પીઆઈ પર હુમલો કરી હાથની આંગળીમાં ફેકચર સહિતની ઈજાઓ પહોચાડી છે. બીજી તરફ એક હાથમાં ખુલી હાથ કડી સાથે આરોપીએ પોતાના માથા દીવાલમાં અથડાવી ઈજા પહોચાડી ખુદને ઈજાઓ પહોચાડતા દવાખાને ખસેડાયો હતો.

જામનગરમાં સીટી એ ડીવીજન પોલીસ દફતરમાં મંગળવારે રાત્રે સાડા આઠેક વાગ્યે ત્યારે અફરાતફરી મચી ગઈ જયારે પૂછપરછ વખતે ઉગ્ર બની ગયેલ આરોપીએ પોલીસ સ્ટેશનના અધિકારી મહાવીરકુમાર જલુ પર હુમલો કરી દીધો હતો. સીટી એ ડીવીજન પોલીસમાં ગત વર્ષે દારૂ સંબંધિત ત્રણ ગુના નોંધાયા હતા. આ ગુનામાં આરોપી મહાવીરસિહ દેવાજી ભારાજી જાડેજા ઉ.વ 32 રહે.રણજીતસાગર રોડ પ્રણામીનગર સાંઇબાબાના મંદીર પાસે જામનગર વાળાની સંડોવણી ખુલવા પામી હતી.

આ આરોપીએ ગઈ કાલે કોર્ટમાં સરન્ડર કરતા સીટી એ ડીવીજન પોલીસે આરોપીનો કબજો સંભાળી ડીવીજન લઇ આવી ગઈ કાલે રાત્રે 8.30 વાગ્યે પૂછપરછ શરુ કરવામાં આવી હતી. આરોપી સામે ગત વર્ષે 3195 બોટલ દારૂ, 215 અને 12 બોટલ દારૂ સબંધિત જુદી જુદી ત્રણ ફરિયાદ નોંધાઈ હતી. આ ત્રણેય પ્રકરણમાં સંડોવણી સામે આવતા પોલીસે શોધખોળ કરી હતી પરંતુ આરોપીની ભાળ મળી ન હતી દરમિયાન ગઈ કાલે આરોપીએ કોર્ટમાં સરન્ડર કરતા પોલીસે તેની કાયદેસરની અટકાયત કરી પૂછપરછ શરુ કરી હતી.

તે દરમ્યાન આરોપી મહાવીરસિંહે પોતાના હાથમાં પહેરાવેલ હથકડી કે જેનો એક છેડો છુટો હોય તેનાથી પોતાના માથામાં મારતા તેમજ પોતાને જે જગ્યાએ બેસાડેલ તેની પાછળની દિવાલમાં માથા ભટકાડતા લોહી નીકળવા લાગતા પીએસઆઈ એમ.વી.મોઢવાડીયા, પોલીસ કોન્સ્ટેબલ સાજીદભાઇ રફીકભાઇ બેલીમ તથા યોગેન્દ્રસિંહ નિરૂભા સોઢા વિગેરેએ આરોપીને રોકવા પ્રયાસ કર્યો હતો.

જેમાં ઉસ્કેરાયેલ આરોપી મહાવિરસિંહ જાડેજાએ પોતાના હાથમાં પહેરાવેલ હથકડી વડે પીઆઈ એમ.જે. જલુ પર હુમલો કરી દીધો હતો.જેમાં પીઆઈને જમણા હાથની વચલી આંગળીમાં ફેક્ચરની ઇજા કરી તેમજ ડાબા હાથની વચલી આંગળીમાં મુંઢ પહોચી હતી. ત્યારબાદ હાજર પોલીસકર્મીઓએ આરોપીને કાબુમાં લેવા બળપ્રયોગ કરી શાંત કર્યો હતો.

આ બનાવના પગલે પોલીસબેડામાં દોડધામ મચી ગઈ હતી. હાથમાં ઈજા પહોચતા પીઆઈ એમ.જે. જલુને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને જમણા હાથની વચ્ચેની આંગળીમાં ફેકચર તથા અન્ય હાથની આંગળીમાં મુંઢ ઈજા હોવાનું સામે આવ્યું હતું.

બીજી તરફ આરોપીને પણ માથામાં ઈજાઓ પહોચતા જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર લીધા બાદ પરત પોલીસ દફતરે લઇ જવાયો હતો. આ બનાવ અંગે પોલીસે આરોપી મહાવીરસિંહ સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.