‘ગ્રીષ્મા’ના હત્યારાને કોર્ટમાં રજુ કરાયો / ફેનિલને કઠોર કોર્ટમાં રજુ કરાયો, 3 દિવસના રિમાન્ડ મંજુર, જુઓ પોલીસ આ રિમાન્ડના મુદ્દાઓ પર કરશે આકરી પૂછપરછ

ટોપ ન્યૂઝ સુરત

ગ્રીષ્માકાંડનો આરોપી ફેનિલ ગોયાણી હાલ પોલીસ કસ્ટડીમાં છે. ત્યારે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે, સરકારી વકીલે 5 દિવસ ના રિમાન્ડ ની માગણી કરી હતી છે, અને તેને ધ્યાનમાં રાખી ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આવતી 19 ફ્રેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીએ હત્યા કાર્ય બાદ તેના મિત્ર ને ફોન કર્યો હતો, ‘કે મેં ગ્રીષ્માની હત્યા કરી નાખી છે.’ સાથોસાથ જાણવા મળ્યું છે કે, માસ્ટર માઈન્ડ ફેનિલ બધી તૈયારી કરીને ગ્રીષ્માની હત્યા કરવા પહોચ્યો હતો. તે સાથે બેગમાં એક નહિ પરંતુ બે બે છરી લઇ ગયો હતો.

આરોપીના રિમાન્ડના મુદ્દાઓ

1)  આરોપીએ ગુનો કરવામાં બે મોટા છરાનો ઉપયોગ કરેલ છે. તે પૈકી એક છરો ક્યાંથી કોની પાસે અને કેવી રીતે મેળવેલ છે તે બાબતે ઉંડાણપુર્વકની તપાસ કરવા આરોપીની હાજરીની જરૂર છે.

2) ગુનો કરવામાં હાલના આરોપી ઉપરાંત અન્ય કોઇ આરોપીની સંડોવણી છે કે કેમ? તે અંગે આ આરોપીને સાથે રાખી ઉંડાણપૂર્વકની તપાસ કરવા આરોપીની હાજરીની જરૂર છે.

3) આરોપી અન્ય કોઇ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ? તે દિશામાં તપાસ કરવા આરોપીની હાજરીની જરૂરીયાત છે.

4) આરોપીને સાથે રાખી ઘટના અંગેનું રિકન્સટ્રક્શન પંચનામુ કરવાનું હોય આરોપીની હાજરીની જરૂરીયાત છે.

5) આરોપી ગુનો કર્યા બાદ સાહેદ સાથે કરેલ વાતચીતનું રેકોર્ડિંગ થયેલ હોય જેથી વોઇસ સ્પેકટ્રોગ્રાફી કરવા અર્થે સાહેદ તથા આરોપીને ગાંધીનગર એફ.એસ.એલ ખાતે લઇ જઇ વોઇસ સેમ્પલ લેવડાવવા હાજરીની જરૂરીયાત છે.

6) આરોપીની ઓળખ માટે સાયન્ટિફિક પુરાવા મેળવવા આરોપીની હાજરીની જરૂરીયાત છે.

7) આરોપી પોલીસ પધ્ધતિથી વાકેફ હોય અને હકીકત છુપાવતો હોય તેમજ આરોપીને ઇજા થયેલ હોય યુક્તિ-પ્રયુક્તિપૂર્વક ગુનાને લગતી ઝીણવટ ભરી પૂછપરછ કરવા આરોપીની હાજરીની જરૂરીયાત છે.

પોલીસ તપાસમાં ડિજિટલ એવીડન્સ કલેક્ટ કરવામાં આવ્યા છે. તેમજ ફોરેન્સિક વિભાગની મદદથી તપાસ કરવામાં આવી રહી છે. આરોપીનો કોવિડ ટેસ્ટ કરાવી પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી રહી છે. ડીવાયએસપી બીકે વનારે જણાવ્યું હતું કે હાલ આરોપીની ઓળખ પરેડ કરવાની સાથે ઇન્ટેરોગેશન કરવામાં આવી રહ્યું છે. આરોપીએ જ્યારે ઘટનાને અંજામ આપ્યો હતો ત્યારે નશો કર્યો હોય તેવું હાલ કંઈ સામે આવ્યું નથી. આ ઘટનામાં પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે અને ઝડપથી ચાર્જશીટ ફાઈલ થાય તે માટેના પ્રયાસ કરાયા છે.

એક તરફી પ્રેમમાં પાગલ યુવકે ગ્રીષ્માની જાહેરમાં હત્યા કરી હતી. જેથી આ ઘટનાને લઈને લોકોમાં રોષનો માહોલ ફેલાયો છે. સાથે જ ગ્રીષ્માના પરિવાર પ્રત્યે લોકો સહાનૂભૂતિ દાખવી રહ્યા છે. સુરત જિલ્લાના કામરેજના પાસોદરામાં ફેનિલ પંકજ ગોયાણીએ એક તરફી પ્રેમમાં ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીનું તેની માતા અને ભાઈની નજર સામે સરાજાહેર ગળું કાપી હત્યા કરી નાખી હતી. જેના સુરત સહિત રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. યુવતીની આવી ઘાતકી હત્યાને લઈને આખું ગુજરાત હચમચી ઊઠ્યું છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.