પોલીસ તંત્ર ઘોર નિંદ્રામાં / સુરતમાં સાથી કર્મીએ આ કારણોસર લાકડાના ફટકા અને ઢીકકા-મુક્કીથી રાજસ્થાની યુવકને મોતને ઘાટ ઉતાર્યો

ટોપ ન્યૂઝ સુરત

હુમલાખોરને ઝડપી લેવા પોલીસે ટીમ બનાવી
કામરેજના ઉભેંળ ગામમાં સાથી વતનવાસીએ ટ્રાન્સપોર્ટના કર્મચારીને ઢીકકા-મુક્કી અને લાકડાના ફટકા વડે ફટકાતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતક રાજસ્થાનના રહેવાસી અને એક વર્ષ પહેલાં જ સુરત જિલ્લામાં રોજગારીની શોધમાં આવ્યા હતા. હત્યા બાદ ભાગી ગયેલા ઇસમને પકડવા પોલીસે રાજસ્થાન તરફ નીકળી હોવાનું જાણવા મળ્યું છે.

જય પ્રકાશ જાગીર (મૃતકના બનેવી)એ જણાવ્યું હતું કે, વિનોદકુમાર કૃષ્ણકુમાર જાગીર ઉ.વ. 26 (રહે, મારુતિ રેસિડેન્સી, કડોદરા) એક વર્ષ પહેલાં જ રોજગારીની શોધમાં સુરત આવ્યા હતા. કામરેજની મેક્સ સ્પેસ લોજીસ્ટિકમાં કલાર્ક તરીકે નોકરી પર લાગ્યા હતા. 31 મીની રાત્રે અચાનક ઘરે આવેલા વતનવાસી નવીન બલવંતસિંહ પુનિયા દારૂના નશામાં હતા. જોર જોરથી ગાળો આપી એલફેલ બોલી રહ્યા હતા. માથાકૂટથી દુર રહેતા વિનોદભાઈએ ઘરમાં રહેવાને બદલે બહાર નીકળી ક્યાંય ચાલી જવાનું ઉચિત સમજી નીચે ઉતરતા જ એમની ઉપર હુમલો થયો હતો.

નવીનભાઈના હુમલામાં વિનોદભાઈને ગંભીર ઇજા થઇ હતી. લોહી લુહાણ હાલતમાં જમીન પર ઢળી પડેલા વિનોદભાઈને જોઈ હુમલાખોર નવીન ભાગી ગયો હતો. ત્યારબાદ વિનોદભાઈને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ બાદ સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મોત નિપજતા પોલીસે પોસ્ટ મોર્ટમની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *