આ ભાઈને જોઈને તો ટેસ્લાવાળા પણ ગોથું ખાઈ જશે, માથે આટલો બધો સામાન લઈને છુટા હાથે હાંકે છે સાયકલ, વિડિઓ જોઈને તમે ગોથું ખાઈ જશે : જુઓ વિડિઓ

અજબ ગજબ

સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક પ્રકારના વિડીયો વાયરલ(Viral video) થતા રહેતા હોય છે. ક્યારે તો એવા પણ વિડીયો સામે આવતા હોય છે, જેની કલ્પના પણ ન કરી શકાય. ત્યારે આવો જ એક વિડીયો સામે આવ્યો છે. જેને જોઇને તમારી આંખો પણ થોડી ક્ષણો માટે પહોળીને પહોળી રહી જશે. (વિડિઓ નીચે આપેલો છે) 

આ વિડીયોમાં એક વ્યક્તિ સાયકલ લઈને જતો નજરે પડે છે. પરંતુ માત્ર સાયકલ લઈને જ નહી પરંતુ છુટા હાથે અને માથા પર બારણા જેવો કઈ સામાન રાખીને જઈ રહ્યો છે. અમુક વ્યક્તિઓ તો ચાલુ રસ્તા પર કોઈ કારણ વગર હચમચી જતા હોય છે, પરંતુ તેના આ જબરદસ્ત આત્મવિશ્વાસને જોઇને લોકો બે મોઢે તેના વખાણ કરી રહ્યા છે.

આજે પણ સાયકલને ઓછી ખર્ચાળ અને પાવરફુલ રાઈડ માનવામાં આવે છે. આનાથી કસરત પણ થઇ જાય છે અને વ્યક્તિનું કામ પણ થાય છે. વાયરલ થઈ રહેલા વિડીયોમાં એક વ્યક્તિ સાઈકલ પર જઈ રહ્યો છે, પરંતુ આ દરમિયાન તે સાઈકલનું હેન્ડલ પોતાના હાથથી પકડી રહ્યો નથી એટલે કે છુટા હાથથી સાયકલ ચલાવી રહ્યો છે. (વિડિઓ નીચે આપેલો છે)

જેને જોઇને સૌ કોઈ લોકો દંગ રહી ગયા. વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ પોતાના માથા પર કેટલોક સામાન લઈને સાઈકલ પર લઈ જઈ રહ્યો છે. નવાઈની વાત તો એ છે કે, વ્યક્તિ બંને હાથે સામાન પકડીને સાઈકલને પગથી પેડલ કરી રહ્યો છે. તે પણ રસપ્રદ છે કે આ વ્યક્તિ જે માર્ગ પર સાયકલ ચલાવે છે તે ખૂબ જ વ્યસ્ત છે.

આવી સ્થિતિમાં, હેન્ડલને પકડી રાખ્યા વિના માથા પર માલસામાનને સંતુલિત કરવું અશક્ય કામ છે, જે તેણે શક્ય કરી બતાવ્યું. આ વિડીયો IPS આરિફ શેખે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કર્યો છે અને તેની સાથે તેણે ખૂબ જ રમુજી કેપ્શન લખ્યું છે – ઔર કુછ મિલે ના મિલે… લાઈફ મેં બસ ઇતના કોન્ફિડન્સ મિલ જાયે…

આ વિડીયો 7 જાન્યુઆરીએ શેર કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં તેને લગભગ 4 લાખ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે 19 હજારથી વધુ લોકો તેને લાઈક આપી ચુક્યા છે. આ અંગે કોમેન્ટ કરતા લોકોએ આ વિડીયો ને અવિશ્વસનીય ગણાવ્યો છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *