હાલમાં ગુજરાતના વલસાડ માંથી એક ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, વલસાડના પારડી પોલીસે વાહન ચેકિંગ કરતા વિદેશી યુવતીઓના વાહનમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી દમણથી લવાયેલો દારૂ અને ઈકો કારને પોલીસે કાર જપ્ત કરી છે.
કારમાં ડ્રાઈવર ક્લિનર સાથે સવાર 5 વિદેશી યુવતીઓ પાસેના પર્સ ચેક કરતાં પાંચેય યુવતીના પર્સમાંથી વિદેશી દારૂની 8 બોટલ મળી આવી હતી. આ તમામ યુવતી થાઈલેન્ડની હોવાનો દાવો કરાયો છે. જેને સુરત ભરુચનો ડ્રાઈવર ક્લીનર દમણ ભાડા પર કાર નક્કી કરી ફરવા લાવ્યો હતો. થાઈલેન્ડની યુવતીઓ પાસેથી મળી આવેલા દારુની કિંમત 40 હજાર આંકવામાં આવી છે.
મૂળ થાઈલેન્ડની યુવતીઓ સુરત અને ભરૂચથી કાર ભાડે કરી દમણ ખાતે ફરવા ગયેલી હતી. દમણમાં ખાણીપીણીની મોજ કરી તે ફરી ગુજરાતમાં આવી રહી હતી. દરમિયાન તેમને પોલીસે દારૂ સાથે હોય ઝડપી પાડી હતી. પોલીસે ડ્રાઈવર ક્લીનરને નિવેદન લઈ જવા દીધા હતા. જ્યારે આ પાંચેય થાઈલેન્ડની યુવતી સામે પોલીસે વિવિધ પ્રોહીબીશનની કલમ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરીવધુ કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!