અરરર / પરિણીત એન્જીનીયર સેક્સ પવારની ગોળીઓ ખાઈને બીજાની પત્નીઓ પર કરતો હતો રેપ, જુઓ એક દિવસ થયું એવું કે જાણીને તમે ચોંકી ઉઠશો

ટોપ ન્યૂઝ

ગ્વાલિયરમાં એક મહિલાએ તેના એન્જિનિયર પતિ વિરૂદ્ધ રેપનો કેસ દાખલ કર્યો છે. મહિલાનાં લગ્ન 8 મહિના પહેલાં થયાં હતાં, લગ્નના 16 દિવસે જ ખબર પડી કે તેનો પતિ પહેલાંથી પરિણીત છે, પહેલી પત્ની સાથેનો ડીવોર્સનો કેસ ઈંદોર કૉર્ટમાં ચાલું છે. મહિલાએ આ વાત સંતાડવાનું કારણ પૂછ્યું તો, પતિએ મારપીટ કરવાનું શરૂ કરી દીધું.

તેનો મોબાઈલ લઈ લીધો અને એક ઓરડામાં બંધક બનાવી દીધી. એટલું જ નહીં, ઘણીવાર સેક્સ પાવર વધારતી ગોળીઓ ખાઈને દુષ્કૃત્ય પણા કર્યું, રવિવારે સાંજે મહિલાની ફરિયાદના આધારે મહારાજપુરા પોલીસે કેસ દાખલ કરી ડાયરી મંદસૌર પોલીસને સોંપી દીધી છે. શહેરના સાગરતાલ પાસે રહેતી 26 વર્ષની ઉર્વશી (નામ બદલ્યું છે) નાં લગ્ન 23 જાન્યુઆરી 2022 એ ગ્વાલિયર નિવાસી મેહુલ (નામ બદલ્યું છે) સાથે થયાં હતાં.

પતિ મંદસૌર વિજળી કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરે છે. લગ્નના બીજા જ દિવસે 24 જાન્યુઆરીએ તે પત્નીને તેની સાથે મંદસૌર લઈ ગયો. અહીં તેને ખબર પડી કે, તેનો પતિ પહેલાંથી જ પરિણીત છે અને પહેલી પત્ની સાથે ડિવોર્સનો કેસ ઈંદોર કૉર્ટમાં ચાલું છે. પત્નીએ આ બાબત છૂપાવવા અંગે પતિને પૂછ્યું તો તેને ન ગમ્યું.

તેની સાથે મારપીટ કરવાનું શરૂ કરી દીધું અને એક ઓરડામાં બંધક બનાવી દીધી. તે પત્નીને ઓરડામાં બંધ કરી તેને યાતનાઓ આપવા લાગ્યો. પીડિતાએ પોલીસને જણાવ્યું કે, પતિની આ હરકત બાદ તેણે અંતર જાળવવાનો પ્રયત્ન કર્યો. એવામાં પતિ સેક્સ પાવર વધારવાની ગોળીઓ ખાઈને દુષ્કર્મ કરવા લાગ્યો. તેણે આવું ઘણીવાર કર્યું.

પીડિતાએ જણાવ્યું કે, તેના પતિને તેને યાતનાઓ આપવામાં બહુ મજા આવતી હતી. પીડિતાને ખબર પડી કે તેના પતિના બીજી ઘણી છોકરીઓ સાથે પણ સંબંધ છે, ત્યારબાદ પતિના અત્યાચાર બહુ વધી ગયા. તેણે મોબાઈલ લઈ લીધો અને પિયર સાથે વાત બંધ કરાવી દીધી.

તેને એક ઓરડામાં બંધક બનાવીને રાખવા લાગ્યો. કઈં બોલતી તો તેને પીટતો હતો. એક દિવસ તેને તક મળી તો તે ત્યાંથી ભાગીને પિતાના ઘરે ગ્વાલિયર આવી ગઈ. જ્યારે હું મારાં માતા-પિતા સાથે સાસરીમાં ફરિયાદ કરવા ગઈ તો, સાસુ-સસરાએ અમારી સાથે મારપીટ કરી અને ઘરેથી ભગાડી મૂક્યાં. તેમ છતાં અમે સંબંધ બચાવવાનો પ્રયત્ન કર્યો.

28 ઑગષ્ટે છેલ્લી વાર વાત થઈ, પરંતુ કઈ પરિણામ ન આવ્યું, ત્યારબાદ અમે કેસ કરવાનો નિર્ણય લીધો અને વકિલની સલાહ લીધા બાદ રવિવારે સાંકે કેસ દાખલ કર્યો. સીએસપી રવિ ભદૌરિયાએ જણાવ્યું કે, મહિલાની ફરિયાદના આધારે તેના પતિ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ઘટનાક્રમ મંદસૌર જિલ્લામાં થતાં, કેસ ડાયરી ત્યાં મોકલી દેવામાં આવી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.