તહેવાર માતમમાં ફેરવાયો : જુઓ સુરતમાં પિતાએ 14 વર્ષની દીકરીને બહાર ન જવા દેતા માઠું લગતા ગળાફાંસો ખાધો

Uncategorized

પરિવાર બપોરનું ભોજન લઈ ઘર બહાર બેસવા ગયો ને દીકરીએ 10 મિનિટના સમયગાળામાં રૂમમાં આપઘાત કરી લીધો

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા કૈલાશનગરમાં એક 14 વર્ષની વિદ્યાર્થીનીએ ઘરના રૂમમાં ફાંસો ખાય મોતને વ્હાલું કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. બહેનપણીઓ સાથે ફરવા જવાની ના પાડતાં દીકરીએ આવું અંતિમ પગલું ભર્યું હોવાનું પીડિત પિતાએ કહ્યું હતું. પરિવાર બપોરનું ભોજન લઈ ઘર બહાર બેસવા ગયો ને દીકરી એ 10 મિનિટના સમયગાળામાં રૂમમાં આપઘાત કરી લીધો હોવાનું પરિવારે જણાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

કોઈ અનહોની ન થાય એ માટે પિતાએ ના કહી હતી
રૂપેશ કુસવાહ ( દીકરીના પિતા) એ જણાવ્યું હતું કે, દીકરી ધોરણ-10 માં અભ્યાસ કરતી હતી. આજે મકરસંક્રાંતિને લઈ બહેનપણીઓ સાથે ફરવા જવાની જીદ પકડી હતી. એક બાજુ કોરોના સંક્રમણ અને બીજી બાજુ પતંગના દોરાને લઈ કોઈ અનહોની ન થાય એ માટે ઘરમાં જ રહેવા કહ્યું હતું.

દીકરીને લટકતી જોઈ પગ નીચેથી જમીન સરકી ગઈ
વધુમાં જણાવ્યું હતું કે બપોરના ભોજન બાદ પરિવાર ઘર બહાર બેસવા ગયો હતો. 10 મિનિટ બાદ બાળકોની બુમાબુમ થતા ઘરમાં દોડીને ગયા તો દીકરી લટકી રહી હતી. ફાંસો ખાધેલી હાલતમાં દીકરીને જોઈ પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. નીચે ઉતારી સારવાર માટે લઈ આવતા ડોક્ટરો એ મૃત જાહેર કરી હતી. ત્રણ સંતાનોમાં આ સૌથી નાની દીકરી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published.