આ પાર-યા-ઉસ પાર / ગુજરાતના ખેડૂતો ફરી લડી લેવાના મૂડમાં, જુઓ સરકાર આ કામ નહિ કરે તો ખેડૂતો છોડશે એનું ‘બ્રહ્માસ્ત્ર’

ગુજરાત ટોપ ન્યૂઝ

રાજ્યમાં ખેડૂતોની કફોડી છે. વિધાનસભાની ચૂંટણી ટાણે ખેડૂતોને રિઝવવા મોટી-મોટી વાતો કરવામાં આવે છે પરંતુ ચૂંટણી પૂર્ણ થયા પછી તેનો ઉકેલ આવતો નથી. ગુજરાત સહિત દેશના ખેડૂતોની આવક બમણી કરવાના વાયદા કરવામાં આવે છે, પરંતુ ચૂંટણી પૂરી થતા જ જગતના તાતને નેતાઓ ભૂલી જતા હોય છે.

ત્યારે પોતાની માગ પૂરી કરાવવા માટે કિસાન સંધના પ્રવક્તાએ ખેડૂતોના સવાલોને લઈને રજૂઆત કરી છે. છતાંય ઝાડી ચામડીના નેતાઓ પર તેની કોઈ અસર થતી નથી. ત્યારે રાજ્યમાં સમાન વીજ દરને લઈને ખેડૂતોએ સરકાર સામે બાંયો ચડાવી છે. આ મામલે હવે ભારતીય કિસાન સંઘ પણ મેદાને આવ્યું છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગર ખાતે ભારતીય કિસાન સંઘે વિશેષ બેઠક બોલાવી હતી. જેમાં સમાન વીજ દર મામલે ભારતીય કિસાન સંઘે બેઠકનું આયોજન કર્યું હતુ. છેલ્લા 6 માસથી સરકાર સમક્ષ વીજ મામલે રજૂઆત કરવામાં આવી રહી છે. પરંતુ તેનો કોઈ ઉકેલ મળી રહ્યો નથી.

કિસાન સંઘના પ્રવક્તા આર કે પટેલે જણાવ્યું હતું કે, સમાન વીજ દર મામલે સરકાર સમક્ષ કિસાન સંઘે રજૂઆત કરી છે. સતત રજૂઆત કરવામાં આવી રહી છે. પરંતુ તેનો કોઈ હકારાત્મક જવાબ મળી રહ્યો નથી. અમે તાલુકા સ્તરે ધરણા કર્યા અને આવેદનપત્ર આપ્યા હતા. ત્યારે સરકારે 4 મંત્રીઓની બેઠક યોજી આશ્વાસન આપ્યું હતું. તે વાતને એક મહિનો થઈ ગયો છે, પરંતુ હજુ કઈ થયું નથી.

આર કે પટેલે વધુમાં જણાવ્યું હતું કે, તબેલામાં પણ કોમર્શિયલ ભાવ દુર કરવાની માંગ ભારતીય કિસાન સંઘ દ્વારા સરકારને કરવામાં આવી છે. આ સિવાય મીટર બળી જાય તો તેનો ચાર્જ ખેડૂતો પર ન હોવો જોઈએ. પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપ છે. છતાં ખેડૂતોની વાત કોઈ સાંભળતું નથી. પરંતુ હવે એવું નહીં બને. આગામી 25 ઓગસ્ટથી ખેડૂતો ગાંધીનગરમાં અચોક્કસ મુદત સુધીના ધરણાં કરશે.

બીજી બાજુ કિસાન સંધના પ્રવક્તાએ ખેડૂતો અંગે કરેલા નિવેદન પર ગુજરાત કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે એક નિવેદન આપતા જણાવ્યું હતું કે, કિસાન સંઘ જે આજે વાત કરે છે તે માત્ર ચૂંટણી સમયે વાત કરે છે. કિસાન કોંગ્રેસ ખેડૂતોના લમ્પી, તાઉતે વાવાઝોડાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

એટલું જ નહીં, ખેતીના બીયારણ, સાધનો પર જે ટેક્સ સરકાર લઇ રહી છે તે મુદ્દો પણ ઉઠાવ્યો હતો. પરંતુ મારો પ્રશ્ન છે કે કોગ્રેસની સરકારમાં ગોળીઓ ખાધેલ કિસાનની લાશો ટ્રેક્ટરમાં લઇ ફરતી કિસાન સંઘ હાલ ક્યા ગયો છે? ક્યાં ગઇ એ વિચાર ધારા?

જગદીશ ઠાકોરે ઉમેર્યું હતું કે, ભાજપાના 27 વર્ષમાં શાસનમાં ખેડૂત ખતમ થઇ રહ્યો છે, આત્મહત્યા કરી રહ્યો છે. ખેડૂતો પાસે દિકરાને અભ્યાસ કરાવવા કે દિકરીના લગ્ન કરાવવા કોઇ વ્યવસ્થા નથી. ખેડૂતનું અર્થતંત્ર તુટી પડ્યું છે, ત્યારે માત્ર વાતો ના કરી મર્દાનગીથી બહાર આવે. ભાજપ સરકાર સામે કિસાનસંઘ ખેડૂતો માટે આંદોલન કરે એ જ અપેક્ષા અમે રાખી રહ્યા છીએ.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.