પોલીસ પણ અસુરક્ષિત / જુઓ અમદાવાદમાં પોલીસ પર જ જીવલેણ હુમલો કર્યો, બે બુટલેગરે દોડાવી દોડાવી માર્યા અને જેમ ફાવે તેમ ગાળો બોલ્યા : જુઓ વિડિઓ

અમદાવાદ ટોપ ન્યૂઝ

લોખંડના હથોડા જેવા હથિયાર વડે પોલીસને માર માર્યો

અમદાવાદમાં પોલીસ જ સુરક્ષિત નથી તેને સાબિત કરતો એક કિસ્સો બન્યો છે. નરોડામાં આરોપીને પકડવા ગયેલા પોલસીકર્મીઓને સ્થાનિક બૂટલેગરે જાહેરમાં રોડ પર માર માર્યો છે. નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી અને નરોડામાં ફરજ બજાવતા પોલીસકર્મીને બીભત્સ ગાળો આપી મારીને રોડ પર દોડાવી દોડાવીને માર્યા હતા.

બૂટલેગરે અન્ય લોકો સાથે મળી પોલીસને માર માર્યો
નરોડામાં ફરજ બજાવતા સુરેશ અને નવરંગપુરામાં ફરજ બજાવતા રુદ્રદતસિંહ નામના 2 પોલીસકર્મી મૂઠિયા ગામ પાસે પ્રોહિબિશન આરોપીને પકડવા ગયા હતા, જ્યાં મામલો બિચકતાં બૂટલેગર અનિલ સોલંકી અને સંજય સોલંકી સહિત કેટલાક લોકોએ બંને પોલીસકર્મીને માર માર્યો છે. લોખંડના હથોડા જેવાં હથિયાર વડે પોલીસને માર માર્યો હતો. રસ્તા પર દોડતા સમયે પોલીસકર્મી પડી ગયો છતાં તેને માર મારવાનું ચાલુ જ રાખ્યું હતું. એટલુ જ નહીં, પોલીસકર્મીઓ ભાગી રહ્યા હતા ત્યારે પણ તેમને એક્ટિવા પર બેસતા સમયે પણ માર માર્યો હતો.

પૈસાની લેતીદેતી મામલે માર મરાયાની ચર્ચા
પોલીસ પ્રોહિબિશનના આરોપીને પકડવા ગઈ હોવાની વાત સામે આવી છે, પરંતુ નવરંગપુરાના પોલીસકર્મી નરોડા પોલીસ સાથે શા માટે બૂટલેગરને ત્યાં ગયો એને લઈને ચર્ચા ચાલી રહી છે. રુદ્રદત નામનો પોલીસકર્મી પીઆઈનો વહીવટ કરતો હોવાનું પણ ચર્ચામાં છે અને આજે બંને પોલીસકર્મી જ્યારે બૂટલેગરને ત્યાં પહોંચ્યા ત્યારે પૈસાની લેતી દેતી બાબતે જ મામલો બિચકતાં પોલીસકર્મીઓને માર્યા હોવાની વાત પણ ચર્ચાઈ રહી છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બુટલેગરોમાં પોલીસનો ભય રહ્યો નથી. અમદાવાદ પોલીસની આબરૂની ધૂળધાણી કરી રહ્યો છે આ વીડિયો. બુટલેગરોએ લોખંડની પાઈપો વડે પોલીસને દોડી દોડીને ફટકાર્યા છે. પોલીસ આ કેસમાં કડક કાર્યવાહી કરે તેવી પૂરી સંભાવના છે. જો પોલીસ પર આ પ્રકારનો હુમલો થતાં હોય તો સામાન્ય લોકોની જ વાત જ શીદ કરવી. આ પ્રકરણમાં 15 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

વીડિયોમાં સ્પષ્ટ છે કે પોલીસ જીવ બચાવવા ભાગી રહી છે પણ બુટલેગરો દોડી દોડીને એમને ફટકારી રહ્યાં છે. એક પોલીસ કર્મચારી એક સ્કૂટર પાછળ બેસવા જાય તો 2 બુટલેગરોએ પોલીસને ત્યાં પણ છોડ્યા નથી. એક વોન્ટેડને પકવા ગયેલી પોલીસ સાથે થયેલો હુમલો એ અતિ નિંદનીય છે. આ પ્રકરણમાં અમદાવાદ પોલીસ કમિશ્નરે તાત્કાલિક કાર્યવાહી કરવાની જરૂર છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/01/27/34-ahmedabad-police-attack-prakash-shailesh2_1643301701/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.