વ્યસનની લતને કરેને 57 પરિવારોએ તેમના સભ્યો ગુમાવ્યા, તો મોરારી બાપુ આવ્યા તેઓની વ્હારે અને કરી એવી મદદ કે જાણીને તમને પણ નવાઈ લાગશે

ગુજરાત ટોપ ન્યૂઝ

આપણે ઘણા એવા લોકો જોયા છે જે કોઈ પણ લોકોને મુશ્કેલીમાં જોઈ શકતા નથી, અને જો કોઈ મુસીબત માં હોઈ તરત તેમની મદદ કરે છે. આજના સમયમાં ઘણા એવા લોકો આપણને જોવા મળે છે કે જયારે કોઈ પણ વ્યક્તિને તેના જીવનમાં નાની પણ સમસ્યા પડતી હોય તો સેવા ભાવિ લોકો હંમેશા આગળ આવતા હોય છે. 

આ બનવાથી આખા ગુજરાતમાં દુઃખના વાદળો છવાયા હતા. થોડા દિવસ પહેલા બોટાદના કેટલાક ગામમાં બન્યો હતો. જ્યાં વ્યસનની ખરાબ લટના લીધે કેટલાય લોકોના મૃત્યુ થઇ ગયા હતા અને એ સમયે ખાસ કરીને બોટાદના રોજિદ ગામમાં ઘણા લોકોના મૃત્યુ થઇ ગયા હતા.

આ ઘટનામાં કેટલાક પરિવારોએ તેમના મોભીને ગુમાવ્યા હતા, તેમજ ઘણા પરિવારે તેમના જુવાનજોધ દીકરાઓ પણ ગુમાવ્યા હતા. સાથે જ ઘણા બાળકોએ તેમના પિતાની છત્રછાયા ગુમાવી હતી.

આમાં ઘણા લોકોએ તેમના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે જેથી અમુક પરિવારોને તેમનું ગુજરાન ચલાવવા માટે પણ મોટી સમસ્યાઓ આવે છે. આમ હાલમાં એવા પરિવારોના દુઃખને જોઈને મોરારી બાપુ આગળ આવ્યા છે અને તેઓએ જેટલા પણ પરિવારોએ તેમના સભ્યોને ગુમાવ્યા છે તેવા પરિવાર દીઠ ૫ હજાર રૂપિયાની સહાય આપી છે.

આવા પરિવારને અઢી લાખ રૂપિયાથી વધારેની સહાય શ્રી ચિત્રકૂટ ધામ ટ્રસ્ટમાં આપ્યા છે અને આ લોકોની મદદ પણ કરી છે. આમ આવા પરિવારોની માટે તેઓ આગળ આવ્યા છે અને આવા પરિવારોની તેઓએ મદદ કરીને માનવતાનું કામ કર્યું છે. મોરારીબાપુએ મદદ તો કરી પરંતુ નિયમ પણ લેવડાવ્યો કે આજ પછી એ પરિવારના સભ્યોએ વ્યસન નથી કરવાનું અને બીજા કરે છે તો એમને પણ વ્યસન છોડવાનું છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *