પરંપરા હજુ પણ જીવે છે, જુઓ આધુનિક યુગમાં પણ હજી કુંભારની આ વાસ્તુ માંટે એવી માંગ છે કે તમે પણ કહેશો કે સાચી વાત

ગુજરાત ટોપ ન્યૂઝ

નવરાત્રિને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે આ તહેવારની ઉજવણી માટે વિવિધ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અત્યારના સમયમાં અલગ-અલગ પ્રકારના આધુનિક ગરબા જોવા મળે છે. આધુનિક સમયમાં હવે માટીના ગરબાની જૂની પરંપરા લુપ્ત થઈ રહી છે.

પરંતુ બોટાદના ગઢડામાં આજેપણ માટીના ગરબાની પરંપરા જોવા મળે છે. ગઢડામાં કુંભાર પરિવાર દ્વારા ચાકડા ઉપર માટીના ગરબા બનાવવામાં આવે છે. હવેના આધુનિક યુગમાં ચિનાઈ માટીના અલગ-અલગ ડિઝાઈન અને રંગબેરંગી ગરબા બજારમાં જોવા મળે છે. જેણે પરંપરાગત ગરબીઓના ક્રેઝને ઘટાડી દીધો છે.

પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ લોકો જૂની પરંપરા પ્રમાણે માટીના ગરબાની ખરીદી કરીને જૂની પરંપરાને જીવંત રાખી રહ્યા છે. જેથી માટીનું કામ કરતા પરિવારને રોજીરોટી મળી રહે. ગઢડામાં લોકો માટીના ગરબા ખરીદવા આવતાં કુંભાર પરિવારમાં પણ આનંદની લાગણી જોવા મળી છે.

નવરાત્રિને હવે ગણત્રરીના દિવસો બાકી છે ત્યારે આધુનિક યુગમાં હવે અલગ અલગ પ્રકારના આધુનિક ગરબા જોવા મળે છે અને માટીના ગરબાની જુની પરંપરા લુપ્ત થઈ રહી છે, ત્યારે નવરાત્રી દરમ્યાન અખંડ દીવા અને આદતી માટે ચાલતી આવેલી પ્રાચીન માટીના ગરબાની પરંપરા હજુ ગ્રામ્ય વિસ્તારમાં જળવાઈ રહી છે.

કુંભારના ચાકડા પર આકાર પામીને નિભાંડામા પાકેલા માટીના ગરબાની માંગ જોવા મળે છે. વિશ્વનો સૌથી લાંબો તહેવાર એટલે નવરાત્રિ. દરેક ગુજરાતી નવરાત્રિની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યો હોય છે. તેમાં પણ કોરોના જેવા કપરા કાળ બાદ નવરાત્રિની હવે ઘડીઓ ગણાઇ રહી હોય ત્યારે દરેક ગુજરાતી ગરબે ઘુમવા થનગની રહ્યો છે.

નવરાત્રિ શક્તિની ઉપાસનાનો તહેવાર છે, સાથે ગુજરાતીઓના લોહીમાં નવરાત્રીનો તહેવાર એવો સમાઇ ગયો છે કે, જ્યાં ગુજરાતી વસતા હોય ત્યાં નવરાત્રીનો તહેવાર તો ઉજવાય જ. આસો સુદ એકમથી નવરાત્રીનો પ્રારંભની સાથે જ વાતાવરણમાં દિવ્યતાનો અણસાર પથરાઇ જશે.

ગરબીની પ્રથાને જાળવી રાખતા કુંભાર મેરામભાઈ જણાવે છે કે, આધુનિક યુગમાં હવે ગરબા પણ અલગ અલગ પ્રકારના બજારમાં જોવા મળી રહ્યા છે અને માટીના ગરબાની પરંપરા થોડી લુપ્ત થઈ રહી છે, ત્યારે ગ્રામ વિસ્તારોમાં માટીના ગરબાની પરંપરા જોવા મળે છે. ત્યારે બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં કુંભાર પરિવાર દ્વારા ચાકડા ઉપર આકાર પામેલા માટીના ગરબા બનાવવામાં આવી રહ્યા છે.

હવેના આધુનિક યુગમાં હવે અલગ અલગ ડિઝાઈન અને રંગબેરંગી ગરબા બજારમાં જોવા મળે છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારના લોકો જુની પરંપરા મુજબ પ્રાચીન માટીના ગરબાની ખરીદી કરીને જુની પરંપરાને જીવંત રાખી રહ્યા છે. જેથી ગ્રામ્ય વિસ્તારમાં પ્રાચીન માટીના ગરબાની માંગ થઈ રહી છે.

આધુનિક યુગમાં માટીના ગરબાની પરંપરા લુપ્ત થઈ રહી છે, ત્યારે ગ્રામ વિસ્તારોમાં લોકો માટીના ગરબાની માંગ કરી રહ્યા છે. જેથી માટીકામ કરતા પરીવારોને રોજીરોટી મળી રહે છે. હાલ માટીના ગરબાની માંગ છે ત્યારે ગઢડામા માટીના ગરબા બનાવતા કુંભાર પરીવારમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે, કારણ કે તેમની આવકમાં વધારો થઈ રહ્યો છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.