અરે બાપરે / 76 વર્ષની મહિલાના પ્રેમમાં પડ્યો 19 વર્ષનો છોકરો, જુઓ વળી પાછો શેર કર્યો સોશિયલ મીડિયામાં વિડિઓ : જોઈલો વિડિઓ

ટોપ ન્યૂઝ અજબ ગજબ

કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. હાલ આવો જ એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક 19 વર્ષના છોકરાએ 76 વર્ષની વૃદ્ધાને પ્રપોઝ કરીને સૌને હેરાનમાં મૂકી દીધા હતા. યુવકે સોશિયલ મીડિયા પર મહિલાને પ્રપોઝ કરતો ફોટો શેર કર્યો છે. આ જોડીની વચ્ચે 57 વર્ષનો તફાવત છે.

ફોટાને જોયા પછી યુઝર્સ આ જોડીને ટ્રોલ કરી રહ્યા છે. જેને લઈને લોકો અલગ અલગ પ્રકારના સવાલો ઉઠાવી રહ્યા છે. જોકે યુવકે ટ્રોલરોને જવાબ આપતા કહ્યું છે કે તેનો પ્રેમ સાચો છે અને તે આગળ પણ પોતાના સંબંધને ચાલુ રાખશે. Giuseppe D’Anna નામના આ યુવકે 76 વર્ષીય વૃદ્ધાને પોતાની ગર્લફ્રેડ કહી છે.

જે જાણીને લોકો હેરાનીમાં મુકાઇ ગયા છે. આ યુવક સોશિયલ મીડિયા પર ઘણો જાણીતો છે. ટિકટોક પર તેના 2 લાખથી વધુ ફોલોઅર્સ છે. 24 મેના રોજ ટિકટોક પર તેમની સગાઈના સમાચાર સાથે તેના પાર્ટનર સાથેની તસવીરોનો રોમેન્ટિક વીડિયો શેર કર્યો હતો. ફોટામાં જોઈ શકાય છે કે કેવી રીતે છોકરો પોતાના ઘૂંટણો પર બેસીને એક વૃદ્ધાને પ્રપોઝ કરી રહ્યો છે.

યુવકે તેના પાર્ટનરને જે રીતે પ્રપોઝ કર્યું તેનો વિડીઓ પણ તેણે શેર કર્યો છે. તેમજ લાખો લોકોએ આ વિડીઓ જોયો છે. તેમાંથી ઘણા લોકોએ આ જોડીના વખાણ કર્યા તો ઘણાની સમસ્યા એ હતી કે મહિલા તેમના કરતા 57 વર્ષ મોટી છે. વિડીઓ પોસ્ટ કરતા યુવકે આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે- આ તો માત્ર એક લાંબા સફરની શરૂઆત છે.

આ સફર આગળ પણ ચાલતી રહેશે. અમારી પ્રોમિસ છે. છોકરાનું કહેવું છે કે તેનો સંબંધ સાચો છે. તેમજ આ વીડીઓમાં લાખો વ્યૂની સાથે યુઝર્સે પ્રતિક્રિયાઓ પણ આપી છે. જેમાં કોઈ યુઝરે કહ્યું હતું કે મહિલા તેની દાદીની ઉંમરની છે તો કોઈએ કહ્યું છે કે કોઈ પણ સંબંધમાં એજ ગેપ ઘણો મહત્ત્વ ધરાવે છે. પરંતુ ટ્રોલરની સહેજ પણ પરવા કર્યા વગર તે પોતાના મહિલા સાથેના ફોટા શેર કરતો રહે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.