ગૌરવવંતુ સુરત / કોણ કહે છે કે લગ્ન થયા પછી પણ મહિલાઓ કંઇ કરી શકે નહીં, તે વાતને સુરતની એક મહિલાએ ફરી એક વાર ખોટી પડી દીધી છે, જુઓ કર્યું એવું કે આખા દેશમાં વટ પડી દીધો

ટોપ ન્યૂઝ સુરત

મુળ સુરત ની ખુશાલી શાહ VPR મિસિસ ઇન્ડિયા 2022માં (m સેકન્ડ રનર્સ અપ રહીને સૂરત નું નામ ફરી એક્વાર રોશન કર્યું છે. આપણે સાંભળ્યું જ છે કે મેરેજ પછી મહિલાઓ કઈ કરી શકતી નથી. એ વાતને સુરતની ખુશાલી શાહે ખોટી પાડી દીધી છે. આ કોમ્પિટિશન ની અંદર ઓલ ઓવર ઇન્ડિયામાંથી 39 જેટલી મહિલાઓએ આનિ અંદર ભાગ લીધો હતો VPR દ્વારા અમદાવાદ ખાતે મિસિસ ઇન્ડિયા 2022 નું સમારોહ યોજાયો હતો.

તેમાં તેને ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી. જેની અંદર સુરતની ખુશાલી શાહે પણ ભાગ લીધો હતો. આ કોમ્પિટિશન ની અંદર ઇન્ટ્રોડક્શન રાઉન્ડ, વન એન્ડ વન રાઉન્ડ, ટેલેન્ટ રાઉન્ડ, સવાલ જવાબ રાઉન્ડ અને રેમ્પ વોક જેવા અલગ અલગ રાઉન્ડ પાડવામાં આવ્યા હતા. જેની અંદર ઓલ ઓવર ઇન્ડિયામાંથી ટોટલ 39 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો.જેની અંદર સુરતની ખુશાલી શાહે સુંદર પ્રભુત્વ બતાવ્યું હતું. અને સેકન્ડ રનર્સ અપ બનીને સુરતનું નામ ફરી એકવાર આગળ વધાર્યું હતું.

તમને જણાવી દઈએ કે આ કોમ્પિટિશન ની અંદર પ્રિયંકા ગોયલ ખુરાના કે જેઓ મિસિસ અર્થ 2016 બન્યા હતા. તે ત્યાંના તેઓ બ્રાન્ડ એમ્બેસેડર હતા. આગળ વાત કરીએ તો ખુશાલી શાહ એક હાઉસ વાઈફ છે. અને એક હાઉસ વાઈફ ની સાથે સાથે તેમણે ખુબ સુંદર દેખાવ કરીને જ્જીસને મંત્ર મુગ્ધ બનાવી નાખ્યાં હતા. આપણે જાણીએ છીએ કે મહિલાઓ પણ દરેક ક્ષેત્રે આગળ આવે એવો સંદેશો આપતા ખુશાલી કહ્યું હતું કે મહિલાઓ લગ્ન પછી કઈ કરી શકે નહીં તેવી વિચારધારાને મનમાંથી સાવ નીકાળી દેવી જોઈએ. તેમનુ કહેવુ હતુ કે મહિલા ધારે એ કરી શકે છે. બસ તમારા પરિવારને સાથે રાખીને દરેક ક્ષેત્રને વસ્તુ પ્રાપ્ત કરી શકાય છે.

આગળ ખુશાલી શાહે કહ્યું હતું કે, હું પરિણીત છું મારે બે બાળકો છે પરિવારને સાથે રાખીને અત્યારે હું અહીંયા સુધી પહોચી છું. અને અન્ય મહિલાઓ પણ દરેક ક્ષેત્રે આગળ આવે એવો હું સંદેશો તેમને અપુ છું. પરંતુ આજે મહિલા દિવસની ઉજવણી બધે જ જોવા મળી રહી છે ત્યારે આ મહિલાએ જે રીતે પોતાની સિદ્ધિ હાસલ કરી છે. ત્યારે પરિવાર અને સમાજમાં ખુબ જ આનંદ નો માહોલ બની ગયો છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.