આલે લે…આ શું? / સુરતમાં બાઈક ચાલવા બાબતે ઝગડો થતા 10 યુવકો એક જ શખ્સ માથે લાકડાના ફટકા વડે તૂટી પડ્યા : વિડિઓ જોઈને રુવાડા ઉભા થઇ જશે

ટોપ ન્યૂઝ સુરત

સુરત શહેરમાં અવારનવાર અસામાજિક તત્વોનો આંતક સામે આવી રહ્યો છે. જાણે કે આ લુખ્ખા તત્વોને ખાખી વર્દીનો જરા પણ ડર જ ન રહ્યો હોય. પોતે કાઈક હોય તેવું માની બેઠેલા લુખ્ખા તત્વો બેફામ બની રહ્યા છે. ત્યારે આ પ્રકારની ઘટના અવારનવાર સામે આવતા પોલીસ તંત્ર(Police system) સામે પણ અનેક પ્રશ્નો ઉદભવી રહ્યા છે.

શહેરના સિંગણપોર(Singanpor) વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આંતક સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, બાઈક હાંકવા બાબતે ઝગડો થતા 10 જેટલા યુવકો એ લાકડાંના ફટકા હોકી સ્ટિક જેવાં હાથિયારથી એક યુવકને બેરહેમીથી માર માર્યો હતો.

આ માર મારવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી. અસામાજિક તત્વોએ યુવકને બેરહેમીથી માર મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેને કારણે યુવકને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, ફરિયાદીએ પોલીસ પર આરોપ લગાવતા કહ્યું છે કે, પોલીસ આવા લુખ્ખા તત્વો પર હલકી કલમ લગાવી આરોપીને છાવરી રહી છે. ત્યારે આ પ્રકારના લુખ્ખા તત્વો પણ કાયદેસરની અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

હવે પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરીને ગુનેગારોને CCTV પરથી શોધખોળ કરવાનું શરુ કર્યું છે. જો પોલીસ આ લુખ્ખાતત્વ પર જો એક્શન નહિ લે તો આ અસામાજિક તત્વોનો આંતક દિવસે ને દિવસે વધતો જશે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published.