સંતો અને હરિભક્તોમાં રોષ / 147 વર્ષ જુના સ્વામિનારાયણના મંદિર બહાર કોથળાઓ ભરીને નોનવેજ અને દારૂની બોટલો ફેંકતા વિવાદ વકર્યો, જુઓ અસામાજિક તત્વો વિરુદ્ધ આ કડક પગલાં લેવાની માંગ ઉઠી

ટોપ ન્યૂઝ વડોદરા

વડોદરાના વાડી વિસ્તારમાં આવેલા ઐતિહાસિક સ્વામિનાયારણ મંદિરના ગેટ પર કોઇ અજાણ્યા વ્યક્તિએ ઇંડા, ડુંગળી અને પાંઉ સહિત નોનવેજ વસ્તુઓ મુકી જતાં સંતો અને ભક્તોની લાગણી દુભાઇ છે. આ મામલે મંદિર દ્વારા વાડી પાલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે.

વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલા ઐતિહાસિક અને પ્રસાદીના સ્વામિનારાયણ મંદિરના પૂર્વ તરફના ગેટ પર કોઇ અજાણ્યો વ્યક્તિ આજે ઇંડા, ડુંગળી અને પાંઉ સહિતની નોનેવેજ વસ્તુઓ કોથળીમાં મુકી જતાં ભારે વિવાદ સર્જાયો છે. આ અંગે વાડી સ્વામિનારણ મંદિરના કોઠારી ઘનશ્યામ સ્વામીએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે કે, વડતાલ દેશ ગાદીનું વડોદરા વાડી સ્વામિનાયણ સંપ્રદાયનું આ મંદિર આશરે 147 વર્ષથી સ્થાપિત છે.

આ મંદિરની ચારે તરફ હાલમાં લઘુમતિ કોમની વસ્તી છે. પરંતુ અમારે મંદિર અને આજુબાજુના તમામ લોકો સાથે સારા સંબંધો છે. આજ રોજ મંદિરના ટાવરના મુખ્ય દરવાજામાં કોઇ વ્યક્તિ ઇંડા, બ્રેડ અને રસોડાનો કચરો ચાર થેલીમાં ભરીને નાખી ગયું છે. ત્યાં દારૂની બોટલ પણ છુટ્ટી પડી છે. જેથી સંતો તથા ભક્તોની લાગણી દુભાઇ છે.

ઘનશ્યામ સ્વામી કોઠારીએ જણાવ્યું છે કે, આ ઉપરાંત મહિલાઓના મંદિરની બહાર ભગવાનની મૂર્તિ છે ત્યાં લોકો પેશાબ કરે છે. તેમજ નો-પાર્કિંગ ઝોન હોવા છતાં વાહનો પાર્ક કરવામાં આવે છે અને પેશાબ કરે છે. તેમજ દિવાલ પાસે અભદ્ર વસ્તુઓ નાખવામાં આવે છે. જેથી આ અંગે કોમી વૈમન્સ્ય ન ફેલાય તે માટે આવા લોકો સામે પોલીસે કાર્યવાહી કરવી જોઇએ.

જો કે ભક્તોનો આક્ષેપ છે કે આ મંદિરની આસપાસના વિસ્તારમાં લઘુમતી કોમના લોકો રહે છે. તેઓ અહીં આડેધડ પોતાનાં વાહનો પાર્ક કરે છે. મંદિરની દિવાલો પર અયોગ્ય વસ્તુઓ નાખે છે. આ ઉપરાંત કોમી વૈમનસ્વ નાખે છે. લઘુશંકા પણ આ મંદિરની દિવાલ પર જ કરે છે. જેથી આ અંગે કોમી વૈમનસ્ય ન ફેલાય તે માટે આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તે ખુબ જ જરૂરી છે. વાડી મંદિર પાસે અભક્ષ્ય વસ્તુઓ નાખીને વ્યક્તિ દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આવા વ્યક્તિ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે ખુબ જ જરૂરી છે.

હરિભક્ત રૂપેશ સથવારાએ ટેલિફોનિક વાતમાં જણાવ્યું હતું કે, વાડી મંદિર પાસે અભક્ષ્ય વસ્તુઓ નાખી જે કૃત્ય કરવામાં આવ્યું છે તેનાથી ભક્તોની લાગણી દુભાઇ છે. કોઇએ આ વિસ્તારમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો છે. તેની સામે કડક કાર્યવાહી થવી જોઇએ.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.