પંચાયતે ‘તાલિબાની’ સજા આપી / બિહારમાં પરિણીતાને સાસરેથી ભગાડી જવાનો યુવક પર આરોપ લગાડી પંચે એવો માર માર્યો કે મારી મારીને ભૂત બનાવી દીધો : જુઓ વિડિઓ

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

બિહારના અરરિયામાં એક યુવકને થાંભલે બાંધીને માર મારતો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં એક યુવકને થાંભલે બાંધેલો છે અને ગામના લોકો ચારે બાજુ બેઠા છે. જ્યારે, એક વ્યક્તિ તે યુવકને લાકડીથી ઢોર માર મારી રહ્યો હતો. ( મારામારીનો વિડિઓ નીચે આપેલો છે )

યુવક પોતે નિર્દોષ હોવાનું જણાવીને છોડી દેવાની આજીજી કરતો રહ્યો હતો, પરંતુ કોઈનું દિલ ઓગળ્યું નહતું. યુવકને ઢોર માર મારતા જોઈને માસુમ બાળકો પણ ડરથી રડવા લાગ્યા હતા. આ મામલો નરપતગંજ બ્લોકના ફુલકાહાના અચરા લક્ષ્મીપુરનો છે.

મળતી માહિતી મુજબ, આ મામલો ફુલકાહા પોલીસ સ્ટેશન વિસ્તારના આચરા ગામના લક્ષ્મીપુર વોર્ડ નંબર 11નો છે. યુવકની ઓળખ મહેશ કુમાર યાદવ, પિતા કપિલ દેવ યાદવ આચારા વોર્ડ નંબર 11ના રહેવાસી હતો. યુવક પર એક પરિણીત મહિલાને સાસરિયામાંથી ભાગાડી જવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ( વિડિઓ નીચે આપેલો છે )

આ અંગે ગ્રામજનોને જાણ થતાં પંચાયત બોલાવવામાં આવી હતી. પંચે યુવકને દોષીત ગણાવતા થાંભલે બાંધીને ધોલાઈ કરવાની સજા સંભળાવી હતી. તેને જોવા માટે સેંકડો ગ્રામજનો ઉમટી પડ્યા હતા. પરિણીતા પણ યુવકને ઢોર માર મારતા ચૂપચાપ જોઈ રહી હતી.

પરિણીતાના લગ્ન દોઢ માસ પહેલા બબુઆનમાં થયા હતા. ગયા ગુરુવારે તે તેના પીયરમાં આવી હતી. ગ્રામજનોના આરોપ છે કે યુવક તેને તેની બાઇક પર ફુલકાહા માર્કેટમાં છોડી ગયો હતો. જેના કારણે રોષે ભરાયેલા ગ્રામજનોએ પંચાયત બોલાવીને યુવકને આ તાલિબાની સજા આપવામાં આવી હતી અને તેને થાંભલા સાથે બાંધીને માર માર્યો હતો.

આ દરમિયાન ત્યાં હાજર કોઈ વ્યક્તિએ પોતાના મોબાઈલથી ઘટનાનો વીડિયો બનાવીને વાયરલ કરી દીધો હતો. મળતી માહિતી મુજબ, પોલીસે આ મામલાને ગંભીરતાથી ધ્યાનમાં લીધો છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/06/13/69_1655109767/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *