અરે બાપરે / રામ જન્મભૂમિ અયોધ્યામાં સાત વર્ષની બાળકીની આબરુ લુટાઈ, જુઓ દુષ્કર્મ આચરી નરાધમે લોહીથી લથપથ માસૂમ સાથે જે કર્યું એ જાણીને તમારું લોહી ઉકળશે

ટોપ ન્યૂઝ ઇન્ડિયા

દુષ્કર્મના કેસો દિવસેને દિવસે વધતા જ જાય છે. ત્યારે હાલમાં જ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) અયોધ્યામાંથી (Ayodhya) એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં સાત વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરી માસૂમને લોહીથી લથબથ ઝાડીમાં છોડીને આરોપી ભાગી ગયો હતો.

જ્યારે ત્યાંથી પસાર થતા લોકોએ બાળકીના રડવાનો અવાજ સાંભળ્યો તો તેઓએ જોયું કે, તેણી પીડામાં હતી. ત્યારબાદ તરત જ આ માહિતી પોલીસને આપવામાં આવી અને માસૂમને શ્રી રામ હોસ્પિટલમાં (Shri Ram Hospital) લાવવામાં આવી, ત્યાંથી જિલ્લા મહિલા હોસ્પિટલ (District Women’s Hospital) અને થોડા સમય પછી બાળકીને લખનૌ (Lucknow) રિફર કરવામાં આવી.

મળતી મહિતી અનુસાર, આ બાળકીનું ઘર અયોધ્યા હનુમાનગઢીથી થોડે દૂર દિગંબર અખાડા જવાના રસ્તે છે અને ત્યાંથી થોડા જ અંતરે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ વિસ્તારના લોકોએ ભાગ લીધો હતો. પોલીસને આશંકા છે કે તેમાંથી કોઈએ બાળકીને ખંડેરની ઝાડીઓમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હોવો જોઈએ.

બાળકીને પણ ઈજા થઈ છે, તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. શંકાના આધારે કેટલાક લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં આ મામલો ઉકેલાઈ જશે. આ ઘટના બાદ વિસ્તારના લોકોમાં રોષનો માહોલ છે.

ચોંકાવનારી વાત એ છે કે અયોધ્યાના યલો ઝોનના જે વિસ્તારમાં આ ઘટના બની હતી, તે ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. અહીં પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. આમ છતાં માસૂમ બાળકી સાથે ક્રૂરતાની ઘટના બની અને કોઈએ તેના સમાચાર પણ સાંભળ્યા નહીં. આલમ એ છે કે આ ઘટનાને અંજામ આપનાર કોણ છે તે હજુ સુધી જાણી શકાયું નથી. હવે પોલીસ ઘટનાસ્થળની આસપાસ લગાવેલા સીસીટીવી કેમેરાની તપાસ કરી રહી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.