આલે લે તારે / શું તમે ક્યારેય શરતોને આધીન મેરેજ થતા જોયા છે? જુઓ આ યુવતીએ રાખી એવી 8 મજેદાર શરતો કે જાણીને તમે પણ ગોથું ખાઈ જશો

અજબ ગજબ ટોપ ન્યૂઝ

તમે લવ મેરેજ અને અરેન્જ મેરેજ વિશે તો સાંભળ્યુ હશે પણ શું તમે ક્યારેય શરતોને આધીન થતાં મેરેજ વિશે સાંભળ્યું છે? સોશિયલ મીડિયા પર હાલ એક લગ્નનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક યુવતીએ લગ્ન કરતી વખતે એવી શરતો રાખી કે જેના વિશે જાણીને બીજી યુવતીઓ પણ શરતોને આધીન લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી રહી છે. તો આખરે કન્યાએ કઈ કઈ શરતોને આધીન લગ્ન કર્યા જુઓ આ રિપોર્ટમાં… 

લગ્નને સાત જન્મોનો બંધન માનવામાં આવે છે. લગ્ન સમયે વરરાજા અને કન્યા એકબીજાને કેટલાક વચનો પણ આપતા હોય છે. એવામાં સોશિયલ મીડિયા પર એક લગ્ન ચર્ચામાં છે અને ચર્ચાનું કારણ છે શરતોને આધીન થતાં લગ્ન. એક યુવતી તેના લગ્ન પહેલા વરરાજા સમક્ષ કેટલીક શરતો રાખી છે. વીડિયોમાં તમે વરરાજા અને કન્યાને જોઈ શકો છો.

વરરાજા અને કન્યા એક મોટા કાર્ડ પર સાઈન કરી રહ્યા છે. આ કાર્ડ કોઈ સામાન્ય કાર્ડ નહીં પણ ક્રોન્ટ્રાક્ટ પેપર છે. જેના પર લગ્ન બાદની કેટલીક શરતો લખવામાં આવી છે. પેપર પર અંગ્રેજીમાં 8 શરતો લખવામાં આવી છે. લગ્નની શરતોની વાત કરીએ તો પહેલી શરત બંને મહિનામાં ફક્ત એક પિઝા ખાશે.

બીજી શરત પતિદેવને હંમેશા ઘરના ભોજનને હા કહેવું પડશે. ત્રીજી શરત કન્યા વિશે છે જેમાં કહેવામાં આવ્યું છે કે લગ્ન બાદ કન્યાને ઘરમાં સાડી પહેરવી પડશે. ચોથી શરત વરરાજા નાઈટ પાર્ટી તો કરી શકે છે પણ ફક્ત તેની પત્ની સાથે.. પાંચમી શરત એ છે કે બંનેને દરરોજ જીમમાં જવું પડશે.

છઠ્ઠી શરત પ્રમાણે વરરાજાએ દર રવિવારે નાસ્તો બનાવવો પડશે. સાતમી શરત મુજબ વરરાજાએ દરેક પાર્ટીમાં કન્યાની સુંદર તસવીરો લેવી પડશે. આઠમી શરત જેમાં લખવામાં આવ્યું છે કે દર 15 દિવસે વરરાજાએ કન્યાને શોપિંગ માટે લઈ જવું પડશે. આ શરતો જાણીને ઘણા લોકોને સમજાઈ રહ્યું નથી કે આ લગ્ન થઈ રહ્યા છે કોઈ ક્રોન્ટ્રાક્ટ.

મોટાભાગના લોકોને આ ક્રોન્ટ્રાક્ટની શરતો પસંદ આવી રહી છે, જ્યારે યુવતીઓને 8માં નંબરની શરત કે જેમાં શોપિંગનો ઉલ્લેખ છે તે ખુબ પસંદ આવી રહી છે. સોશિયલ મીડિયા પર કન્ડીશન્સ એપ્લાઈવાળા લગ્નનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને કેટલાક લોકો શરતોને લઈને તેની મજા લઈ રહ્યા છે તો કેટલાક લોકોને આ યૂનિક આઈડિયા ખુબ પસંદ આવી રહ્યો છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *