‘ગ્રીષ્મા વેકરીયા’ હત્યા કેસમાં સૌથી મોટા અપડેટ / ગ્રીષ્મા વેકરિયાના હત્યારા ફેનિલ ગોયાણીને આજે કોર્ટ તરફથી મળી….

ટોપ ન્યૂઝ સુરત

સુરત 12 ફેબ્રુઆરીના રોજ પાસોદરામાં ફેનિલ ગોયાણી દ્વારા ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં ગળું કાપી હત્યા કરવામાં આવી હતી. જેમાં ગત 6 એપ્રિલે કોર્ટમાં દલીલો પૂર્ણ થઈ હતી. ત્યારે આ કેસનો ચુકાદો આજે આવવાનો હતો પરંતુ હવે 21 એપ્રિલના રોજ હત્યા કેસનો ચુકાદો સંભળાવવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોર્ટમાં આરોપીના વકીલ ફેનીલ ગોયાણીના વકીલો કોર્ટમાં હાજર ન રહેતાં કોર્ટ દ્વારા ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. આગામી 21મી તારીખે આ મામલે કોર્ટ પોતાનો ચુકાદો સંભળાવશે. સરકાર પક્ષ દ્વારા આરોપીને કડક સજા મળે તેવી માંગ કરવામાં આવી છે.

આ કેસમાં ટ્રાયલ દરમિયાન કુલ 105 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને પોલીસે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને રિમાન્ડ પર લેવામાં આવ્યો હતો. રિમાન્ડ પૂર્ણ થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં જઈ જવામાં આવ્યો હતો. હાલમાં તો ફેનિલ લાજપોર જેલમાં બંધ છે. ત્યારે હવે કોર્ટે હત્યારા ફેનીલને આગામી સમયમાં સજા ફટકારવામાં આવશે.

જણાવી દઈએ કે, હત્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી અને પોલીસે અઠવાડિયાની અંદર જ ચાર્જશીટ રજૂ કરી હતી ત્યાર પછી આરોપી સામેની ટ્રાયલ પણ ઝડપથી શરૂ કરવામાં આવી હતી.

સમાજ યુવક પાસે આવી અપેક્ષા ન રાખે: સરકાર પક્ષ તરફથી અપીલ
સરકાર પક્ષે ત્રણ દિવસ દલીલ કરી હતી. જેમાં હત્યા ઉશ્કેરાટમાં નથી, આરોપીએ પૂર્વ તૈયારી કરી ચપ્પુ ઓનલાઇન ખરીદ્યા હતા. આરોપીને માર મારવાના બચાવ પક્ષના આક્ષેપનું પણ સરકાર પક્ષે ખંડન કર્યું હતુ. વધુમાં કહ્યું કે, કોઇની દીકરીને કોઇ છેડતી કરે તો તે ઠપકો પણ ન આપે. આરોપી યુવાન હોવાના બચાવ અંગે સરકાર પક્ષે કહ્યું કે સમાજ યુવાન પાસે આવી અપેક્ષા રાખે કે અન્યને ઇજા પહોંચાડી જીવ લે? આ કૃત્યથી સમાજમાં ખોટો સંદેશ જાય છે.

બચાવ પક્ષ તરફથી આ દલીલો કરવામાં આવી
હત્યાના આરોપી ફેનિલ તરફથી ઝમીર શેખ અને અજય ગોંડલિયાએ અંતિમ અને કાઉન્ટર દલીલો કરી હતી. સતત ત્રણ દિવસ દલીલો કરી હતી, જેમાં ઝમીર શેખે અંતિમ દલીલમાં જણાવ્યું હતું કે આરોપી ફેનિલ ગોયાણીને ખોટા કેસમાં ફસાવી દેવા અને પોતાની યોગ્ય રજૂઆત ન કરવા દેવા માટે પોલીસે માત્ર 7 દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરી દીધી હતી. આ સાથે તેમણે કોર્ટને જણાવ્યું હતું કે તપાસ અધિકારી દ્વારા મીડિયામાં કરેલાં નિવેદનો બાદ સમાજમાં આરોપી વિરુદ્ધનું વાતાવરણ ઊભુ થયું છે. જેથી સાક્ષીઓ આરોપીની તરફેણમાં જુબાની આપવા પણ તૈયાર નથી.

ઘટના સ્થળે નજરે જોનારા સાક્ષી, FSL રિપોર્ટ, મેડિકલ પુરાવા, મોબાઇલ ફોન રેકોર્ડિંગ ઉપરાંત ઘાયલ થનારાઓની જુબાની વગેરે પુરાવા સરકાર પક્ષ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. બચાવ પક્ષ દ્વારા સ્થળ પંચનામુ નથી થયુ, સાથે જ પીએમ કોઈ અન્ય જ બોડીનું કરવામાં આવ્યુ હોવાનો બચાવ લેવામાં આવ્યો હતો. અંતિમ દલીલો કર્યા બાદ હવે કોર્ટે 16મી એપ્રિલના રોજની મુદત આપી હતી. જેનો ચુકાદો હવે 21 એપ્રિલના રોજ આવશે.

ગ્રીષ્મા વેકરીયાના પ્રેમમાં પાગલ ફેનીલ ગોયાણીની 12 ફેબ્રુઆરીના રોજ સુરતના કામરેજના પાસોદરામાં ઘાતકી હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ તેણે હાથમાં નસ કાપીને ઝેરી દવા પી લેવાનું નાટક કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્માની હત્યાના આરોપી ફેનિલને હોસ્પિટલમાંથી મુક્ત કર્યા બાદ પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર લીધો હતો. રિમાન્ડ પૂર્ણ થતાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડવામાં આવ્યો હતો. ફેનિલ હાલ લાજપોર જેલમાં બંધ છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.