અરરર / દોસ્તના મોતથી ભાંગી પડ્યો યુવક, જુઓ પછી મિત્રના વિરહમાં કર્યું એવું કે જાણીને તમને હોશ ઉડી જશે

જામનગર ટોપ ન્યૂઝ

એક હચમચાવી દેતો અને આંચકાજનક બનાવ સામે આવ્યો છે. જામનગર તાલુકાના ચાંપાબેરાજા ગામમાં રહેતા એક યુવાને સોમવારે પોતાના ઘેર ગળા ફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. સિક્કામાં રહેતા પોતાના જીગરજાન મિત્રએ આજથી 25 દિવસ પહેલાં આપઘાત કરી લીધો હતો.

જેના કારણે જીવનમાં કોઈ રસ ન હોવાથી આપઘાતનું પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે. આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના ચાંપા બેરાજા ગામમાં રહેતા મોહિત જગદીશભાઈ ભટ્ટ નામના 23 વર્ષના યુવાને પોતાના ઘેર પંખાના હુકમાં ચાદર બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.

આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ યજ્ઞેશ જગદીશભાઈ ભટ્ટએ પોલીસને જાણ કરતાં પંચકોશી બી. ડિવિઝન પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો હતો, અને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ પૂછપરછ દરમિયાન મૃતકના હાથે લખેલી સ્યુસાઇડ નોટ મળી આવી હતી જેમાં પોતાના મિત્ર સિક્કામાં રહેતા ધવલ જયેશભાઈ રાવલ કે જેણે પોતાને કામ ધંધો ન મળતાં ગત 7મી તારીખે આપઘાત કરી લીધો હતો.

ત્યાર પછી પોતે ગુમસુમ રહેતો હતો અને તેના વિયોગમાં આ પગલું ભરી લીધાનું જાહેર થયું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે. જામનગર તાલુકાના ચાંપા બેરાજા ગામમાં રહેતા યુવાને પોતાના જીગરજાન મિત્રના વિયોગમાં ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો, જેને પોતાના જીગરજાન મિત્રના આપઘાતની સાથે જ પોતે પણ આપઘાત કરી લેવો હતો.

પરંતુ તેની અંતિમ વિધિ કરવા માટે જીવિત રહ્યો હતો અને અંતિમવિધિ પૂર્ણ થયા બાદ તુરત જ પોતે આપઘાત કરી લીધો હોવાનું સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું. પોલીસ દ્વારા મૃતકના હાથે લખાયેલી બે પાનાની સુસાઇડ નોટ કરજે કરી હતી. મોહિતે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, “ધવલના મોતની અંતિમ વિધિ થાય તે માટે આટલા દિવસ સુધી જીવતો રહ્યો હતો.

મહાદેવ મામા તમને બધાને મુકીને જાવ છુ. હવે મારાથી રહેવાતુ નથી, મારા જીગરી, કંઈ ભુલ થઈ હોય તો માફ કરજો. મારા મમ્મીનું ધ્યાન રાખજો બસ. આગળ તેણે લખ્યું હતું કે “પપ્પાએ મને શીખવ્યુ છે કે કોઈનો સાથ છોડવો નહીં અને ધવલ તો મારો જીવ હતો, જીગર જાન હતો એના વગર તો બધુ નકામુ, આવજો…!”

એક જ મહિનામાં બે યુવાન મિત્રોના મોતના કારણે ગામની અંદર પણ ગમગીની ફેલાઈ ગઈ છે સાથે જ મોહિતના પરિવારમાં પણ દુઃખનો માહોલ ફરી વળ્યો છે. ધવલ સિક્કા ગામમાં રહેતો હતો અને તેને 7 જુલાઈના રોજ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતું, હજુ તો તેના નિધનને એક મહિનો પણ નહોતો થયો ત્યાં જ તેનો જીગરજાન દોસ્ત મોહિત પણ મોતને વહાલું કરી ગયો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.