ઓ તેરી / એક સાથે 3 લોકો પ્રેમ સંબંધમાં પડ્યા, જુઓ ઝઘડા ન થાય તે માટે કરે છે એવું કામ કે જાણીને તમે ચોંકી ઉઠશો

અજબ ગજબ

સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે કોઈ પણ રિલેશનશીપ બે લોકો વચ્ચે હોય છે. જેમાં ત્રીજાની એન્ટ્રી થતા જ ચીજો બગડવા લાગે છે કે રિલેશનશીપ તૂટી જાય છે. પરંતુ અમેરિકાના ઓક્લાહોમામાં આ અંગે એકદમ ઉલટો મામલો સામે આવ્યો છે. અહીં એક યુવતી એક જ સમયે એક બોયફ્રેન્ડ અને એક ગર્લફ્રેન્ડ સાથે રિલેશનશીપમાં છે.

એટલે કે ત્રણ લોકો પરસ્પર સહમતિથી સંબંધમાં છે. હજુ સુધી તેમની વચ્ચે કોઈ ઝઘડો કે તકરાર થયા નથી જો કે તેની પાછળ એક મોટું કારણ છે. આવો જણાવીએ તમને આ કારણ વિશે. રિપોર્ટ મુજબ અમેરિકાના ઓક્લાહોમામાં રહેતી 26 વર્ષની ઈરી ઈવર્સ બાયસેક્સ્યુઅલ છે.

જો તમે બાયસેક્સ્યુઅલ અંગે મૂંઝવણ અનુભવતા હોવ તો તમને જણાવીએ કે તેનો અર્થ થાય છે કે આ નેચરથી પીડિત પુરુષ કે સ્ત્રી બંને લિંગની વ્યક્તિ પ્રત્યે સેક્સ માટે આકર્ષિત હોઈ શકે છે. ઈરી ઈવર્સ 33 વર્ષના ટોમ સ્મિથ (યુવક) અને 32 વર્ષની એલેક્સ જોન્સ (યુવતી) સાથે એક જ સમયે પ્રેમમાં છે.

આ બંનેને તે અલગ અલગ સમય આપે છે. પરસ્પર ઝઘડો ન થાય તે માટે તેમણે ટાઈમ ટેબલ બનાવવાની સાથે જ બંને પાર્ટનર સાથે એક ‘રોમાન્સ કોન્ટ્રાક્ટ’ પર સાઈન પણ કરી રાખી છે. ઈરીનું માનવું છે કે આ કોન્ટ્રાક્ટના કારણે જ તેમનો સંબંધ લાંબો ચાલી રહ્યો છે.

ઈરી જ્યારે બહાર જાય છે ત્યારે તેનો બોયફ્રેન્ડ ટોમ એલેક્સને ડેટ કરે છે. ઈરી કહે છે કે હું મારી જાતને ખુબ લકી માનું છું કે મને પ્રેમ કરવા માટે બે લોકો મળ્યા છે. એક સાથે એકથી વધુ માણસને પ્રેમ કરવું અશક્ય જેવું લાગે છે પરંતુ વાત ટોમ અને એલેક્સની કરીએ તો મારા માટે આ ખુબ સરળ છે.

ઈરી કહે છે કે ટોમ સાથે સંબંધની શરૂઆત 2015માં ડેટિંગ વેબસાઈટથી થઈ હતી. 2 વર્ષના સંબંધ બાદ તેને ખબર પડી કે હું બાયસેક્સ્યુઅલ છું. ત્યારબાદ પણ મારી સાથે તેણે રિલેશનશીપમાં રહેવાનું નક્કી કર્યું. ત્યારબાદ જાન્યુઆરી 2021માં અમારી વચ્ચે એલેક્સની એન્ટ્રી થઈ ગઈ. ત્રણેય સાથે આવ્યા બાદ અમે કોન્ટ્રાક્ટ સાઈન કરવાનો નિર્ણય લીધો જેથી કરીને ભવિષ્યમાં ક્યારેય કોઈનો ઝઘડો ન થાય.

ઈરીએ જણાવ્યું કે હું સોમવાર અને બુધવાર એલેક્સ સાથે સમય પસાર કરું છું. જ્યારે મંગળવાર અને ગુરુવારના રોજ ટોમ સાથે રહું છું. શનિવાર અને રવિવાર અમે ત્રણેય સાથે રહીએ છીએ અને મસ્તી કરીએ છીએ. ઈરીનું કહેવું છે કે આ રિલેશનશીપને લઈને તેમના પેરેન્ટ્સને પણ કોઈ સમસ્યા નથી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.