નાસ્ત્રેદમસની ડરાવણી ભવિષ્યવાણી / વર્ષ 2022 ભારે ઉથલપાથલવાળું છે, 2022 માં થશે આ મોટી આફતોનો વરસાદ- પૃથ્વીનો થશે વિનાશ

ટોપ ન્યૂઝ

નવા વર્ષ 2022ની શરૂઆત થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. કોરોના મહામારીનો સામનો કરી રહેલી દુનિયા સામે મોટો પ્રશ્ન એ છે કે આવનારું વર્ષ 2022 કેવું રહેશે? પ્રખ્યાત ફ્રેન્ચ ભવિષ્યવેત્તા ‘માઈકલ ડી નાસ્ત્રેદમસ(Michael de Nostradamus)’ એ દુનિયા વિશે ઘણી એવી ભવિષ્યવાણીઓ કરી હતી જે ચોંકાવનારી છે. નાસ્ત્રેદમસે તેના પુસ્તક લેસ પ્રોફેટિસમાં આવી હજારો ભવિષ્યવાણીઓ કરી હતી, જેમાંથી મોટા ભાગની સાચી સાબિત થાય છે.

નાસ્ત્રેદમસ દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણીઓ પર વિશ્વ વિશ્વાસ કરે છે, કારણ કે તેની ઘણી ભવિષ્યવાણીઓ સાચી પડી છે. નોસ્ટ્રાડેમસે વર્ષ 2022 માટે પણ ભવિષ્યવાણી કરી છે જે વિશ્વ માટે ખૂબ જ ડરામણી છે. વર્ષ 2022 માટે કરેલી તેમની આગાહીઓમાં તેમણે પૃથ્વી પરના વિનાશનો સંકેત આપ્યો છે.

ફ્રાન્સમાં જન્મેલા નોસ્ત્રાડેમસની 465 વર્ષ જૂની ભવિષ્યવાણીઓ આજે પણ લોકોને સ્તબ્ધ કરી રહી છે. નોસ્ત્રાડેમસે સદીઓ પહેલા લેસ પ્રોફેટીસ નામના પુસ્તકમાં દુનિયા વિશે અનેક ભવિષ્યવાણીઓ કરી હતી. આ બુકની પહેલી એડિશન 1555માં આવી હતી. પુસ્તકમાં કુલ 6338 ભવિષ્યવાણીઓ છે જેમાંથી 70 ટકા સાચી પડી છે. તેમની ભવિષ્યવાણીઓ કઈંક છંદમાં લખાયેલી છે, જેને ‘ક્વોટ્રેન’ કહે છે. નવું વર્ષ આવવાનું છે આવામાં વર્ષ 2022 માટે નોસ્ત્રાડેમસે શું કહેલું છે તે જાણીએ.

2022માં શું છૂપાયેલું છે?
ફ્રેન્ચ ફિલોસોફર નોસ્ત્રાડેમસે ભવિષ્યવાણીમાં એ પણ જણાવ્યું છે કે દુનિયા ક્યારે, ક્યા અને કેવી નાટકીય રીતે ખતમ થઈ જશે. તેમની અનેક ભવિષ્યવાણીઓ જેમ કે હિટલરની તાકાતમાં વધારો, ફ્રેન્ચ ક્રાંતિ, દ્વિતિય વિશ્વયુદ્ધ, 11 સપ્ટેમ્બરનો આતંકી હુમલો અને પરમાણુ બોમ્બના વિકાસની વાત એકદમ સાચી ઠરી. તેમણે કોરોના મહામારીની શરૂઆતની ભવિષ્યવાણી પણ કરી હતી. વાર્ષિક રાશિફળ મુજબ તેમની 70 ટકાથી વધુ ભવિષ્યવાણીઓ અત્યાર સુધીમાં પૂરી થઈ ચૂકી છે. ફ્રાન્સના મહાન જ્યોતિષનું મોત 2 જુલાઈ 1566માં થયું હતું. પરંતુ તેમની ભવિષ્યવાણીઓએ તેમના નામને હજુ જીવિત રાખ્યા છે. નોસ્ત્રાડેમસના ફોલોઅર્સ મુજબ તેમણે 2022ને એક ખરાબ વર્ષ બતાવ્યું છે. આ દરમિયાન દુનિયામાં શું થઈ શકે છે અને કેવી રીતે બચાવ કરી શકાય તે જાણીએ.

અણુ બોમ્બ વિનાશ વેરશે:
નાસ્ત્રેદમસએ પોતાની ભવિષ્યવાણીમાં કહ્યું છે કે વર્ષ 2022માં પરમાણુ બોમ્બ વિસ્ફોટ થશે, જેનાથી ક્લાઈમેટ ચેન્જ થશે. આ સિવાય પૃથ્વીની સ્થિતિમાં પણ ફેરફાર થઈ શકે છે.

પૃથ્વી પર ઉથલપાથલ થશે:
નાસ્ત્રેદમસએ વર્ષ 2022 વિશેની પોતાની ભવિષ્યવાણીમાં ઘણી ડરામણી વાતો કહી છે. તેણે કહ્યું છે કે આ વર્ષે પૃથ્વીને ઘણું નુકસાન થશે. એસ્ટરોઇડ પૃથ્વી પર વિનાશ સર્જી શકે છે. સમુદ્રમાં મોટા મોટા ખડકો પડશે, જેના કારણે ભયંકર મોજાઓ થશે જે પૃથ્વીની આસપાસ ફેલાઈ જશે. દરિયાની સપાટી વધવાથી ભારે નુકસાન થશે.

મોંઘવારી વધશે:
નાસ્ત્રેદમસની આગાહી મુજબ વર્ષ 2022માં મોંઘવારી બેકાબૂ બની જશે. યુએસ ડોલરમાં તીવ્ર ઘટાડો થશે. ફ્રાન્સના એક પ્રસિદ્ધ ભવિષ્યવેત્તાએ કહ્યું છે કે વર્ષ 2022માં લોકો સોનું, ચાંદી અને બિટકોઈનને પ્રોપર્ટી મા

અંધકાર વિશ્વને આવરી લેશે:
નાસ્ત્રેદમસએ ભવિષ્યવાણી કરી છે કે વર્ષ 2022માં વિનાશ બાદ શાંતિ આવશે. આ પહેલા દુનિયા 72 કલાક સુધી અંધકારમય રહેશે. તેમણે કહ્યું કે પાનખર ઋતુમાં પર્વતો પર હિમવર્ષા થઈ શકે છે. કુદરતી ઘટના પછી ઘણા દેશો વચ્ચેના યુદ્ધનો અંત આવશે. દુનિયા ત્રણ દિવસ સુધી અંધકારમય રહેશે ત્યાર બાદ આધુનિક જીવનનો અંત આવશે.

ફ્રાન્સમાં ભારે તોફાન:
નાસ્ત્રેદમસએ પોતાની ભવિષ્યવાણીમાં કહ્યું છે કે વર્ષ 2022માં ફ્રાન્સમાં મોટું સંકટ આવશે. આ દેશમાં આવશે મોટું તોફાન, જેના કારણે તબાહી થશે. આ વાવાઝોડાને કારણે વિશ્વના અનેક વિસ્તારોમાં ભીષણ આગ, દુષ્કાળ અને પૂર જેવી સ્થિતિ સર્જાશે. આગાહી મુજબ, વર્ષ 2022માં મોટા પાયે ભૂખમરો જોવા મળશે.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માણસો પર હુમલો કરશે:
નાસ્ત્રેદમસએ પોતાની ભવિષ્યવાણીમાં એક આશ્ચર્યજનક વાત કહી છે. તેમણે કહ્યું છે કે વર્ષ 2022માં પર્સનલ કોમ્પ્યુટરનું મગજ મનુષ્યને નિયંત્રિત કરી શકે છે. વર્ષ 2022માં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માનવ ઈન્ટરફેસ કોમ્પ્યુટર રાજ કરશે. આ સાથે રોબોટ્સ માનવ જાતિનો અંત લાવશે.

ભૂમધ્ય સમુદ્રમાં વિસ્ફોટ થઈ શકે છે:
નાસ્ત્રેદમસએ પોતાની ભવિષ્યવાણીમાં મોટા ધડાકાની આગાહી કરી છે. આગાહીઓ અનુસાર, મેનોર્કા ટાપુ નજીક ભૂમધ્ય સમુદ્રમાં મિસાઈલ પરીક્ષણ દરમિયાન મોટો વિસ્ફોટ થઈ શકે છે.

નોસ્ત્રાડેમસની ભવિષ્યવાણીઓના અનુવાદક અને દુભાષિયાના જણાવ્યાં મુજબ નોસ્ત્રાડેમસે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનના મોતની ભવિષ્યવાણી કરી છે. સેન્ચુરિયા IV ના 14માં ક્વોટ્રેનમાં તેમણે લખ્યું છે કે એક શક્તિશાળી વ્યક્તિના અચાનક મોતથી બદલાવ આવશે. તેનાથી રાજ્યમાં નવો ચહેરો ઉભરીને આવી શકે છે. નોસ્ત્રાડેમસની થીયરી પર ભરોસો કરનારાનું અનુમાન છે કે નાટકીય રીતે જે મોટા નેતાના વજન ઘટવા અને તેના સ્વાસ્થ્ય અંગે સતત અફવાઓનો દોર ચાલ્યો તે ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉન છે. આ વર્ષ ઓક્ટોબરમાં એક મિસાઈલ પ્રદર્શન બાદ તેઓ જોવા મળ્યા થી. જે છેલ્લા 7 વર્ષની સૌથી લાંબી ગેરહાજરી હતી. કિમની તસવીર 15 નવેમ્બરે સામે આવી તો તેમાં તેમના સ્વાસ્થ્ય અંગે જે અટકળો ચાલુ હતી તેને બળ મળી ગયું.

પૃથ્વી સાથે ટકરાશે ધૂમકેતુ
નોસ્ત્રાડેમસે પોતાના એક ક્વોટ્રેનમાં પૃથ્વી સાથે ધૂમકેતુ ટકરાવવાની વાત પણ કરી છે. જે ભૂકંપ અને પ્રાકૃતિક આફતોનું કારણ બનશે. પૃથ્વીની કક્ષામાં પ્રવેશ કર્યા બાદ તે એસ્ટેરોઈડ ઉકળવાનું શરૂ કરશે. આકાશમાં આ નજારો ગ્રેટ ફાયર જેવો જોવા મળશે.

બ્રેઈન ચિપ કોન્સેપ્ટ એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર નિર્ભરતા વધશે
માનવ જાતિને બચાવવા માટે અમેરિકી સૈનિકોને ઓછામાં ઓછું દિમાગી સ્તરે સાઈબોર્ગ્સની જેમ બદલી નાખવામાં આવશે. આ માટે બ્રેઈન ચિપનો ઉપયોગ કરવામાં આવશે. આ ચિપ માણસના મગજની બાયોલોજિકલ ઈન્ટેલિજન્સને વધારવાનું કામ કરશે. તેનો અર્થ એ થયો કે આપણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને પોતાની બુદ્ધિ અને શરીરમાં સામેલ કરશે.

પ્રવાસીઓનું સંકટ
નોસ્ત્રાડેમસ આ સંકટ વિશે લખે છે કે લોહી અન ભૂખની મોટી આફત આવશે. અહીં સાતવાર સમુદ્ર તટ, ભૂખ અને બંદી બનાવવાની વાત લખાઈ છે. તેનો અર્થ એ છે કે યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષ માણસોની ભૂખ વધારશે. તેનાથી ગેરકાયદેસર પ્રવાસીઓનો પ્રવાહ વધશે. લોકો સમુદ્રી રસ્તે બીજા દેશો તરફ રવાના થશે. જાણકારોનું માનવું છે કે અહીં સાતવાર સમુદ્ર તટોનો ઉલ્લેખ થવાનો અર્થ એ છે કે 2022માં વીતેલા વર્ષોની સરખામણીએ સામાન્યથી 7 ગણા વધુ પ્રવાસી યુરોપના સમુદ્ર તટો પર પહોંચશે. આમ પણ ઈંગ્લિશ ચેનલમાં 27 લોકોના મોત બાદ બ્રિટન, અને યુરોપમાં ગેરકાયદેસર અપ્રવાસન એક ગરમાગરમ રાજનીતિક ચર્ચાનો મુદ્દો પણ બનેલો છે.

યુરોપમાં યુદ્ધ
2022ની ભવિષ્યવાણીઓમાં એકનો સંબંધ ફ્રાન્સની રાજધાની સાથે પણ છે. જે યુરોપમાં યુદ્ધ થવાનો સંકેત આપે છે. આ પેરેગ્રાફમાં નોસ્ત્રાડેમસે લખ્યું છે કે એક મહાન શહેરની ચારેબાજુ ખેતરો અને શહેરોમાં રહેનારા સૈનિક હશે. ફ્રેન્ચ અનુવાદકો અને તેના સમર્થકોએ જણાવ્યું કે તેમાં તેમણે ફ્રાન્સની રાજધાની પેરિસની ઘેરાબંધી થવા અને યુરોપમાં યુદ્ધના સંકેત આપ્યા છે. જેની સરખામણી વીતેલા 10 વર્ષની ઘટનાઓ સાથે કરીએ તો આ જ વર્ષે હાલમાં જ ફ્રાન્સની રાજધાનીમાં કોવિડ પ્રતિબંધોને લઈને થયેલા તોફાનો વચ્ચે અરાજક દ્રશ્યો અને ઘટનાઓ જોવા મળી. વર્ષ 2015માં પેરિસમાં થયેલા ISIS ના હુમલામાં 130 લોકોના મોત થયા હતા. આ દ્વિતિય વિશ્વ યુદ્ધ બાદ ફ્રાન્સ પર સૌથી ઘાતક હુમલો હતો.

ભૂકંપ
કહેવાય છે કે નોસ્ત્રાડેમસની સેન્ચ્યુરિયા III ના ત્રીજા ક્વાટ્રેનમાં 2022માં જાપાનમાં એક મોટા ભૂકંપની ભવિષ્યવાણી કરાઈ છે. તેમણે લખ્યું છે કે ચરમ સંકટ તરફ/ એશિયાનો એક દેશ હશે. તેની ઊંડાઈ પ્રમાણે તેને ભૂકંપ કહેવામાં આવશે. આ વર્ષ 7 ઓક્ટોબરે જાપાનમાં 5.9ની તીવ્રતાવાળા ભૂકંપે ગ્રેટર કાંટો વિસ્તારને હચમચાવી નાખ્યો હતો. તેણે ભવિષ્યમાં ભૂકંપથી મોટી તબાહી સર્જાવવાના સંકેત આપ્યા હતા. આ ભૂકંપ 11 માર્ચ 2011ના રોજ તોહોકૂ વિસ્તારને તબાહ અને બરબાર કરનારા ભૂકંપના આંચકા જેવો હતો. જેણે જાપાનની રાજધાની માટે પણ શુભ સંકેત નહતા આપ્યા.

યુરોપિયન યુનિયનનું પતન
નોસ્ત્રાડેમસે સેંકડો વર્ષ પહેલા યુરોપીના દેશોના સંગઠન એટલે કે EU ના બનવાની ભવિષ્યવાણી કરી હતી. 2022 વિશે વાત કરીએ તો ફ્રાન્સના આ જ્યોતિષીએ યુરોપિયન યુનિયનના પતનની ભવિષ્યવાણી કરી છે જે વર્ષ 2016માં બ્રિટન દ્વારા બ્રેક્ઝિટ અંગે થયેલા પહેલા મતદાન બાદથી સતત મુસીબતોમાં ઘેરાઈ રહ્યું છે. બ્રિટન પોતે પણ તેના મારથી બાકાત નથી. 2021માં સમગ્ર ઈંગ્લેન્ડમાં ડ્રાઈવરોની કમીના કારણે આ બ્રેક્ઝિટ હતી જેના પગલે લોકો ખાવા પીવાની વસ્તુઓ અને પાણીની એક બોટલ સુદ્ધા માટે તરસી ગયા હતા. નોસ્ત્રાડેમસના જણાવ્યાં મુજબ એવો દાવો કરાયો છે કે બ્રેક્ઝિટ ફક્ત શરૂઆત હતી અને 2022માં સમગ્ર યુરોપીયન યુનિયનનું પતન થવાનું નક્કી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.