આ છોકરાએ તો ભારે કરી / ‘ગ્રીષ્મા’ની હત્યા કરવા ફેનિલ AK-47 ખરીદવાનો હતો, સેટિંગ ન થતા છરો લઈને ગયો, જુઓ FSL રિપોર્ટમાં થયા ઘણા મોટા ધડાકા

ટોપ ન્યૂઝ સુરત

ફેનિલ પકડાયાના 6 જ દિવસમાં સોમવારે પોલીસ 1000 પાનાનું ચાર્જશીટ કરશે, ગુરુવારથી કોર્ટમાં ટ્રાયલ શરૂ થાય તેવી શક્યતા

એક તરફી પ્રેમમાં કેવું પરિણામ આવે છે તે સમગ્ર ગુજરાતે જોયું. સુરતની ગ્રીષ્મા વેકરિયાની ધોળા દિવસે ગળું કાપીને કરવામાં આવેલી હત્યાથી સમગ્ર રાજ્યને હચમચાવીને રાખી દીધું. ગ્રીષ્માનું ગળું કાપનાર આરોપી ફેનિલની પોલીસે પોતાની કસ્ટડીમાં લઈ લીધો છે, અને તેની સાથે રહીને પોલીસ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ઘટનાના દિવસે શું શું બન્યુ હતું તેને લઈને આરોપી ફેનિલ પાસેથી પોલીસ માહિતી મેળવી રહી છે. જિલ્લા પોલીસ દ્વારા SIT ની ટીમ સાથે અલગ અલગ જગ્યા પર ફેનિલને લઈ જવાયો હતો. આ કેસમાં જેમ જેમ પોલીસ આગળ વધી રહી છે તેમ તેમ આરોપી ફેનિલના કારસ્તાન બહાર આવતા જાય છે. આજે આ કેસમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે.

ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં ગ્રીષ્માની હત્યા કરવા માટે આરોપી ફેનિલે એકે-47 ખરીદવા પ્રયાસ કર્યો હોવાનો ઘટસ્ફોટ થતા ખળભળાટ મચ્યો છે. પોલીસને જાણવા મળ્યું હતું કે ગ્રિષ્માની હત્યા કરવા પહેલા ફેનિલે એકે-47 રાઇફલ ખરીદવા પણ વેબસાઇટ સર્ચ કરી હતી. ગ્રીષ્માની હત્યા અગાઉની વાતચીતની ક્લિપનો FSLનો વોઇસ રેકર્ડિંગ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ફેનિલ પકડાયાના 6 જ દિવસમાં સોમવારે કોર્ટમાં પોલીસ 1000 પાનાની ચાર્જશીટ દાખલ કરશે. આ કેસમાં ગુરુવારથી કોર્ટમાં ટ્રાયલ શરૂ થાય તેવી શક્યતા દર્શાવવામાં આવી છે.

હત્યા કરવા ફેનિલે 30 જેટલી વેબસાઇટ્સ સર્ચ કરી હતી
ગ્રીષ્માની હત્યા કરવા માટે ફેનિલે એકે-47 રાઇફલ કેવી રીતે મેળવી શકાય એ બાબતે વેબસાઈટ પર સર્ચ કર્યું હતું. જોકે આ રાઇફલ ન મળતાં તેણે અન્ય વિકલ્પો શોધ્યા. અને હત્યા કેવી રીતે કરી શકાય એ માટે પણ તેણે 30થી વધુ વેબસાઇટ સર્ચ કરી હતી. ફેનિલ હત્યા માટે અલગ સ્ટાઈલ, અને ગળું કાપવાનું પણ શીખ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે ગ્રીષ્માની હત્યા કરતાં પહેલાં તે સવારથી જ પ્લાનિંગ કરી રહ્યો હતો. ફેનિલે હત્યા કરવા તેણે ક્રાઇમ પેટ્રોલ સહિતની કેટલીક અલગ-અલગ સિરિયલ્સ જોઈ હતી.

ફેનિલે ગ્રીષ્માની હત્યા કરવા માટે એક ચાકુનો ઓર્ડર પણ કર્યો હતો. જોકે આર્ડર મોડો મળવાનો હોવાથી તેણે રિજેક્ટ કર્યો હતો, તેનો પુરાવા પણ પોલીસને ફેનિલના મોબાઈલમાંથી મળ્યો છે. ફેનિલે હત્યા માટે એક મોલમાંથી ચપ્પુ મેળવ્યું હતું. પોલીસે હત્યા કરાયેલું ચપ્પુ પણ જપ્ત કરી લીધું છે.

ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં રવિવારે રેન્જ આઇજી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠક મળી હતી, જેમાં 150 સાક્ષી, 25 પંચનામા, ફેનિલના મોબાઇલમાંથી મળેલા પુરાવા, તેની ઓડિયો ક્લિપનો એફએસએલનો રિપોર્ટ વગેરે સહિતના પુરાવા ભેગા કરાયા હતા.

મહત્ત્વનું છે કે, ફેનિલ ગોયાણીએ ગ્રિષ્માની હત્યા કરવા માટે પહેલાથી જ પ્લાનિંગ કર્યું હતું, તે પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ફેનિલે ગ્રીષ્માની હત્યા કેવી રીતે કરી શકાય તે માટે વેબસાઈટ પર હથિયાર અંગે સર્ચ કર્યું હતું. એટલું જ નહીં, હથિયાર કેવી રીતે ઓનલાઇન મળી શકે અને તેનો ઉપયોગ કેવી રીતે થાય તે બાબતે પણ ફેનિલે માર્ગદર્શન મેળવ્યું હતું. પરંતુ ગ્રિષ્માની હત્યા કરતા પહેલા ફેનિલે પોતાના મિત્રને ફોન પર કરેલી વાતચીતની ઓડિયો ક્લિપ પોલીસને મળી હતી, તેના પછી અનેક રહસ્યો ખૂલી રહ્યા છે.

ફેનિલ ગોયાણીએ ગ્રિષ્માની હત્યા કરવા માટે પ્લાનિંગ કર્યું હતું, તે પણ પોલીસ તપાસમાં ખૂલ્યું છે. હત્યા કેવી રીતે કરી શકાય તે માટે તેણે ઇન્ટરનેટ પર સર્ચ કર્યું હતું, હથિયારો કેવી રીતે ઓનલાઇન મળી શકે અને તેનો ઉપયોગ કેવી રીતે થાય તે બાબતે જાણ્યું હતું. તેણે ગ્રિષ્માની હત્યા કરતા પહેલા એક મિત્રને ફોન પર વાત પણ કરી હતી, જે ઓડિયો ક્લિપ પોલીસને મળી હતી.

આ ક્લિપના આધારે પોલીસ ફેનિલને રિમાન્ડ દરમિયાન ગાંધીનગર એફએસએલમાં લઈ ગઈ હતી, જ્યાં તેનો વોઇસ રેકર્ડિંગ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ પણ એફએસએલએ પોલીસને સોંપી દીધો છે. પોલીસે ફેનિલ સામે સજ્જડ પુરાવા એકત્ર કરી લેતા હવે સોમવારે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવશે. આટલા ઓછા સમયમાં ચાર્જશીટ કરવાનો સુરત જિલ્લા પોલીસનો આ પહેલો કિસ્સો બનશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *