નવરાત્રીનો માહોલ તો મુંબઈની લોકલ ટ્રેનમાં બરોબરનો ઝામ્યો, જુઓ મહિલાઓ ટ્રેનમાં ગરબે રમી : જુઓ વાઈરલ વિડિઓ

અજબ ગજબ

સોશિયલ મીડિયા પર તમને નવા-નવા વીડિયો વાયરલ થતા જોવા મળે છે. તેમાં ઘણા રસપ્રદ તો ઘણા ચોંકાવનારા વીડિયો હોય છે. નવરાત્રિ શરૂ થયા બાદ ગરબાના વીડિયો જોવા મળી રહ્યાં છે. ગુજરાતી લોકો ગમે ત્યાં ગરબા શરૂ કરી દે છે. હવે મુંબઈની ટ્રેનમાં ગરબાની રમઝટનો વીડિયો વાયરલ થયો છે. ( વિડિઓ નીચે આપેલો છે )

વીડિયો મુંબઈનો છે અને મહિલાઓ ગરબે રમી રહી છે. આ ગરબા કોઈ મેદાન કે હોલનો નથી પરંતુ મુંબઈની લોકલ ટ્રેનનો છે. ટ્રેનમાં સફર કરી રહેલી મહિલાઓ ગરબે રમી રહી છે. ટ્રેનમાં ગરબા રમતી મહિલાઓને જોઈ અન્ય યાત્રી વીડિયો બનાવી રહ્યાં છે.

મુંબઈ રેલવે યૂઝર્સના નામના ટ્વિટર હેન્ડલ પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. 22 સેકેન્ડના આ વીડિયોને લાખો લોકો જોઈ ચુક્યા છે. વીડિયો કલ્યાણનો હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં જોવા મળતી મહિલાઓ ગીત ગાઈ રહી છે અને ગરબે રમી રહી છે. ( વિડિઓ નીચે આપેલો છે )

જ્યારે આસપાસમાં બેઠેલી મહિલાઓ તેનો વીડિયો બનાવી રહી છે. વીડિયો પર ઘણા યૂઝર્સની કોમેન્ટ પણ આવી છે. તેમાંથી એક યૂઝર્સે કહ્યું કે આ તે લોકો માટે જે કહે છે કે મુંબઈમાં નાની-નાની કુશીઓ માટે કોઈ જગ્યા નથી.

આ વીડિયો તે બધા માટે કોઈ આશ્ચર્યથી ઓછો નથી. હાલ તો સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *