BIG NEWS / ગ્રીષ્માના હત્યારા ફેનિલને સુરત સિવિલ હોસ્પિટલમાંથી મળી રજા, જુઓ ચાંપતા પોલીસ બંદોબસ્ત સાથે કામરેજ પોલીસ સ્ટેશન લઈ જવાયો : જોઈલો વિડિઓ

ટોપ ન્યૂઝ સુરત

ડિસ્ચાર્જ થતા અને પોલીસને જોઈને ફેનિલ રડવા લાગ્યો, સારવાર દરમિયાન પરિવાર છોડી બીજા કોઈને પણ મળવા દેવાયા નહીં

સુરત જિલ્લાના કામરેજના પાસોદરામાં ફેનિલ પંકજ ગોયાણીએ એક તરફી પ્રેમમાં ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીનું ગળું કાપી હત્યા કરી નાખી હતી. જેના સુરત સહિત રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. યુવતીની આવી ઘાતકી હત્યાને લઈને આખું ગુજરાત હચમચી ઊઠ્યું છે. હાલ ગ્રીષ્માના હત્યારા ફેનિલને સુરત સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જેથી પોલીસ બંદોબસ્ત સાથે કામરેજ પોલીસ સ્ટેશન લઈ જવાયો છે. ડિસ્ચાર્જ થતા અને પોલીસને જોઈને ફેનિલ રડવા લાગ્યો હતો.

છેલ્લા ઘણા દિવસથી ફેનિલ ગ્રીષ્માનો પીછો કરી રહ્યો હતો. થોડા દિવસ અગાઉ યુવતીના મોટા પિતા દ્વારા યુવકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો. યુવકે અચાનક છરી જેવા ધારદાર હથિયાર સાથે લઈ 12 ફેબ્રુઆરીના રોજ યુવતીના ઘર બહાર તોફાન મચાવ્યું હતું. જે બાદ યુવતીના મોટા પપ્પાએ ગુસ્સે થઈ યુવકને હાંકી કાઢતા છરીથી હુમલો કરી દીધો હતો. યુવતી વચ્ચે પડતા યુવતીને બંધક બનાવી લોકોને આસપાસ ન આવવા ધમકી આપી રહ્યો હતો. યુવકે અચાનક યુવતીનો ભાઈ છોડવા જતા યુવતીના ગળા પર છરી હુલાવી દીધી હતી અને ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી.

હત્યારા યુવકનો આંતક આ સુધી સિમિત રહ્યો ન હતો. મોડેથી ઘટના સ્થળે પહોંચેલી પોલીસ પર પણ હુમલાની કોશિશ કરી હતી અને ત્યાર બાદ હાથની નસ કાપી ઝેરી ગોળી ખાઈ લીધી હતી. આરોપી ફેનિલને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો. સિવિલ હોસ્પિટલોના ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે ફેનિલે ઝેરી દવા પીધી હોવાનું નાટક કર્યું હોવાનું સામે આવ્યું છે.

સિવિલ હોસ્પિટલના ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે, ફેનિલની હાથની નસ કાપવાનો પ્રયાસ કર્યો હતો.જોકે, નસ કપાઈ નથી અને માત્ર માસ જ કપાયું છે. જ્યાં 10 જેટલા ટાંકા આવ્યા છે. ફેનિલ ગોયાણીને 48 કલાકથી પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં સારવાર અપાઈ રહી હતી. ત્યારબાદ તેની હાલત સ્ટેબલ થતા રજા આપવામાં આવી હતી.

પોલીસ કર્મચારીઓનું કહેવું છે કે રજાને લઈ અમે ઉપરી અધિકારીઓને જાણ કરી છે. લગભગ કોઈ અધિકારી આવે પછી જ એને પોલીસ કસ્ટડી સાથે કામરેજ પોલીસ સ્ટેશન લઈ જવાશે. ફેનિલની સારવાર દરમિયાન પરિવાર છોડી બીજા કોઈને પણ મળવા દેવાયા નથી. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે. 

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/02/15/28-surat-fenil-arrest-exclusive-sunil-20220215t124_1644931323/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.