નફ્ફટના પેટનો ડોક્ટર / આ ભાઈસાહેબ ને નકલી ડોક્ટર બનવામાં ફાવટ આવી ગઈ છે, જુઓ ત્રણ વાર પકડાયો છતાં ફરી કર્યો એવો કાંડ કે જાણીને તમે પણ ચોંકી ઉઠશો

ગુજરાત

ગુજરાતભરમાથી અનેકવાર નકલી ડોક્ટર પકડાતા હોય છે. આવામા એક નકલી ડોક્ટર એવો પકડાયો છે કે, ત્રીજીવાર પકડાયો છે. આ ભાઈની હિંમતને દાદ દેવી પડે. ત્રણ વાર પકડાયા છતા તે ફરીથી ડોક્ટરની પ્રેક્ટિસ કરે છે. રાજકોટમાં ફરી એકવાર લેભાગુ ડોક્ટર પકડાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટમાથી શુક્રવારે નકલી ડોક્ટર પકડાયો છે. રાજકોટના શિતાળાધાર 25 વારીયા મેઈન રોડ પર હનુમાનજીના મંદિર પાસેની એક ઓરડીમાં એક શખ્સ ડિગ્રી વગર ડોક્ટરની પ્રેક્ટિસ કરતો હોવાનુ પોલીસને બાતમી મળી હતી. જેના આધારા આજીડેમ પોલીસ સ્ટેશનની ટીમે દરોડા પાડ્યા હતા. જેમાં મૂળ પશ્ચિમ બંગાળનો નીપુ કુમોદરંજન મલિક (ઉંમર 44 વર્ષ) મેડિકલની ડિગ્રી વગર ડોક્ટરની પ્રેક્ટિસ કરતો હોવાનુ જણાયુ હતું.

રાજકોટ પોલીસ ત્યારે ચોંકી ગઈ, જ્યારે તેમણે જાણ્યુ કે, નીપુ માત્ર ધોરણ-8 સુધી જ ભણેલો છે. છતાં નકલી ડોક્ટર બનીને દર્દીઓને એલોપથી દવા અને ઈન્જેક્શન આપતો હતો. પોલીસે તેમની પાસેથી 2762 રૂપિયાની કિંમતની દવાઓ પણ કબજે કરી છે.

આ બાદ પોલીસે વધુ તપાસ કરતા જાણવા મળ્યુ કે, આ લેભાગુ તબીબ ત્રીજી વખત પકડાયો છે. ધોરણ 8 પાસ નકલી તબીબ ત્રણ વર્ષમાં ત્રીજીવાર પકડાયો છે. છતાં તેની હિંમતની દાદ દેવી પડે કે તે ત્રણ વાર પકડાયા છતાં ફરી નકલી ડોક્ટર બનીને દવાખાનું ખોલે છે.

પૂછપરછમા સામે આવ્યુ કે, પશ્ચિમ બંગાળમાં તે એક ડોક્ટરને ત્યાં નોકરી કરતો હતો. જ્યાંથી તેણે આ જ્ઞાન મેળવ્યુ હતું. ત્યાંથી રાજકોટ આવ્યા બાદ તેણે ડોક્ટરની પ્રેક્ટિસ શરૂ કરી હતી. વર્ષ 2020માં આજીડેમ પોલીસે વર્ષ 2021માં ક્રાઇમબ્રાંચે અને હવે ફરી પકડાયો છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.