આલે લે…પાકિસ્તાન વાળા ખરા છે હો / કહ્યું…ભારતીય ટીમને ઊંઘની ગોળીઓ ખવડાવી દો, જાણો પાકિસ્તાન સામેની મેચ પહેલાં કોણ બોલ્યું

ટોપ ન્યૂઝ સ્પોર્ટ્સ

પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે બાબર આઝમને મજાકમાં સલાહ આપી કે બાબર આઝમ અને તેમની ટીમે મેચ પહેલા ભારતીય ટીમને ઊંઘની ગોળીઓ ખવડાવી દેવી જોઈએ.

  • આજે સાંજે 7.30 કલાકે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી-20 વર્લકપની મેચ
  • મેચ પહેલા પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે કરી મજાક
  • કેપ્ટન આઝમને કહ્યું, મેચ પહેલા ભારતીય ટીમને ઊંઘની ગોળીઓ ખવડાવી દો

આજે સાંજના 7.30 કલાકે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી-20 વર્લકપની મેચ યોજાઈ રહી છે ત્યારે પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ટીમના કેપ્ટન બાબર આઝમને મજાક મજાકમાં એવું કહ્યું કે તેમની ટીમે ભારતીય ટીમને ઊંઘની ગોળીઓ ખવડાવી દેવી જોઈએ.

પાકિસ્તાનની ટીમે વિરાટ કોહલીને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતા અટકાવવો જોઈએ : ‎તેણે એમ પણ કહ્યું હતું કે પાકિસ્તાનની ટીમે વિરાટ કોહલીને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતા અટકાવવો જોઈએ અને સાથે સાથે ક્રીઝ પર બેટિંગ ન કરવાનો પ્રયાસ કરવો જોઈએ.‎

મહેન્દ્રસિંહ ધોનીએ પોતે બેટિંગ કરવા ન આવવું જોઈએ‎ : અખ્તરે કહ્યું, “સૌથી પહેલાં તો ભારતીય ટીમને ઊંઘની ગોળીઓ આપો. વિરાટ કોહલીને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતા રોકો અને ત્રીજો પ્રયાસ કરો મહેન્દ્રસિંહ ધોનીએ પોતે બેટિંગ કરવા ન આવવું જોઈએ. તમને જણાવી દઈએ કે તે હજુ પણ દુનિયાના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંનો એક છે. તે જબરદસ્ત ફોર્મમાં છે.

પાકિસ્તાની ઓપનરોને સારી શરૂઆત કરવાની સલાહ આપી : ‎ત્યારબાદ શોએબ અખ્તરે ગંભીર મુદ્દાઓ પર વાત કરી હતી. તેમણે પાકિસ્તાની ઓપનરોને સારી શરૂઆત કરવાની સલાહ આપી હતી. સ્પોર્ટ્સકિડા સાથે વાત કરતાં તેણે કહ્યું હતું કે ઓપનરોએ ઓછામાં ઓછો ડોટ બોલ રમવો જોઈએ. તેણે લક્ષ્યનો બચાવ કરતી વખતે બોલરોને વધુ આક્રમક બોલિંગ કરવાની સલાહ પણ આપી હતી.‎

‎અખ્તરે કહ્યું કે, પાકિસ્તાને સારી શરુઆત કરવાની જરૂર છે. પાકિસ્તાને ડોટ બોલથી બચવું પડશે. શરૂઆતની પાંચ-છ ઓવરમાં એક બોલ રમો અને પછી સ્ટ્રાઇક રેટ વધારવો. પછી બોલિંગ આવે છે. જો તમે સારો સ્કોર કરો છો, તો તમારે વિકેટ લેવાનો પ્રયાસ કરવો જોઈએ.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પહેલા દર્શકો પણ અતિઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. તેવામાં ભારતના વર્લ્ડ કપમાં પાકિસ્તાન વિરૂદ્ધ વિનિંગ રેટને જોતા એક પાકિસ્તાની મહિલા સમર્થકે ધોનીને મેચ હારી જવા વિનંતી કરી હતી. વળી કે.એલ.રાહુલને પણ કહ્યું હતું કે તું મહેરબાની કરીને આ મેચમાં સારુ પ્રદર્શન ના કરતો. જોકે ત્યારપછી ધોનીએ જે જવાબ આપ્યો એ રસપ્રદ રહ્યો હતો.

PAK મહિલા સમર્થકને ધોનીનો વળતો જવાબ : કે.એલ.રાહુલ જ્યારે ટ્રેનિંગ સેશનમાંથી પરત ફરી રહ્યો હતો, ત્યારે એક પાકિસ્તાની મહિલા સમર્થકે તેને કહ્યું હતું કે મહેરબાની કરીને તું સારુ રમતો નહીં. વળી તેણે ધોનીને જોઈને પણ એમ કહ્યું હતું કે પ્લીઝ પાકિસ્તાનને મેચ જીતવા દેજો, પછી ભલે તમે મેચ જીતી જાઓ. જેના જવાબમાં ધોનીએ કહ્યું હતું કે જુઓ મેચ જીતવી અમારું કામ છે અને અમે એ પ્રમાણે જ વર્તીશું. ઉલ્લેખનીય છે કે આની પહેલા પણ ધોની સાથે પાકિસ્તાની ખેલાડી શાહનવાઝે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો.

ધોનીને મળવા પાકિસ્તાની ખેલાડી આતુર : શુક્રવારે ધોની જ્યારે ઈન્ડિયન ટીમનો પ્રેક્ટિસ સેશન પૂરો થયો ત્યારે તે ગ્રાઉન્ડથી હોટલ તરફ જઈ રહ્યો હતો. એવામાં મેન્ટર માહી પાકિસ્તાની ટીમ જ્યાં પ્રેક્ટિસ કરી રહી હતી એ એરિયામાંથી પસાર થયો હતો. ત્યારે એક પાકિસ્તાની યુવા ખેલાડી ધોનીને જોઈ ઉત્સાહિત થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે PAKનો યુવા ફાસ્ટ બોલર શાહનવાઝ દહાની બાઉન્ડરી લાઈન પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો. ત્યારે ધોનીને પ્રેક્ટિસ એરિયાની બહાર જતા જોઈને તે ઉત્સાહિત થઈ ગયો હતો. આ દરમિયાન બંને વચ્ચે વાતચીત થઈ હોવાનું અનુમાન પણ લગાવાઈ રહ્યું છે, જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

પાકિસ્તાન સામે કોહલી બની જાય છે વિરાટ : વિરાટ કોહલીએ ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે કુલ ત્રણ મેચ રમી ચૂક્યો છે અને દરેક વખતે તે આઉટ થયા વિના જ મેદાન પરથી પાછો ફર્યો છે. એટલે કે ત્રણેય મેચમાં એક વખત પણ પાકિસ્તાની બોલર વિરાટની વિકેટ નથી લઈ શક્યો. આ દરમિયાન, ભારતીય કેપ્ટને 130 ના શાનદાર સ્ટ્રાઇક રેટ સાથે ત્રણ ઇનિંગ્સમાં કુલ 169 રન બનાવ્યા હતા અને તેના બેટથી બે અર્ધસદીઓ પણ ફટકારવામાં આવી હતી.

પાકિસ્તાન સામે શાનદાર બેટિંગ : માત્ર ટી-20 વર્લ્ડ કપ નહીં, પરંતુ ઓવરઓલ વિરાટનો રેકોર્ડ પાકિસ્તાન સામે બેમિસાલ રહ્યો છે. ટીમ ઈન્ડિયાનો આ આક્રમક ખેલાડીએ પાકિસ્તાન સામે 6 ટી-20 મેચ રમી છે અને 84.66ની સરેરાશ સાથે 254 રન બનાવવામાં સફળ રહ્યો છે. આ દરમિયાન કોહલીએ 6 ઈનિંગ્સમાં ત્રણ વખત 50+નો સ્કોર પણ બનાવ્યો છે. ખાસ વાત તે છે કે શ્રીલંકા (84.75)ના બાદ પાક એકમાત્ર એવી ટિમ છે જેની સામે કોહલી 80+ની સરેરાશ સાથે રન બનાવ્યા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.