ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાં આવેલું 51 શક્તિપીઠોમાંનું એક શક્તિ પીઠ બહુચરાજી શક્તિધામ અનેક પૌરાણિક રહસ્યો થી ગૂંથાયેલું છે. જેમાં શક્તિ સ્વરૂપમા માં બહુચર ની સવારી કૂકડાનો સુવર્ણ અને પ્રાચીન ઈતિહાસ આજે પણ જળવાઈ રહ્યો છે. દુનિયાભર માંથી બહુચર માતાની માણતા માણવા માટે હાજોરો ભક્તો આવે છે અને માનતા પૂર્ણ થતાં મંદિરના પ્રાંગણમાં કૂકડા રમતા મૂકે છે.
મંદિરમાં કુંકડો રમતો મુકવાની પ્રથા એક દમ પ્રાચીન પરંપરા છે. ભક્તોએ મંદિરમાં રમતા મૂકેલા કૂકડાઓની સાર સંભાળથી માંડીને ચણ આપવા સુધીની જવાબદારી આજે પણ સરકાર તરફથી નિયુક્ત થયેલું વહીવટી તંત્ર સંભાળે છે. લોકવાયકા મુજબ, ચુંવાળ પ્રદેશ એટલે કે હાલના બહુચરાજી આસપાસના વિસ્તારમાં લોકો ને હેરાન કરનાર દંઢાસૂરને હણવા માટે માતા બહુચર બાળ સ્વરૂપે પ્રગટયા હતા.
માં બહુચરના ક્રોધ થી બચવા માટે દંઢાસૂર ગામના કૂકડાઓ વચ્ચે કૂકવાઈ કૂકડો બનીને સંતાઈ ગયો હતો. તેને શોધવા બાળા સ્વરૂપ બહુચર માતાજીએ તેમના લલાટનું કુમકુમ તમામ કૂકડાઓ પર છાંટ્યું હતું. જેમાં અસલી કૂકડા રંગબેરંગી બની ગયા હતા અને દંઢાસૂર તેના અસલી રૂપમાં આવી ગયો હતો.
માં બહુચર એ દંડાસુર ની છાતીમાં ત્રિશૂળ મારીને તેનો વધ કર્યો હતો. ત્યાર પછી કુકડાઓએ માં બહુચરને વિનંતી કરી કે રાક્ષસે અમારી જાતિ ને અભડાવી છે હવે અમને કોણ સ્વીકારશે? ત્યારે બહુચર માં એ કહ્યું હતું કે, આજથી હું તમારા પર સવાર થઈશ અને તમે મારી સવારી બનશો ત્યાર થી કુંકડો માં બહુચર નું પ્રિય વાહન છે. ભક્તો પૌરાણિક પરંપરા મુજબ માનતા પૂર્ણ થતાં માં બહુચર ના પ્રિય વાહન કૂકડાને મંદિરમાં રમતા મૂકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!