મોટી દુર્ઘટના / સુરત બાદ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ફાલ્કોન ટ્રાવેલ્સની લકઝરી બસમાં ભયંકર આગ લાગી, જુઓ આટલા મુસાફરો આગની અંદર હલવાયા : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ ગુજરાત

વધુ એકવાર ખાનગી લક્ઝરી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ફાલ્કોન ટ્રાવેલ્સની લક્ઝરી બસ ભડકે બળી હતી. અચાનક આગ લાગતા અફરાતફરીના દૃશ્યો સર્જાયા હતા. ત્યારે બસમાં સવાર તમામ મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે. મહત્વનું છે કે, આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી પ્રમાણે આ બસ અમદાવાદથી બોમ્બે જતી હતી. ત્યારે અચાનક જ બસમાં આગ લાગી હતી. GJ 36 T 9997 નંબરની ફાલ્કોન ટ્રાવેલ્સની બસમાં આગ લાગી હતી. ત્યારે બસમાં સવાર તમામ 20 મુસાફરોનો આબાદ બચાવ થયો છે.

ઉલ્લેખનીય છે કે, બસ સળગતા જ બસચાલક બસ મૂકીને ફરાર થઈ ગયો હતો. આ પહેલાં સુરતમાં પણ ખાનગી ટ્રાવેલ્સની બસમાં આગ લાગવાની ઘટના બની હતી. જેમાં એક યુવતીનું મોત નીપજ્યું હતું.

હીરાબાગ પાસે રાતના 9.35 કલાક આજુબાજુ ભાવનગર જવા નીકળેલી બસમાં આગ લાગતાં જ એસીનું કોમ્પ્રેસર ધડાકાભેર ફાટ્યું હતું. જેને કારણે આગ વધુ વિકરાળ બની હતી. બસમાં જમણી બાજુ ડબલ સીટ કેબિનમાં બેઠેલા યુગલમાંથી યુવક તો બહાર નીકળી ગયો હતો, પરંતુ મહિલા ત્યાં જ ફસાઈ જતાં તે જીવતી સળગી ગઈ હતી.

બસમાં આગ લાગ્યા પહેલાના સીસીટીવીસામે આવ્યાં હતા. જેમાં બસ ઝટકા મારીને બંધ થયા બાદ બ્લાસ્ટ થયો હતો તેવું જોઈ શકાતું હતું. બાદમાં આગ લાગ્યાનું ધ્યાને આવતાં જ પાનની કેબિન પર બેઠેલા સ્થાનિકોમાં ડરનો માહોલ પેદા થયો હતો.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/03/07/1-the-burning-bus-vivek_1646621589/mp4/v360.mp4 )

આ અગાઉ સુરતમાં એક મહિલા જીવતી સળગી ગઈ હતી
ભાવનગર જવા નીકળેલી લકઝરી બસમાં ‘લકઝરી’ સેવાને કારણે જ શોર્ટસર્કિટ થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે. આગ લાગ્યા બાદ તરત જ બસના પાછળના ભાગે બ્લાસ્ટ થયો હતો.

બસમાં 1×2ની વ્યવસ્થાની સ્લિપિંગ એસીની વ્યવસ્થા હતી. જમણી બાજુ પાછળના ભાગે બે રેકમાં ડબલ બેડવાળા બોક્સ હતા, જેમાં ઉપરના ભાગે મહિલા સહિત બે લોકો બેઠા હતા. એકાએક આગ લાગતાં આ બોક્સમાં બેઠેલી મહિલાને બસમાંથી ઊતરવાનો સમય જ મળ્યો ન હતો અને તે જોતજોતાંમાં જ જીવતી સળગી ગઈ હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.