સુરત શહેરના કોસાડ ફાયર સ્ટેશનના ડીવીજનલ ફાયર ઓફિસર વિવાદના કોકડામાં ફસાઈ ગયા છે. ડીવીજનલ ફાયર ઓફિસર વિજયકાંત તિવારી સામે ગંભીર આક્ષેપો લાગ્યા છે. “તુષાર મેપાણી નામના એક ફેસબુક યુઝરે આક્ષેપ લગાવતા લખ્યું છે કે”, વિજયકાંત તિવારી ડીવીજનલ ફાયર ઓફિસર ફાયર સ્ટેશનમાં જ તેની પ્રેમિકાને બોલાવે છે અને સ્ટાફની સામે જ ખરાબ કાર્ય કરે છે. ( નીચે ફોટા આપેલા છે )
વધુમાં આ ફેસબુક યુઝરે ગંભીર આક્ષેપો કરતા કહ્યું છે કે, વિજયકાંત તિવારી ફાયરના વાહનોમાંથી પેટ્રોલની ચોરી કરીને બાટલામાં ભરીને પોતાના બેગમાં સાથે લઈ જાય છે. આ પ્રકારના આક્ષેપો લગતા ફાયર વિભાગમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ફેસબુક યુઝર તુષાર મેપાણી દ્વારા અમુક ફોટો પણ પોસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં કોઈ યુવતી રીક્ષામાં આવે છે, જયારે અન્ય એક તસ્વીરમાં યુવતી બેઠેલી જોવા મળે છે. જેથી ફેસબુક યુઝર દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે વિજયકાંત તિવારી પ્રેમિકાને બોલાવે છે અને ના કરવાનું કરે છે.
સાથે ફેસબુક યુઝર દ્વારા વધુ બે તસ્વીરો શેર કરી છે, જે તસ્વીરોમાં બેગમાં પેટ્રોલનો બાટલો જોઈ શકાય છે, જેને લઈને ફેસબુક યુઝર તુષાર મેપાણીએ આક્ષેપ કરતા કહ્યું છે કે, ફાયરના વાહનમાંથી આ પેટ્રોલ ચોરી કરીને બેગમાં સાથે લઈ જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!