નફ્ફટને ક્યારે સજા મળશે / જાહેરમાં ગ્રીષ્માનું ગળું કાપ્યું છતાં ફેનિલે કોર્ટમાં ગુનો કાબુલ ન કર્યો, જુઓ એમાય હત્યારા ફેનિલને બચાવવા માટે બે વકીલ મેદાનમાં, જાણો કોણ છે એ વકીલ

ટોપ ન્યૂઝ સુરત

સુરતમાં કામરેજના પાસોદારામાં અનેક લોકોની હાજરી વચ્ચે ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલને સુરતની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ફેનિલને કડક પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. ફેનિલના ચહેરા પર કોઈ પણ પ્રકારનો ખેદ જણાયો નહતો. દરમિયાન કોર્ટમાં ફેનિલ વિરુદ્ધ ચાર્જફ્રેમ થયો હતો. જોકે, આરોપી ફેનિલે પોતાનો ગુનો કબૂલ ન હોવાનું જણાવ્યું હતું. આરોપી પક્ષે વકીલ દ્વારા વાંચવા માટેની મુદત માગી હતી. કોર્ટે આ કેસની સુનાવણી શરૂ કરવા માટેની મંજૂરી આપી હતી અને આ કેસ દરરોજ ચાલશે.

કોર્ટ પરિસર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું
સુરત જિલ્લા કામરેજ તાલુકા પાસોદરા ખાતે ગત તારીખ 12 ફેબ્રુઆરીના દિવસે ગ્રીષ્મા વેકરિયાની ગળું કાપીને ઘાતકી હત્યા કરવામાં આવી હતી. નિર્દયતાપૂર્વકની હત્યાનો વીડિયો વાઇરલ થતા પોલીસે આરોપી ફેનિલ ગોયાણીને ઝડપી પાડ્યો હતો. કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ કરી હતી. પોલીસે માત્ર પાંચ દિવસમાં જ 2500 પાનાની ચાર્જશીટ રજૂ કરી દીધી હતી. જોકે આ ગ્રામ્ય કોર્ટનો કેસ ઝડપી ચાલે તે માટે આ કેસને સુરત ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. જોકે ગતરોજ આ કેસમાં આરોપીને વીડિયો કોન્ફરન્સથી હાજર કરવામાં આવ્યા બાદ આજે સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ કેસને લઇને લોકોમાં રોષ હોવાને લઇને આરોપી ફેનિલ ગોયાણીને રજૂ કરતા પહેલા કોર્ટ પરિસર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું.

આરોપીના વકીલે મુદત માગી
સુરત કોર્ટમાં સોગંધનામું સાંભળ્યા બાદ આરોપીએ પોતાનો ગુનો કબૂલ ન હોવાનું જણાવ્યું હતું. આરોપી પક્ષે વકીલ તરીકે ઝમીર શેખે વાંચવા માટેની મુદત માગી હતી. કોર્ટે આ કેસની સુનાવણી શરૂ કરવા માટેની મંજૂરી આપી હતી અને આ કેસ દરરોજ ચાલશે અને તમામ સાક્ષીઓના તમામ નિવેદનો સહિતના પુરાવા ચેક કરવા માટેની પ્રક્રિયા શરૂ કરાશે.

ગ્રીષ્મા વેકરીયા તરફથી સ્પેશિયલ સરકારી વકીલ નયન સુખડવાલા દલીલ કરી રહ્યા છે. જ્યારે હવે ગ્રીષ્મા વેકરીયાની કરપીણ હત્યા કરનારો ફેનીલ તેના બે વકીલ મારફત કોર્ટમાં કેસ લડવા જઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે પાછલી મુદતમાં ફેનિલ દ્વારા પોતાનો ગુનો કબૂલ નથી, તેવું કોર્ટમાં જણાવવામાં આવ્યું હતું.

તેમના વકીલો ની વાત કરીએ તો એડવોકેટ ઝમીર શેખ સુરતના જાણીતા ક્રિમિનલ પ્રેક્ટિસ કરતા વકીલ છે. તેઓ ભૂતકાળમાં ઘણા હાઈપ્રોફાઈલ કેસ લડી ચૂક્યા છે. ભુતકાળમાં તેઓ બોગસ ચલણી નોટો સાથે ઝડપાયેલા પાકિસ્તાનીનો કેસ પણ લડી ચૂક્યા છે અને આરોપીને પાકિસ્તાન જવામાં મદદ પણ કરી હતી. પાકિસ્તાની નાગરિક સજ્જાદ હુસેન બુરહાનુદ્દીન બહોરાને એનઓસી અપાવવામાં આવી હતી. અ સિવાય એક ભાજપ કાર્યકર્તાને ફેક આઈડી થી સી આર પાટીલને બદનામ અને ગાળો આપવાના કેસમાં પણ છોડાવી ચુક્યા છે.

અન્ય વકીલ અજય ગોંડલીયા ની વાત કરીએ તો તે ભૂતકાળમાં પાટીદાર અનામત આંદોલન સાથે સક્રિય રીતે જોડાયેલા હતા અને કોંગ્રેસ ના યુવા મોરચામાં પણ સક્રિય રીતે જોડાયેલા હતા. ભૂતકાળમા હાલના ગૃહ મંત્રી હર્ષ સંઘવી સાથે થયેલી હાથાપાઈ માં પણ આ વકીલ પોતાના કોલેજકાળ દરમિયાન ચર્ચામાં આવ્યા હતા.

આ બંને વકીલો પોતાના અસીલ ફેનિલ ગોયાણી તરફે કેસ લડી રહ્યા છે. ત્યારે ખુલ્લેઆમ થયેલી હત્યાના પુરાવા જગજાહેર હોવા છતાં આ બન્ને વકીલોએ કઈ રીતે આ કેસ હાથમાં લીધો તે અંગે સોશિયલ મીડિયામાં બબાલ મચી છે. અમુક સોશિયલ મીડિયા યુઝર્સ આ બંને વકીલને મૂર્ખ ગણાવી રહ્યા છે. પરંતુ વકીલ પોતાના અસીલને આરોપી તરીકે બચાવે તે તેમનો ધર્મ છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.